ખબર

હૈદરાબાદ ગેગંરેપના આરોપીઓનું એન્કાઉન્ટ પર બોલીવુડના સેલિબ્રિટીઓએ જાણો શું કહી દીધું…

હૈદરાબાદમાં ગેંગરેપ- મર્ડર કેસમાં શુક્રવારની સવાર કંઈક અલગ જ ઉગી હતી. શુક્રવારે સવારે હૈદરબાદમાં ગેંગરેપના આરોપીને પોલીસ ઘટનાસ્થળે લઇ જય રહી હતી ત્યારે ચારેય આરોપીએ નાસી છૂટવાની કોશિશ કરી હતી. ત્યારે પોલીસે આ ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

પીડિતાની બહેને કાર્યવાહી બદલ પોલીસ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યવાહી બાદ દેશવાસીઓ હૈદરાબાદ પોલીસ પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે. બૉલીવુડના સેલેબ્સે પણ તેલંગણા પોલીસને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી.

એક્ટર અનુપમ ખેરે તેલંગણા પોલીસને ધન્યવાદની સાથે-સાથે શુભેચ્છા પાઠવી હતી.

ઋષિ કપૂરે પણ ટ્વીટ કરીને તેલંગણા પોલીસને શુભેચ્છા પાઠવી હતી.

રકૂલ પ્રીતે ટ્વીટ કરીને પોલીસન્યૂ શુભેચ્છા પાઠવી હતી. રકુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે. બળાત્કાર જેવા અપરાધને અંજામ આપ્યા બાદ તમે ક્યાં સુધી ભાગી શકશો.

સાઉથ એક્ટ્રેસ જુનીસર એનટીઆર પણ આરોપીના એન્કાઉન્ટર મામલે ટ્વીટ કર્યું હતું.

નાગાર્જુને આરોપીના મોતને મામલે રિએક્ટ કર્યું હતું. નાગાર્જુને ટ્વીટ કરીને લખ્યું હતું કે, હે સવારે હું ઉઠ્યો તો ન્યાય થઇ ગયો હતો.

ફિલ્મ મેકર અશોક પંડિતે લખ્યું હતું કે, તેલંગણા પોલીસ પર કોઈ સવાલ ના ઉઠવો જોઈએ. તેને હત્યા અને બળાત્કારના આરોપીને ઠાર માર્યા છે. આટલું જ નહીં પોલીસને આ બહાદુરી માટે સન્માન મળવું જોઈએ.

જણાવી દઈએ કે, ગત 27 નવેમ્બરે પીડિતા પર દુષ્કર્મ આચરી તેને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાના કારણે દેશભરમાં વિરોધ થઇ રહ્યો હતો. બૉલીવુડ સેલેબ્સે પણ આ ઘટનાની નિંદા કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.