તસવીરમાં ક્યૂટ દેખાતી આ બાળકી છે બોલિવૂડની ટોચની અભિનેત્રી, તમે ઓળખ્યાં કે નહીં

બોલિવૂડના કલાકારોનો ક્રેઝ ભારતમાં કેવો છે તે કોઈનાથી છૂપુ નથી. તેમના માનિતા અભિનેતાની એક ઝલક જોવા માટે ફેન્સ તલપાપડ હોય છે. એમાં જો કોઈ અભિનેતા કે અભિનેત્રીની બાળપણની તસવીર સામે આવે તો ચાહક તેને વારંવાર જોયા કરે છે.

સોશિયલ મીડિયા પર બોલિવૂડની ટોચની અભિનેત્રીની તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે એટલી ક્યૂટ લાગી રહી છે કે તમે તેને જોતા જ રહી જશો. આ તસવીરમાં અભિનેત્રી તેના ભાઈ સાથે જોવા મળે છે. ગોળમટોળ ચહેરાવાળી આ છોકરી અત્યારે બોલિવૂડ પર રાજ કરી રહી છે.

જો તમે આ અભિનેત્રીને ન ઓળખી શક્યા હોય તો અમે તમને જણાવી દઈએ કે આ બીજુ કોઈ નહીં પરંતુ જાણીતી અભિનેત્રી રાની મુખર્જી છે અને આ તસવીરમાં તેમની સાથે તેમનો ભાઈ રાજા મુખર્જી છે. બોલિવૂડમાં રાની મુખર્જીએ એક અલગ જ મુકામ પ્રાપ્ત કર્યું છે. તે ઇન્ડસ્ટ્રી ટોચની અભિનેત્રીઓમાની એક છે.

તેના અભિનયના જોરે તેમણે ખુબ ખ્યાતી પ્રાપ્ત કરી છે. બોલિવૂડના ટોચના  અભિનેતા સાથે તેમણે કામ કર્યું છે જેમા આમિર,શાહરૂખ, સલમાન અને સૈફ પણ શામેલ છે. તેમની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે, તેમને આદિરા નામની દીકરી છે.

રાની મુખર્જીને તાજેતરમાં સૈફ અલી ખાન સાથે બંટી ઓર બબલી2માં અભિનય કરતા જોવા મળી હતી. આ ઉપરાંત તે મર્દાની 3માં પણ જોવા મળશે. આ ઉપરાંત રાની તેમના નવા ઘરને લઈને પણ ચર્ચામાં છે. મળતી માહિતી પ્રમાણે તેમણે રુસ્તમજી પૈરામાઉન્ટમાં એક આલીશાન 3BHK લક્ઝરી ફ્લેટ લીધો છે. જેની કિંમત 7 કરોડ રૂપિયા હોવાની વાત સામે આવી છે.

YC