“OMG -2″નું ધમાકેદાર ટ્રેલર આવ્યું સામે, પંકજ ત્રિપાઠીનો જોવા મળ્યો અનોખો અંદાજ, શિવના રૂપમાં અક્ષય કુમારને જોઈને દર્શકો પણ બોલ્યા.. “હર હર મહાદેવ !”

અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની આવનારી ફિલ્મ “OMG 2″નું ટ્રેલર થયું લોન્ચ, દીકરા માટે લડતો જોવા મળ્યો પંકજ ત્રિપાઠી, શિવ બનીને અક્ષય કુમારે આપ્યો સાથ, જુઓ

OMG2 Trailer Out : બોલીવુડની ફિલ્મો રોલીઝ થતા પહેલા જ વિવાદોમાં આવી જતી હોય છે અને આવી ફિલ્મોનો જબરદસ્ત વિરોધ પણ થતો હોય છે. ત્યારે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થનારી “OMG 2” પણ તેના એક સીનને લઈને વિવાદોમાં આવી ગઈ હતી. પરંતુ હાલ જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જે દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે ત્યારે ટ્રેલરે પણ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે.

એક દિવસ લેટ થયું ટ્રેલર લોન્ચ :

જો કે આ ટ્રેલર બુધવારે જ લોન્ચ થવાનું હતું, પરંતુ અક્ષય કુમારે આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈના નિધનને કારણે તેને મોકૂફ રાખ્યું હતું. 3 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થયેલા ‘ઓહ માય ગોડ 2’ના ટ્રેલર પર ચાહકોની પ્રતિક્રિયા પણ જબરદસ્ત જોવા મળી રહી છે. સની દેઓલની “ગદર 2” અને અક્ષય કુમારની “OMG 2” બોક્સ ઓફિસ પર ટકરાઈ રહી છે. આવી સ્થિતિમાં ચાહકો પણ બંનેની સરખામણી કરી રહ્યા છે. દર્શકો અનુમાન લગાવી રહ્યા છે કે બોક્સ ઓફિસ પર કોણ જીતી શકે છે.

પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી :

‘ઓહ માય ગોડ 2’ વર્ષ 2012માં રિલીઝ થયેલી ‘ઓહ માય ગોડ’ની સિક્વલ છે, આ વખતે આ ફિલ્મમાં પરેશ રાવલ નહીં પરંતુ પંકજ ત્રિપાઠી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરેશ રાવલે ફિલ્મની સ્ટોરી પસંદ ન હોવાને કારણે તેને રિજેક્ટ કરી દીધી હતી. OMG 2ના ટ્રેલરમાં પંકજ ત્રિપાઠી અને અક્ષય કુમાર ઉપરાંત અરુલ ગોવિલ અને યામી ગૌતમ પણ જોવા મળે છે. આ ફિલ્મની વાર્તા હોમોફોબિયા પર આધારિત છે. જ્યાં અગાઉની ફિલ્મ માન્યતાઓ, અંધશ્રદ્ધા અને દંભ સાથે કામ કરતી હતી.

અક્ષય કુમાર જોવા મળશે ભગવાન શિવના રોલમાં :

આ વખતે ‘ઓહ માય ગોડ 2’ સેક્સ એજ્યુકેશનની આસપાસ આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે, જેમણે અગાઉ ‘ચીર હરન’ અને ‘રોડ ટુ સિંઘમ’ જેવી ફિલ્મો બનાવી છે. ‘ઓહ માય ગોડ 2’નું ટ્રેલર ફિલ્મની વાર્તાનો વ્યાપક ખ્યાલ આપે છે. આ વખતે ફરી કોર્ટ ડ્રામા જોવા મળશે. પંકજ ત્રિપાઠી પોતાના રોલમાં ખૂબ જ સારી રીતે જામી રહ્યા છે. અક્ષય કુમાર આ વખતે ભગવાન કૃષ્ણ તરીકે નહીં પરંતુ ભગવાન શિવના રૂપમાં જોવા મળશે. મેકર્સે આ વખતે પણ મજબૂત થીમ પસંદ કરી છે.

સેન્સર બોર્ડે આપ્યું A સર્ટિફિકેટ :

ટ્રેલર જોઈને તમને પહેલાની OMG પણ યાદ આવી જશે. જ્યારે પણ કોઈ ફિલ્મની સિક્વલ આવે છે ત્યારે તેની સરખામણી જૂની ફિલ્મ સાથે ચોક્કસ જ થાય છે. આવી સ્થિતિમાં અક્ષય કુમારની ફિલ્મ સાકાર થતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે સેન્સર બોર્ડના રિએક્શનની થોડા દિવસોથી રાહ જોવાઈ રહી હતી અને હવે સેન્સર બોર્ડે OMG 2ને A સર્ટિફિકેટ આપ્યું છે. જોકે મેકર્સ ઈચ્છતા હતા કે ફિલ્મને U/A સર્ટિફિકેટ સાથે પાસ કરવામાં આવે, પરંતુ આ માટે ફિલ્મમાં કેટલાક કટ કરવાના હતા, અને માત્ર થોડા દ્રશ્યો અને સંવાદોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ફિલ્મને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

Niraj Patel