મનોરંજન

બોલીવુડની 12 નણંદ-ભાભીની જોડી, જેઓ એકબીજા સાથે ક્યારેય નથી ઝઘડતી

લોકો મોટાભાગે પોતાના પ્રિય કલાકારો વિશે જાણવામાં રુચિ રાખતા હોય છે. જેમ કે તેઓની જીવનશૈલી, શોખ, પરિવાર, ફેશન સ્ટાઇલ વગેરે. જો કે દરેક કોઈ પોતાના ફેવરિટ કલાકારની મોટાભાગની બાબતો જાણતા જ હોય છે પણ આજે અમે તમને બૉલીવુડ અભિનેત્રીઓની નણંદ ભાભીની શાનદાર જોડી વિશે જણાવીશું, જેઓ એકબીજાને બહેન કે મિત્રની જેમ જ માને છે.

Image Source

1. કરીના કપૂર ખાન-સોહા અલી ખાન:
પટૌડી ખાનદાનની બેગમ કરીના કપૂર પોતાની નણંદ સોહા અલી ખાનને પોતાની બહેનની જેમ જ માને છે, બંને અવાર-નવાર એકબીજા સાથે સમય પણ વિતાવે છે. બંને સોશિયલ મીડિયા પર પણ એકબીજાને લગતી પોસ્ટ શેર કરે છે અને વેકશેનના દિવસોમાં બંનેનો પરિવાર સાથે જ ફરવા જાય છે.

Image Source

2. ઐશ્વર્યા રાય બચ્ચન-શ્વેતા નંદા:
બચ્ચન પરિવારની ઐશ્વર્યા અને શ્વેતાની જોડી પણ ખુબ કમાલની છે. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે. કોફી વિથ કરણમાં શ્વેતાએ કહ્યું હતું કે તે ઐશને ખુબ જ પ્રેમ કરે છે.

Image Source

3. ઐશ્વર્યા રાય-શ્રીમા રાય:
ઐશ્વર્યા રાયને પણ પોતાની ભાભી શ્રીમા રાય સાથે ખુબ સારા સંબંધ છે. ઐશ્વર્યાની ભાભી શ્રીમા લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તને ભાગ્યે જ લોકો ઓળખતા હશે પણ સુંદરાતની બાબતમાં શ્રીમા મૉડલ કે અભિનેત્રીથી કમ નથી.

Image Source

4. સુષ્મિતા સેન-ચારુ આસોપા:
સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન અને ભાભી ચારુ વચ્ચે સંબંધ આજે ઠીક નથી ચાલી રહ્યો પણ સુષ્મિતા અને ચારુ વચ્ચે ખુબ જ પ્રેમ અને લગાવ છે. બંન્નેમાં ખુબ જ ઊંડી મિત્રતા છે.

Image Source

5. મલાઈકા અરોરા-અર્પિતા ખાન:
વર્ષ 2017 માં મલાઈકાએ પતિ અરબાઝ ખાન સાથેથી છૂટાછેડા લઇ લીધા હતા. છતાં પણ આજે મલાઇકાના તેની પૂર્વ નણંદ અર્પિતા ખાન સાથે સારા સંબંધ અને મિત્રતા છે. પાર્ટી કે સમારોહમાં પણ બંન્ને સાથે જોવા મળે છે.

Image Source

6. સોનાક્ષી સિંહા-તરુણા અગ્રવાલ:
વર્ષ 2015 માં સોનાક્ષીના ભાઈ કુશ સિંહાના લગ્ન તરુણા અગ્રવાલ સાથે થયા હતા. સોનાક્ષી અને તરુણાની બોન્ડિંગ ખુબ જ સારી છે અને બંન્ને એકબીજાને બહેનની જેમ જ માને છે.

Image Source

7. ગૌરી ખાન-શહનાઝ લલારૂખ ખાન:
શાહરૂખના પરિવાર વિશે તો દરેક કોઈ જાણતું હશે પણ એ ખુબ ઓછા લોકો જાણતા હશે કે શાહરુખની એક બહેન પણ છે અને તે શાહરુખની સાથે તેના જ ઘરમાં રહે છે. માં ની મૃત્યુ પછી શહનાઝ ખુબ ડિપ્રેશનમાં આવી ગઈ હતી જેથી તેણે લગ્ન પણ નથી કર્યા. આવા સમયમાં શહનાઝની મદદ ભાભી ગૌરી ખાને કરી હતી અને તેની સંભાળ રાખી હતી.

Image Source

8. રાની મુખર્જી-જ્યોતિ મુખર્જી:
રાની મુખર્જી પોતાની ભાભી જ્યોતિ મુખર્જીની ખુબ નજીક છે. બંન્નેની મિત્રતા પણ ખુબ લાજવાબ છે. બંન્ને એકબીજાને બહેનની જેમ જ માને છે.

Image Source

9. ટ્વીન્કલ ખન્ના-અલ્કા ભાટિયા:
ટ્વીન્કલ ખન્ના અને અલ્કા ભાટિયા વચ્ચે પણ ખુબ સારી મિત્રતા છે. જ્યારે અલ્કા પોતાનાથી 15 વર્ષ મોટા વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગી હતી ત્યારે ટ્વિન્કલે જ અક્ષય કુમારને મનાવ્યો હતો અને લગ્ન માટે રાજી કર્યો હતો.

Image Source

10. મીરા રાજપૂત-સનાહ કપૂર:
મીરા અને સનાહ એકબીજાને બધી જ બાબતો જણાવે છે. બંન્ને શોપિંગ કરવા પણ સાથે જ જાય છે. એક ઇન્ટરવ્યૂમાં સનાહે કહ્યું હતું કે મીરા ખુબ જ સારી મહિલા છે. માટે જ તે ખુબ સરળતાથી અમારા પરિવારનો હિસ્સો બની ગઈ જેને લીધે મને એક સારી મિત્રના રૂપમાં ભાભી મળી ગઈ”.

Image Source

11. અનુષ્કા શર્મા-ભાવના કોહલી ઢીંગરા:
ખુબ ઓછા લોકો જાણતા હશે કે વિરાટની બહેનનું નામ ભાવના કોહલી છે. ભાવના પોતાની ભાભી અનુષ્કા સાથે દરેક નાની-નાની વાત શેર કરે છે અને બંન્ને વચ્ચે ખુબ જ પ્રેમ છે.

Image Source

12.નીતુ સિંહ-રીમા જૈન:
નણંદ-ભાભીની આ જોડી સૌથી જૂની અને લાજવાબ છે. બંને એકબીજા સાથે ખુબ સારો વ્યવહાર કરે છે. રીમા જૈન પોતાનો જન્મ દિવસ પણ ભત્રીજા રણબીર કપૂરની વગર ક્યારેય નથી ઉજવતી.