મોટા થયા તો ખરાબ રીતે ફ્લોપ થયા, ઓડિયન્સે પસંદ ન કર્યા બૉલીવુડ ભારતનું સૌથી મોટું ફિલ્મ ઉદ્યોગ પૈકીનું એક માનવામાં આવે છે. અહીં રોજના ઢગલો કલાકારો એક્ટર બનવાના સપના જોઈને આવે છે અને એન્ટ્રી કરે છે. આમાંથી ઘણા ઓછા લોકો જ એવા જે તેમના શ્રેષ્ઠ અભિનય અને લુક્સથી લોકોનું હૃદય જીતવામાં સફળ થાય છે. તે જ વાત જો બાળ આર્ટિસ્ટ્સની કરવામાં આવે તો એવા અસંખ્ય ફિલ્મી કલાકારો છે જે બાળપણમાં ફિલ્મોમાં અભિનય કરીને દરેકના દિલમાં વસ્યા હતા.
અને પોતાની માસુમિયતથી પોતાની અલગ જ ઓળખાણ બનાવી હતી. પરંતુ તે પછી મોટા થયા પછી ઘણા બાળ સ્ટાર બૉલીવુડમાં ડેબ્યું કર્યું અને સુપર ફ્લોપ સાબિત થયા. આજે અમે તમને એવા જ કેટલાક બાળ કલાકારની વાત કરવા જઈ રહ્યા છીએ. જે બાળપણમાં ફિલ્મો ઉપર રાજ કરતાં હતા અને મોટા થયા પછી ફિલ્મોમાં સફળતા મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. આજે અમારી પાસે એવા ટોપ 8નું લિસ્ટ છે. જેમાં તમારા ફેવરીટ એક્ટર પણ સામેલ હશે, તો ચાલો આજે જાણીએ તેમના વિષે વિસ્તારથી.
આફતાબ શિવદાસની :
View this post on Instagram
બાળ આર્ટિસ્ટમાં સૌથી ક્યૂટ બૉયની ટેગ મેળવનાર આફતાબે પોતાના બાળપણમાં ઘણી સુપરહિટ બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોમાં મિસ્ટર ઇન્ડિયા, શહેનશાહ, ચાલબાજ, મસ્ત, કસુર, ક્યાં યહી પ્યાર હૈ, અને હંગામાં મૂવી પણ એમના ખાતામાં સામેલ છે. પરંતુ આજે આફતાબ બોલીવુડના ફ્લોપ એક્ટર્સની યાદીમાં સામેલ છે.
ઇમરાન ખાન :
View this post on Instagram
સુપરસ્ટાર અમીર ખાનનાં ભાણેજ ઇમરાન ખાન પર્સનાલિટી અને લુક્સમાં કોઈને પણ પાછળ મૂકી શકે છે. ઇમરાન ખાને કયામત સે કયામત તક, જો જીતા વહી સિકંદર વગેરે જેવી ફિલ્મોમાં તરીકે બાળ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું પરંતુ આજે તે બૉલીવૂડની સુપર ફ્લોપ્સની યાદીમાં સામેલ છે.
ઉર્મિલા માતોંડકર :
ઉર્મિલાને રંગીલા જેવા ઘણા સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉર્મિલાએ ફિલ્મ “માસૂમ” થી પોતાના બાળ કલાકાર તરીકે દર્શકોના દિલમાં અલગ છાપ છોડી દીધી હતી. પરંતુ આજે સમય સાથે સાથે તે ફ્લોપ થઈ ચૂકી છે અને તેમને કોઈ દિગ્દર્શક અથવા પ્રોડ્યુસર ફિલ્મ નથી લેવા માંગતુ.
જુગલ હંસરાજ :

જુગલ હંસરાજ ભલે આજે બોલીવુડમાં પોતાનો વિશેષ જાદુ ન ચલાવી શક્યો, પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર 8 વર્ષની ઉંમરથી જ તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. ‘1983’ માં રિલીઝ થયેલ ફિલ્મ ‘માસુમ’ થી જુગલને એક નવી ઓળખ મળી હતી જેણે દરેકની આંખોમાં તેમના માટે પ્રેમ ઊભો કર્યો હતો.
હંસિકા મોટવાની :
View this post on Instagram
હંસિકા મોટવાની 90 દાયકાની સુપર હિટ સિરિયલ “શાકા લાકા બૂમ બૂમ” માં કરુણાના પાત્ર માટે જાણીતી છે. આજે પણ તે તમિળ ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તી છે. પરંતુ બૉલીવુડમાં તેમનું નામ “તેરા સુરૂર ” કર્યા બાદ ફ્લોપ ઍક્ટર્સની સૂચિમાં સામેલ છે.
કૃણાલ ખેમૂ :
View this post on Instagram
તમે કૃણાલને ગોલમાલની સિરીઝમાં જોયો જ હશે. તેઓએ બાળ આર્ટિસ્ટ તરીકે રાજા હિંદુસ્તાની, હમ મે હે રાહી પ્યાર, ભાઈ, જુડવા વગેરેમાં મારા શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. પરંતુ આજે તે એક ફ્લોપ એકટર બની ગયો છે.