દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. એમ તો આપણે વર્ષનાં 365 દિવસ પોતાની માતાને પ્રેમ કરીએ છીએ, પરંતુ મધર્સ ડેની વાત જુદી જ હોય છે. આ દિવસ સામાન્ય લોકોથી માંડીને બોલિવૂડના સેલેબ્સ સુધી, બધા જ લોકો માટે ખાસ હોય છે. સામાન્ય લોકો પોતાની માને ખૂબ જ પ્રેમ કરે છે એમ જ બોલિવૂડ સેલેબ્સ પણ પોતાની માને ખૂબ જ પ્રેમ કરે છે. બોલીવૂડના ઘણા સિતારાઓ એવા છે કે જે પોતાની મા માટે બધું જ કરી છૂટવા તૈયાર છે અને પોતાની માને ખૂબ જ પ્રેમ કરે છે. તો ચાલો જાણીએ બોલીવૂડના એવા 9 સિતારાઓના મનની વાત અને એમની મા સાથે જોડાયેલી કેટલીક ખાસ યાદો વિશે –
1. સલમાન ખાન –

સલમાન ખાનની માતા સલમા ખાન ખૂબ જ સરળ છે. સલમાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું – મારી માતા ખૂબ સરળ છે અને બધાને જ પ્રેમથી સાથે લઈને ચાલે છે. મને તેમની બધી જ વાત ગમે છે, પછી ભલે તે તેમનો પ્રેમ હોય કે તેમનો માર. તેનું હૃદય ખૂબ નાજુક છે. બાળપણમાં તોફાન કરવા પર એ અમારી પીટાઈ કરતી અને થોડી જ વાર બાદ ગળે પણ લગાવી લેતી હતી. હું તેમને કદી દુ:ખી જોઈ શકતો નથી તેથી જ્યારે પણ મને કોઈ સમસ્યા આવે છે ત્યારે હું તેને છુપાવવાનો પ્રયત્ન કરું છું જેથી એ પરેશાન ન થાય. હું દરેક જન્મમાં તેમને જ માતા તરીકે ઇચ્છું છું. તેમની સૌથી સારી વાત એ છે કે તે કોઈને ઘરમાંથી ભૂખ્યા જવા નથી દેતી. તેમને બધાને ખાવાનું ખવડાવવામાં મજા આવે છે. તે વિશ્વની શ્રેષ્ઠ માતા છે.
2. અક્ષય કુમાર –

અક્ષય કુમાર તેની માતા અરુણા ભાટિયાની ખૂબ નજીક છે. જોકે, તેની માતા લાઈમલાઈટથી દૂર રહે છે. અક્ષય કહે છે કે તે તેમની માતાની દરેક ઇચ્છા પૂરી કરે છે. થોડા મહિના પહેલા અક્ષયે એક વીડિયો શેર કર્યો હતો. અક્ષયે લખ્યું હતું, ‘તમે જે પસંદ કરો છો, એને વધુમાં વધુ કરો. કંઈક આવું જ બર્થડે ગર્લે પણ કર્યું. છેલ્લું આખું અઠવાડિયું સિંગાપોરમાં વીત્યું, આ સમય દરમિયાન પોતાની માને દુનિયામાં એમની સૌથી વધુ પસંદગીની જગ્યા એટલે કે કેસિનો લઈને ગયો.’ અક્ષયની માતા અરુણા ભાટિયા પ્રોડ્યુસર પણ છે અને હરિઓમ એન્ટરટેઈનમેન્ટ કંપનીમાં અક્ષય અને ટ્વિંકલ સાથે નિર્માતા અને ભાગીદાર છે. તેમના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ સિંહ ઇઝ કિંગ, ખટ્ટા-મીઠા, એક્શન રિપ્લે, તીસ માર ખાન, પટિયાલા હાઉસ, થેંક્યુ, બ્રેકવે, જોકર, ઓહ માય ગોડ, ખિલાડી 786, હોલિડે, એરલિફ્ટ, રુસ્તમ, નામ શબાના, ટોઇલેટ એક પ્રેમકથા, પેડમેન અને મિશન મંગલ જેવી ફિલ્મ્સ બની ચુકી છે.
3. શાહરુખ ખાન –

જ્યારે શાહરૂખ ખાન ફિલ્મ્સમાં આવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે તેની માતા લતીફ ફાતિમાનું અવસાન થયું હતું. શાહરૂખ ઈચ્છતો હતો કે તેની માતા તેને મોટા પડદા પર જોવે પરંતુ તે થઈ શક્યું નહીં. શાહરૂખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની માતાની કમી હંમેશા તેને સતાવે છે. એક માતા જ હતી જે તેમની બધી ઇચ્છાઓ પૂરી કરતી હતી.
4. અમિતાભ બચ્ચન –

અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચન હવે આ દુનિયામાં નથી. અમિતાભ ઘણીવાર તેની માતાને યાદ કરે છે. મધર્સ ડે પર, તેમણે પોતાની માતાને યાદ કરીને લખ્યું – ‘દરેક દિવસ મધર્સ ડે છે. આ દુનિયાની સૌથી સુંદર મા, મારી અમ્મા જી.’ બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું – જ્યારે તમે ઠીક ન હો, ત્યારે એ તમારી તબિયત ઠીક કરતી હતી? ચાલો આ મધર્સ ડે આપણે એ જૂના દિવસો તરફ પાછા જઈએ અને પોતાના પ્રિયજનો સાથે સમસ્યાઓ શેર કરીએ. કોરોના સામે લડવાનું છે, ડરવાનું નથી.
5. સની દેઓલ –

સની દેઓલ પોતાની માતા પ્રકાશ કૌર સાથે રહે છે, અત્યારે તેઓ પોતાની માતા સાથે સારો સમય પસાર કરી રહયા છે. હાલમાં જ તેમણે પોતાની માતા સાથેની તસ્વીર શેર કરી હતી, જેમાં પ્રકાશ કૌર દીકરા સની દેઓલના ખભા પર આરામ કરતી દેખાઈ હતી.
6. અર્જુન કપૂર –

અર્જુન કપૂર તેની માતા મોના કપૂરને ખૂબ જ ચાહે છે. બોની કપૂરથી અલગ થયા પછી, મોનાએ એકલા હાથે અર્જુન અને અંશુલાને ઉછેર્યા હતા. તસ્વીરમાં અર્જુન કપૂર માતા મોના કપૂરના ખોળામાં દેખાઇ રહ્યો છે. તેણે લખ્યું – તમે જ મને તારાઓને સ્પર્શવાનું શીખવ્યું અને હવે તમે અમને એ જ તારાઓ સાથે દેખાઓ છો.
7. અભિષેક બચ્ચન –

અભિષેક બચ્ચન તેની માતાની જેટલી નજીક છે એટલા જ એમનાથી ડરે છે, જેટલી તે તેની માતા જયા બચ્ચનની નજીક છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તે ઘરમાં સૌથી વધુ માતાથી જ ડરે છે. જો કે, કેટલીકવાર બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી પણ જોવા મળે છે. હાલ અભિષેક માતાને ખૂબ જ મિસ કરી રહ્યા છે કારણ કે જયા લોકડાઉનને કારણે દિલ્હીમાં અટવાયેલી છે. તેમણે તેમની માતાનો ફોટો શેર કર્યો અને લખ્યું – મા. #HappyMothersDay.
8. આમિર ખાન –

આમિર ખાને મધર્સ ડે પર માતા ઝીનત હુસૈન સાથે એક ફોટો શેર કર્યો. તે અને ઝીનત હુસેન ઘાસના ઢગલા પર બેઠા જોવા મળે છે. આમિરે કેપ્શન લખ્યું – અમ્મી અને હું, વિશ્વની શ્રેષ્ઠ મા.
9. ધર્મેન્દ્ર –

ધર્મેન્દ્ર પણ તેની માતાને ખૂબ જ મિસ કરે છે. થોડા મહિના પહેલા જ ધર્મેન્દ્રએ તેની માતાને જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યું – ‘દિલથી અલગ છું … મિત્રો, કહી દઉં છું, નાનો હતો. માતાને કહી બેઠો, તમે મને ક્યારેય છોડીને નહિ જાઓ, તમે હંમેશાં જીવંત રહેશો. માતાએ ગળે લગાવી દીધો, તે કહેવા લાગી, શું તારા નાના-નાની જીવે છે? હું પણ તો એમના વિના જીવું છું.’
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.