બોલિવૂડમાં એવી કેટલીક મમ્મીઓ પણ છે કે જેમને પોતાની કારકિર્દી માત્ર એટલા માટે જ છોડી દીધી જેથી તેઓ પોતાના બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે. આ મમ્મીઓએ આવો નિર્ણય ત્યારે લીધો હતો જયારે તેઓની કારકિર્દી સફળતાની શિખરો પર હતી. ભલે તેઓએ પોતાની કારકિર્દી છોડી દીધી પણ આજે પણ તેમના ચહેરા પરની ચમક કહેતી હોય છે કે તેમની મહેનત બેકાર નથી ગઈ. તેઓનો નિર્ણય સાચો જ હતો. તો ચાલો આજે જાણીએ બોલિવૂડની આવી જ મમ્મીઓ વિશે કે જેમને બાળકોના ઉછેર માટે થઈને બોલિવૂડને ઠોકર મારી દીધી.
કાજોલ –
જયારે કાજોલે અજય દેવગણ સાથે લગ્ન કરાયા હતા ત્યારે કાજોલ પોતાની કારકિર્દીમાં ટોચ પર હતી. એ પછી તેમણે વર્ષ 1999માં લગ્ન કરી લીધા અને આજે તેના બે બાળકો છે દીકરી ન્યાસા અને દીકરો યુગ. તેમણે બાળકો માટે થઈને પોતાની કારકિર્દી છોડી દીધી હતી અને એ સમયે કહ્યું હતું કે તેઓ પોતાના જીવનમાં થોડી શાંતિ અને સુકુન ઈચ્છે છે. બાળકોના મોટા થયા પછી કાજોલે ફરીથી બોલિવૂડમાં કામ કરવાનું શરુ કર્યું છે અને એ પછી તેમણે દિલવાલે અને હેલિકોપ્ટર ઇલામાં જોવામાં આવ્યા છે.
શ્રીદેવી –
બોલિવૂડની હવા-હવાઈ શ્રીદેવીએ જયારે ડિરેક્ટર બોની કપોર સાથે લગ્ન કર્યા ત્યારે તેઓ પ્રેગ્નેન્ટ જ હતા. તેમણે પોતાની કારકિર્દીથી બ્રેક એ સમયે જ લીધો જયારે તેઓ તેની ચરમસીમા પર હતા. તેમણે પોતાની દીકરીઓ જાહન્વી અને ખુશીના ઉછેર માટે થઈને બોલિવૂડથી બ્રેક લીધો હતો. તેમણે બોલિવૂડથી 15 વર્ષનો બ્રેક લીધો હતો અને પછી ઈંગ્લીશ વિંગ્લિશ અને મોમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અત્યારે પણ શ્રીદેવીની બંને દીકરીઓમાં તેમની ઝલક જોવા મળે છે.
જેનિલિયા ડિસૂઝા –
View this post on Instagram
બોલિવૂડની સૌથી ક્યૂટ જોડી રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસૂઝાના લગ્ન 3 ફેબ્રુઆરી 2012ના રોજ થયા હતા. બોલિવૂડમાં સાથે કામ કર્યા બાદ આ બંનેએ પોતાના જીવનમાં પણ એકબીજાનો સાથ નિભાવવાનું નક્કી કર્યું અને બંનેએ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા. ફિલ્મો પડદા પર લોકોનું ઘણું મનોરંજન કર્યું પણ જેનિલિયા જયારે મા બની ત્યારે તેને બાલિવૂડને અલીવિદા કહી દીધું હતું. અત્યારે પણ તેની દુનિયા તેના દીકરાની આસપાસ જ ફરે છે.
માધુરી દીક્ષિત –
View this post on Instagram
બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના અભિનય અને ડાન્સિંગના દીવાના દરેક હશે. આ અભિનેત્રીને લોકો હિન્દી સિનેમાની ડાન્સિંગ દીવા પણ કહીને બોલાવે છે. માધુરી દીક્ષિતે ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને તેમના બે દીકરાઓ પણ થયા, રિયાન અને એરિન. માધુરી દીક્ષિતે પોતાના પરિવાર માટે થઈને બોલિવૂડથી એક લાંબુ વેકેશન લઇ લીધું હતું. એ પછી હાલમાં જ તેઓ ફિલ્મ કલંકમાં સંજય દત્ત સાથે જોવા મળ્યા હતા.
તારા શર્મા –
ફિલ્મ પેજ 3 અને ખોસલા કે ઘોસલા ફેમ અભિનેત્રી તારા શર્મા હાલ ફિલ્મોથી દૂર છે. પણ આજે પણ તેમના ચાહકો તેમણે યાદ રાખે છે. તેમણે ઘણી કોમેડી ફિલ્મોમાં પણ કામ કર્યું અને દર્શકોના દિલમાં જગ્યા બનાવી પણ હવે તેઓ ફિલ્મોથી ઘણા દૂર થઇ ગયા છે અને લાઇમલાઇટમાં પણ નથી આવતા. તેમણે પોતાના બાળકોના ઉછેર માટે પોતાના એક્ટિંગ કરિયરને અલવિદા કહી દીધું હતું.
શિલ્પા શેટ્ટી –
આજકાલ ડાન્સિંગ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળતી બોલિવૂડની અભિનેત્રી શિલ્પાએ શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા બાદ દીકરા વિવાનને જન્મ આપ્યો. આ પછી તેને પોતાના દીકરાના ઉછેર માટે થઈને બોલિવૂડની પોતાની સફળ કારકિર્દી છોડી દીધી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App