મનોરંજન

બોલિવૂડ લોકપ્રિય અભિનેત્રી વિદ્યા સિંહાનું 71 વર્ષે નિધન, શું હતું કારણ? જાણો

રજનીગંધા ફિલ્મમાં સફળતા મેળવનારી ફેમસ બોલિવૂડની અભિનેત્રી વિધા સિન્હા 71 વર્ષની ઉંમરે જિંદગીની જંગ હારી ગઈ છે. તેમને મુંબઈમાં જુહુના ક્રિટીકેયર હોસ્પિટલમાં 15 ઓગસ્ટ ગુરુવારે અંતિમ શ્વાસ લીધો હતો. તેમનું નિધન  15ઓગસ્ટના બપોરે 12 વાગે થયું હતું.

Image Source

રિપોર્ટ અનુસાર તેમની તબિયત ખુબ જ ખરાબ થઇ હતી. તેમને ફેફસા અને હૃદયને લગતી બીમારી હતી. તેમની હાલત જોઈએ તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતા. તેમને ફેફસાની બીમારી પાછળ વર્ષે જ થઇ હતી અને તેમને ત્રણ મહિના પહેલા જ આ વાતની ખબર પડી હતી. તેમને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

Image Source

તેમની તબિયત ખુબ જ નાજુક હતી. રિપોર્ટ અનુસાર તેમનું બ્લડ પ્રેશર અને પ્લસ રેટ સ્થિર થયા પછી તેમને પ્રોજીટીવ એયરવે પ્રેશર (PAP) વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

વિદ્યા સિંહાએ છોટીસી બાત, રજનીગંધા,મુકિત, ઈનકાર, શ્નપતિ પત્ની ઔર વો, તુમ્હારે લિયે, સ્વયંવર, મગરૃર, સફેદ જૂઠ સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમણે ફેમસ ટીવી સિરિયલ્સ કાવ્યાંજલિ, કૂબૂલ હૈં, કુલ્ફી કુમાર બાજેવાલામાં પણ કામ કર્યું હતું.

Image Source

તેમની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો વિદ્યાએ 1968માં તેમના પડોસી તમિલ બ્રાહ્મણ વેંકટેશ્વર ઐયર સાથે લગ્ન કર્યા હતા અને દીકરી જાન્હવીને 1989માં દત્તક લીધી. તેમના પતિનું નિધન 1996માં થયું. પછી તેઓ થોડા વર્ષો સિડનીમાં રહ્યાં.

Image Source

તેમની રીલ લાઈફ સિવાય રિયલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે 2009માં તેમના બીજા પતિ ભીમરાવની વિરુદ્ઘમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે તેના પર મેન્ટલી અને Physically હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તેમણે પોતાના હસબન્ડની વિરુદ્ઘ કેસ કર્યો હતો જે તેઓ જીતી પણ ગયાં હતાં. ત્યારબાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા હતા. તેઓ હાલ ટીવી સિરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં ભૂમિકા કરી રહ્યાં હતાં.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks