મનોરંજન

બૉલીવુડના 8 સ્ટાર્સ જેમણે ફિલ્મોમાં પોતાની ભાભી અને સાળી સાથે કર્યું રોમાન્સ, 5 નંબર તો બાપ રે

વાહ જલસા તો આમને જ છે, મજા પડી ગઈ હશે કે ભાભી અને સાળી જોડે કર્યો રોમાન્સ, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

કહેવાય છે કે જોડીઓ ઉપરથી જ બનીને આવે છે. વાત કરીયે બોલીવુડની તો એક જમાનામાં જે લોકોએ ફિલ્મોમાં એક સાથે રોમાન્સ કર્યું હતું ભવિષ્યમાં તે જ કલાકારો એક બીજાના દેવર-ભાભી અને જીજા-સાળી બની ગયા.આજે અમે તમને એમાંની જ અમુક ખાસ જોડીઓ વિશે જણાવીશું.

Image Source

1. રાની મુખર્જી-ઉદય ચોપરા:

અભિનેતા ઉદય ચોપરા રાની મુખર્જીના પતિ આદિત્ય ચોપરાના નાના ભાઈ છે. વર્ષ 2002 માં આવેલી ફિલ્મ મુજસે દોસ્તી કરોગે માં ઉદ્દય અને રાનીએ એક સાથે કમ કર્યું હતું. ફિલ્મમાં ઋત્વિક રોશન અને કરીના કપૂર પણ મુખ્ય કિરદારમાં હતા.

Image Source

2. અનિલ કપૂર-શ્રી દેવી:

સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી અને અભિનેતા અનિલ કપૂરની બેસ્ટ ઓનસ્ક્રીન જોડી માનવામાં આવતી હતી. બંનેએ ઘણી ફિલ્મો એકસાથે કરી હતી અને રોમાન્સ પણ કર્યું હતું. ઓનસ્ક્રીન પર અનિલ કપૂર સાથે રોમાન્સ કરનારી શ્રીદેવીએ અનિલ કપૂરના મોટા ભાઈ બોની પૂર સાથે લગ્ન કર્યા હતા.

Image Source

3. નસરુદીન શાહ-સુપ્રિયા પાઠક:

નસરુદીન શાહ અને સુપ્રિયાએ ઘણી ફિલ્મો એકસાથે કરી હતી. બંન્નેની જોડીને તે સમયે ખુબ પસંદ કરવામાં આવતી હતી. તે સમયે નાસિરુદીને સુપ્રિયાની બહેન રત્ના પાઠક સાથે લગ્ન કર્યા હતા.

Image Source

4. પદ્મિની કોલ્હાપુરી-શક્તિ કપૂર:

બોલીવુડના કોમેડિયન અને વિલેન તરીકે ઓળખાતા અભિનેતા શક્તિ કપૂરે શિવાંગી કોલ્હાપુરી સાથે લગ્ન કર્યા છે. શક્તિ કપૂરની સાળી પદ્મિની કોલ્હાપુરી એક જાણીતી અભિનેત્રી રહી ચુકી છે અને બંન્નેએ ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે.

Image Source

5. સૈફ અલી ખાન-કરિશ્મા કપૂર:

ફિલ્મ હમ સાથ સાથ હૈં માં કરિશ્મા અને સૈફ અલી ખાને સાથે મ કર્યું છે અને બંન્ને રોમાન્સ કરતા જોવા મળ્યા હતા, દર્શકોને પણ તેની જોડી ખુબ પસંદ આવી હતી. કદાચ તેઓને પણ ખબર નહિ હોય કે એક દિવસ બંન્ને એકબીજાના જીજા-સાળી બનશે.

Image Source

6. અજય દેવગન-રાની મુખર્જી:

અભિનેત્રી રાની મુખર્જી અજય દેવગનની પત્ની કાજોલની પિતરાઈ બહેન છે. આ હિસાબે રાની મુખર્જી અજયની સાળી છે. બંન્નેએ ફિલ્મ ચોરી-ચોરી અને એલઓસી માં સાથે કામ કર્યું છે. અજય-રાનીની જોડીને તે સમયે ખુબ પસંદ કરવામાં આવી હતી.

Image Source

7. રણધીર કપૂર અને નીતુ કપૂર:

રણધીર કપૂરે નીતુ સિંહ સાથે ફિલ્મ ઢોંગી, હીરાલાલ પન્નાલાલ અને કસમેં વાદેમાં રોમાન્સ કર્યું હતું. નીતુ કપૂરે રણધીરના નાના ભાઈ ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા હતા.

Image Source

8. અશોક કુમાર-મધુબાલા:

અશોક કુમારે પોતાના નાના ભાઈ કિશોર કુમારની પત્ની મધુબાલા સાથે સ્ક્રીન પર ખુબ રોમાંસ કર્યું હતું. બંન્નેએ એકસાથે મહલ અને હાવડા બ્રિજ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.