આપણા તહેવારો મનોરંજન

ખરેખર… બોલિવુડના આ ગીતો વિના અધૂરી હોળી-ધૂળેટીની પાર્ટી

હોળી આપણા બધા માટે આનંદ, રોમાંચ અને ઉત્તેજના લાવે છે. સામાન્ય માણસો હોય કે બોલિવુડના સેલેબ્સ, દરેક હોળી ખૂબ ધમાલ મજા સાથે ઉજવે છે. એટલું જ નહીં, હોળીના તહેવાર પર બોલિવૂડમાં ઘણાં હિટ ગીતો બનાવવામાં આવ્યા છે, જેના વગર આપણી હોળી પાર્ટી અધૂરી છે.

Image Source

તો આ હોળી પર આ ગીતો સાથે હોળીની ઉજવણી કરો. તે સાથે તમારુ મન પસંદ ગીત કમેન્ટ કરો.

1. અંગ થી અંગ લગાના…

Image Source

વર્ષ 1993માં આવેલી યશરાજ બેનરની ફિલ્મ ડરમાં હોળીના સેલિબ્રેશન વખતે આ ગીત ફિલમવામાં આવ્યું હતું. આ ગીતમાં શાહરૂખ ખાન, જુહી ચાવલા સાથે સની દેઓલ જોવા મળી રહ્યા છે.

2. હોલી કે દિન ખીલ જાતે હૈ…

Image Source

આ ગીત સુપર હિટ ફિલ્મ શોલેનું છે. 1975માં આવેલી આ ફિલ્મે ઇતિહાસ રચ્યો હતો. તે સાથે ફિલ્મના ગીતો પણ દર્શકોએ ખુબ જ પસંદ કર્યા હતા. તેમાં પણ હેમા માલિની અને ધર્મેન્દ્ર પર ફિલમાવવામાં આવેલું આ ગીત દર્શકોએ ખુબ જ પસંદ કર્યુ અને આજે પણ હોળીમાં આ ગીત તો વાગે જ છે.

3. આજના છોડેગે, બસ હમ જોલી ખેલેંગે હમ હોલી…

Image Source

આ ગીત રાજેશ ખન્ના અને આશા પારેખ અભિનિત ફિલ્મ કટી પતંગનું છે. ફિલ્મમાં કલાકારોના અભિનય સાથે આ ગીતના પણ ભરપુર વખાણ થયા હતા.

4. રંગ બરસે…

Image Source

ભારતના સત્તાવાર હોળી ગીત ‘રંગ બરસે’ કહેવું ખોટું નહીં લાગે. અમિતાભ બચ્ચન અને રેખા દર્શાવતો આઇકોનિક નંબર ખુદ બિગ બીએ ગાયું છે. ‘સિલસિલા’ ના ગીતની દરેક હોળીના ગીતો પ્લેલિસ્ટમાં એક નિશ્ચિત સ્થાન છે.

5. સોની સોની…

Image Source

ફિલ્મ મોહહાબતેંનું આ આઇકોનીક સોંગ આજે પણ લોકો સાંભળતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે. હોળીના આ તહેવાર પર આ સોંગ ના વાગે તો કેવી રીતે ચાલી શકે?

6. હોલી ખેલે રઘુવીરા…

Image Source

‘બાગબાન’ નું ‘હોળી ખેલ રઘુવીરા’ ગીત પપી, વાઇબ્રેન્ટ છે અને બિગ બીનો અવાજ નાના મોટા સૌને ડાન્સ ફ્લોર તરફ ખેંચી જશે.

7. બલમ પિચકારી જો તુને મુજે મારી…

Image Source

ફિલ્મ યે જવાની હે દિવાનીનું આ સુપર હિટ સોંગ છે. જે હોળીની પાર્ટીની શાન હોય છે તેમ કહેવુ પણ ખોટુ નથી. દીપિકા અને રણબીરના ફેન્સ હોય કે ના હોય પણ આ ગીત સાંભળતા ડાન્સ કરવાનું મન તો ચોકક્સ પણ થઇ જાય છે.

8. લહુ મુહ લગ ગયા…

Image Source

રણવીર સિંહ અને દીપિકા અભિનિત ફિલ્મ રામ લીલાના આ ગીત ગુજરાતીઓમાં અલગ જ જોશ પેદા કરે છે. ગરબાની બિટ પર હોળીનું ગીત રંગો સાથે ગરબાના તાલનું અનોખુ કોમ્બિનેશન જોવા મળે છે.

9. ડુ મી અ ફેવર લેટ્સ પ્લે હોલી…

Image Source

‘વક્ત- ધ રેસ અગેન્સ ટાઇમ’ ટૂંક સમયમાં રીલીઝના 14 વર્ષ પૂર્ણ કરશે. અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા દર્શાવતા ‘ડુ મી અ ફેવર લેટ્સ પ્લે હોલી’ ગીત અનેક હોળી પાર્ટીઓમાં વગાડવામાં આવે છે.

10. જય જય શિવ શંકર…

Image Source

રાજેશ ખન્ના અને મુમતાઝ સ્ટારર ફિલ્મ ‘આપ કી કસમ’ આજે પણ ‘જય જય શિવ શંકર’ ગીત માટે યાદ આવે છે. જૂનુ ગીત તો સરસ હતુ તે સાથે ફિલ્મ વોરમાં રિતિક અને ટાઇગરે આ ગીતના રિમિક્સ પર ફુલ જોશ સાથે ડાન્સ કર્યો છે, અને આ ગીત પર ફેન્સને નાચવા પર મજબુર કર્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.