ખબર ફિલ્મી દુનિયા

લંબાઈમાં બધાને માત આપે છે આ 7 અભિનેત્રીઓ, આ લોકપ્રિય અભિનેતાની દીકરી છે સૌથી લાંબી

બૉલીવુડ અભિનેત્રીઓમાં સુંદરતાની સાથે સાથે તેઓની લંબાઈનું પણ ખાસ યોગદાન હોય છે. ઘણીવાર ફિલ્મોમાં વધારે લંબાઈવાળી અભિનેત્રીઓને ધ્યાનમાં લેવામાં આવે છે. ઘણીવાર તો ફિલ્મોમાં અભિનેત્રીઓની લંબાઈ અભિનેતાઓ કરતા પણ વધારે હોય છે. એવામાં આજે અમે તમને બોલીવુડની એવી જ અમુક સુંદર અને ભરપૂર લંબાઈ વાળી અભિનેત્રીઓ વિશે જણાવીશું.

1. કૈટરીના કૈફ:

Image Source

કૈટરીના કૈફની ગણતરી પણ સારી લંબાઈ વાળી અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. સુંદરતાની સાથે સાથે કૈટરિનાની લંબાઈ પણ લાજવાબ છે. કૈટરિનાની લંબાઈ 5 ફૂટ 6 ઇંચ છે.

2. અનુષ્કા શર્મા:

Image Source

હાલ અનુષ્કા શર્મા ફિલ્મોથી દૂર પોતાના પતિ વિરાટ કોહલી સાથે સમય વિતાવી રહી છે. અનુષ્કાએ શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘રબને બનાદી જોડી’ દ્વારા એન્ટ્રી લીધી હતી. અનુષ્કાની લંબાઈ 5 ફૂટ 6 ઇંચ છે.

3. શિલ્પા શેટ્ટી:

Image Source

માં બન્યા પછી પણ શિલ્પાની ફિટનેસ અને સુંદરતામાં કોઈ ખામી નથી આવી. યોગા કવિન શિલ્પાની લંબાઈ 5 ફૂટ 6 ઇંચ છે.

4. દીપિકા પાદુકોણ:

Image Source

દીપિકા પાદુકોણની ગણતરી બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાં થાય છે. અમુક દિવસો પહેલા જ દીપિકાએ ફિલ્મ ‘છપાક’ ની શૂટિંગ પુરી કરી છે. દીપિકાની લંબાઈ 5 ફૂટ 7 ઇંચ છે.

5. બિપાશા બાસુ:

Image Source

બિપાશા બાસુ બોલીવુડમાં પોતાની ફિટનેસ માટે ઓળખવામાં આવે છે. બંગાળી અભિનેત્રી બિપાશા બાસુ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને પોતાના પતિ કરન સિંહ ગ્રોવર સાથે સમય વિતાવી રહી છે. બિપાશા બાસુની લાંબાઈ 5 ફૂટ 7 ઇંચ છે.

6. સુષ્મિતા સેન:

Image Source

પૂર્વ વિશ્વ સુંદરી સુષ્મિતા સેને બોલીવુડમાં એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે ગોવિંદાથી લઈને સલમાન-શાહરુખ ખાન જેવા દિગ્ગ્જ અભિનેતાઓ સાથે પણ કામ કર્યું છે. જણાવી દઈએ કે સુષ્મિતા સેનની લંબાઈ 5 ફૂટ 7 ઇંચ છે.

7. સોનમ કપૂર:

Image Source

બોલીવુડની ચુલબુલી અને લોકપ્રિય અભિનેતા અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે ‘સાંવરિયા’ ફિલ્મથી પોયતાના કેરિયરની શરૂઆત કરી હતી. બોલીવુડની ફેશન ડિવા સોનમની લંબાઈ 5 ફૂટ 9 ઇંચ છે અને તે બોલીવુડમાં સૌથી લાંબી અભિનેત્રી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.