મનોરંજન

આ 10 ફિલ્મોમાં અભિનેતાનું હતું ઓનસ્ક્રીન એક્સ્ટ્રા મેરિટલ અફેયર, ઇમરાન હાશ્મીની રહી ગઈ હતી કહાની અધૂરી

10 ફિલ્મોને જોઈએ મગજ જશે, ખરેખર આ બૉલીવુડ ‘લફરાં’ કરતા જ શીખવાડે છે?

બોલિવૂડમાં એક બાજુ પ્રેમ, મહોબત, અને લગ્નને લઈને ઘણી ફિલ્મો છે અને આ ફિલ્મોમાં લગ્ન પછી બીજા અફેયર કરવું પાપ કહેવામાં આવ્યું છે

અને બીજી બાજુ એવી પણ ફિલ્મો છે જેમાં પતિ કે પત્ની તેના લગ્ન જીવનથી ખુશ નથી હોતી અને તે બીજા વ્યક્તિને શોધે છે અને તેના સાથે તેને પ્રેમ થઇ જાય છે.બોલિવૂડમાં આવી ઘણી ફિલ્મો જોવા મળી છે અને

લોકોએ આ ફિલ્મો પ્ર્ત્ય આક્રોશ પણ વ્યક્તિ કર્યો છે પરંતુ ક્યાંકને કયાંક આ ફિલ્મોમાં સચ્ચાઈ પણ છે. તો આજે આમે એવી જ કેટલીક ફિલ્મો લઈને આવ્યા છીએ જેમાં લગ્ન પછી પણ અફેયર હોય છે અને આ વાત જાણવા છતાં તેમને માફ કરી દે છે અને બંને પાછા એક થઇ જાય છે.

Image Source

1. સિલસિલા :

આ ફિલ્મ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મમાની એક છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જ્યાં, રેખા અને સંજીવ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ રેખા અને અમિતાભ બંને એકબીજાને પ્રેમ કરે છે, પણ બંનેના લગ્ન અલગ અલગ વ્યક્તિ સાથે થાય છે. રેખાનાં લગ્ન સંજીવ સાથે અને જયાના લગ્ન અમિતાભ સાથે. લગ્ન પછી પણ રેખા અને અમિતાભ વચ્ચે અફેયર ચાલે છે આ ફિલ્મ 1981 માં આવી હતી.

Image Source

2. પતિ પત્ની ઓર વો:

આ ફિલ્મના નામ પરથી કે ખ્યાલ આવી જાય છે. આ ફિલ્મમાં સંજીવ કુમારના લગ્ન વિધા સિન્હા સાથે થાય છે પણ જયારે તે રંજીતાને મળે છે તો તેને તેના સાથે પ્રેમ થઇ જાય છે. આ ફિલ્મ રંજીતા તેની સેક્રેટરી હોય છે. આ ફિલ્મ 1978 માં આવી હતી.

Image Source

3. બીબી નંબર વન:

આ ફિલ્મ વર્ષ 1999 માં આવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન, કરિશ્મા કપૂર, અનિલ કપૂર અને સુસ્મિતા સેન મુખ્ય ભૂમિકામાં હોય છે. આ ફિલ્મમા સલમાન ખાન અને સુસ્મિતા સેનનું અફેર બતાવ્યું છે જયારે સલમાનની પત્ની તો કરિશ્મા હોય છે.

Image Source

4. અસ્તિત્વ:

આ ફિલ્મમાં એકલાપણાથી પીડિત એક પત્નીની કહાની છે, જેને પોતાના પતિથી પ્રેમ ન મળતા પોતાના સંગીતના શિક્ષક સાથે આકર્ષિત થાય છે અને તેને પ્રેમ કરી બેસે છે. આ ફિલ્મ 2000માં આવી હતી.

Image Source

5. કભી અલવિદા ના કહના:

આ ફિલ્મમા રાની મુખર્જી અભિષેક બચ્ચન સાથે અને શાહરુખ ખાન પ્રીતિ ઝીંટા સાથે લગ્ન કરી ચુક્યા હોય છે. પરંતુ તેઓ એકબીજા સાથે ખુશ નથી રહેતા. જયારે રાની અને શાહરુખ એકબીજને મળે છે તો બંનેનું અફેયર શરુ થઇ જાય છે. આ ફિલ્મોનો ખુબ જ વિરોધ પણ થયો હતો.

Image Source

6. નો એન્ટ્રી:

આ ફિલ્મમાં અનિલ કપૂરને બિપાશા સાથે ના ઇચ્છતા પણ પ્રેમ થઇ જાય છે જયારે અનિલના લગ્ન તો પહેલેથી લારા સાથ થઈ ગયા હોય છે. આ ફિલ્મ 2005માં આવી હતી.

7. રૉકસ્ટાર:

રણબીર કપૂરની સુપરહિટ ફિલ્મમાં એક સુંદર પ્રેમ કહાની પર આધારિત છે. આ ફિલ્મમાં નરગીસ અને રણબીર લગ્ન પહેલા એકબીજાને પ્રેમ કરે છે પરંતુ નરગીસના લગ્ન બીજા સાથે થાય છે. લગ્ન પછી પણ નરગીસ અને રણબીરનું અફેર ચાલુ રહે છે. આ ફિલ્મ 2011માં આવી હતી.

Image Source

8. મર્ડર:

આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત અસ્મિત પટેલની  પત્ની હોય છે  એન તેનું ઇમરાન હાશમી સાથે અફેર હોય છે. આ ફિલ્મ 2004માં આવી હતી.

9. હમારી અધૂરી કહાની: ફિલ્મ હમારી અધૂરી કહાનીમાં વિદ્યા બાલનના લગ્ન અભિનેતા રાજકુમાર રાવ સાથે થયા હોય છે પરંતુ લગ્ન પછી વિદ્યા ધીમે ધીમે ઇમરાન હાશ્મીના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ 2015 માં આવી હતી.

Image Source

10. ઝહર:

આ ફિલ્મમાં ઇમરાન હાશમી અને શમિતા શેટ્ટી પતિ પત્ની હોય છે તેમ છતાં ઇમરાનું ઉદિતા ગોસ્વામી સાથે અફેયર ચાલતું હોય છે. આ ફિલ્મ 2005માં આવી હતી.