ફિલ્મી દુનિયા

બોલીવુડમાં મજબૂત છે ડ્રગ્સના મૂળિયાં, ખાનગી કેમેરામાં કેદ થયું અંધારી પાર્ટીનું સત્ય

બોલીવુડની કાળી કરતૂત બહાર આવી, વાંચો અંદરના ડાર્ક સિક્રેટ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સને લઈને એક નવો વળાંક આવ્યો છે. બોલીવુડમાં પણ એ  વાતને લઈને ચર્ચાઓ હવે ગરમ થઇ ગઈ છે કે બોલીવુડમાં ડ્રગ્સના મૂળિયાં ઊંડે સુધી ઉતરેલા છે. ઘણા સેલેબ્રીટી એવો દાવો કરી રહ્યા છે કે ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. કંગનાએ તો ખુલીને આ વિશે મીડિયા સાથે વાત કરી છે. હવે એક મીડિયાના અંડર કવર રિપોર્ટમાં એ સામે આવ્યું છે કે બોલીવુડની પાર્ટીઓમાં કોકીન સૌથી સામાન્ય છે. તેના વગર કોઈપણ પાર્ટી અધૂરી રહે છે.

Image Source

બોલીવુડના જ એક મોટા કોરિયોગ્રાફર મ્યુઝિશિયન, ડીજેનો દાવો છે કે ફિલ્મ સેલેબ્રીટી વધારે પ્રમાણમાં કોકીનના આદિ હોય છે. કોકીન વગર કોઈપણ પાર્ટીનું આયોજન નથી કરવામાં આવતું. તો ત્યાં જ એ વ્યક્તિનું માનવું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર ડ્રગ્સના મૂળિયાં એટલા મજબૂત છે કે જો એક સમયે પાર્ટીમાં તેનું સેવન ના કરવામાં આવે તો ઘણીવાર પાર્ટીનું આયોજન કરનારનો મઝાક બનાવવામાં આવે છે.

Image Source

જો તમારી પાસે કોકીન નથી તો તમારી પાર્ટી ફ્લોપ થઇ જાય છે? શું તમે મૂર્ખ છો? તમે  બોલાવ્યો? તમારી પાસે કોક નથી? કેટલાક આવા જ સવાલો ઉભા થાય છે. તો રિપોર્ટરને એક ગાયક દ્વારા ખબર મળી કે બોલીવુડની પાર્ટીઓમાં સૌથી વધારે કોકીનનું સેવન થાય છે અને તેના જણાવ્યા પ્રમાણે ઝડપથી ખતમ પણ થઇ જાય છે અને ઘણા લોકો લાઈનમાં લાગેલા હોય છે.

Image Source

તો એ ગાયકે સેલેબ્રીટીની એ  વાતચીતને પણ યાદ કરી જે પાર્ટીઓમા વધારે પ્રમાણમાં થાય છે. તમે ક્યાંથી ડ્રગ્સ લીધું,  તમારો ડીલર કોણ છે, સિંગર અને કમ્પોઝરે પોતાની લત વિશે પણ જણાવ્યું હતું. તેને કહ્યું કે: “હું પહેલા કોકીન લેતો હતો. બીજો કોઈ રસ્તો નહોતો. જો ત્યાં બેઠેલા બીજા લોકો લઈ રહ્યા છે તો હું  શું કરીશ ? અમે રાત્રે 9 વાગે શરૂ કરીશું અને બીજા દિવસે 10-11-12 સુધી ચાલુ રાખીશું.”

Image Source

તો જાણકારી એવી પણ મળી છે કે આ પાર્ટીઓમાં ડ્રગ્સનો વપરાશ જરૂર કરવામાં આવે છે. પરંતુ બધું જ કામ ખુબ જ ખાનગી રીતે પૂરું કરવામાં આવે છે. પાર્ટીઓમાં ડ્રગ્સ કુરિયર્સનો કોડનેમ “ગૉટ” હોય છે અને આ આખા મુંબઈમાં ફેલાયેલું છે અને  ફોન ઉપર ઓર્ડર લે છે. તેમની પાસે કોઈ વૃદ્ધ હોય છે જે જુના સ્કૂટર પર આવશે. કોઈપણ તેના દેખાવ ઉપર શંકા નથી કરતું. તેને બોલાવવા ઉપર તે સમય બગાડ્યા વિના ઝડપથી આવશે. આવા લોકો દરેક વિસ્તારમાં છે.

Image Source

તો ત્યાં જ એક મોટા ફિલ્મ ડાયરેક્ટર સાથે આ વિશે એક રિપોર્ટરે વાત કરી હતી. તેને પણ સિંગરની જેમ જ એ વાતને માની છે કે બોલીવુડમાં ડ્રગ્સ સામાન્ય વાત છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધામાં તો દરેક વ્યક્તિ જોડાયેલું છે.

Image Source

એવું પણ જણાવવામાં આવ્યું છે કે બોલીવુડની એક લોબી છે. જે આ ડ્રગ્સનું સેવન કરે છે. આ લોબીમાં ઘણા મોટા સીતારાઓના નામ જોડાયેલા છે. ડાયરેક્ટરે તો એમ પણ જણાવ્યું કે આ મામલામાં અભિનેત્રીઓ પણ કોઈથી પાછળ નથી રહેતી.

Image Source

એક બીજા લીડીંગ પ્રોડક્શન ડિઝાઈનરે એ ડ્રગ્સ ચેનનો પણ ખુલાસો કર્યો છે જે હંમેશા  જોવા મળે છે. તેમના જણાવ્યા પ્રમાણે ફિલ્મી હસ્તીઓનો એક સ્પેશિયલ ડ્રગ્સ કાર્ટેલથી પોતાનો સ્ટફ મળે છે. તેને કહ્યું કે: “સ્ટાર્સની એક પોતાની લોબી હોય છે. તે ખુબ જ વિશિષ્ટ હોય છે. તે ખુબ જ ખાનગી રીતે ઓપરેટ કરે છે. કોઈ એક છોકરો ત્યાં હશે જે આ બધું જ ડીલ કરતો હશે. તેમના સપ્લાયર્સ ખુબ જ ખાનગી રીતે કામ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.