GujjuRocks

બોલીવુડના આ 5 પ્રેમી-પંખીડાઓએ ધર્મની દીવાલો તોડીને કર્યા લગ્ન, નંબર 4 વિશે કોઈએ વિચાર્યું નહિ હોય

આજકાલ બૉલીવુડમાં લગ્નની મોસમ ચાલી રહી છે. હાલમાં જ સુસ્મિતા સેનના ભાઈએ લગ્ન કર્યા હતા. બોલીવુડમાં સૌથી વધારે લવ મેરેજ હોય છે. પરંતુ ક્યારેક એવું બની જતું હોય છે કે,ધર્મ અલગ હોવાને કારણે લોઢાના ચણા ચાવવા જેવું કામ હોય છે.બોલીવુડમાં એવા ઘણા કપલ છે જેને લવ માટે બહુજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણાએ લગ્નને લઈને તેનો ધર્મ બદલાવ્યો છે. તો ઘણાએ તેના માતા પિતાને મનાવવા માટે વર્ષો વીતી ગયા હતા.આ લિસ્ટમાં સૈફ અલીખાનથી રિતેશ દેશમુખ સુધીના લોકોનો સમાવેશ થાય છે.

તો આજ અમે તમને જણાવીશું એ કપલ વિષે જેના ધર્મ એકબીજાથી અલગ છે. છતાં પણ ખુશહાલ જિંદગી જીવે છે.

સૈફ અલીખાન અને કરીના કપૂર ખાન
સૈફ અલીખાન અને કરીના કપૂરના ધર્મ અલગ છે. બન્નેએ પ્રેમી પંખીડાની જેમ ઘણી સમશ્યાનો સામનો કરવો પડ્યો હતો. સૈફ કરીનાએ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. બન્ને તેના પરિવાર વાળાથી ડરતા હતા.તો ભાગી જવાનો પ્લાન કર્યો હતો. સૈફ અને કરીનાએ 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. કરીનાના આ પહેલા લગ્ન છે. જયારે સૈફે 1991માં તેનાથી 12 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યાં હતા. 13 વર્ષ સુધી આ સંબંધ નિભાવ્યા બાદ અમૃતા અને સૈફ 2004માં અલગ થઇ ગયા હતા.સૈફ અને અમૃતાને સારા અને ઇબ્રાહિમ 2 બાળકો છે. જયારે સૈફ અને કરીનાને એક પુત્ર છે તૈમુર.

શાહરુખ ખાન અને ગૌરી
જો બોલીવુડમાં સૌથી ખુબસુરત કપલમાં ગણના થતી હોય તો તે છે શાહરુખ ખાન અને ગૌરી ખાન. બંનેના ધર્મ અલગ હતા. શાહરુખ ખાન મુસ્લિમ હતા જયારે ગૌરી ખાન હિન્દૂ બ્રાહ્મણ પરિવારમાંથી હતી. શાહરૂખ ખાન અને ગૌરી તેના પ્યારને લગ્નમાં પરિણમવા માંગતા હતા. પરંતુ બન્નેના ધર્મ અલગ હોવાને કારણે ઘરવાળાએ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. શાહરુખ ખાને ગૌરીના પરિવારને મનાવવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. ત્યારબાદ 26 ઓગસ્ટ 1991ના શાહરુખ ખાન અને ગૌરી ખાને કોર્ટમાં લગ્ન કર્યા હતા. ત્યરબાદ નિકાહ પઢયા હતા. જેમાં ગૌરીનું નામ આયશા રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 25ઓક્ટોબર 1991માં હિન્દૂ રીત-રિવાજ મુજબ બન્નેના લગ્ન થયા હતા.

આમિર ખાન અને કિરણ રાવ

આમિર ખાન અને કિરણ રાવનો પણધર્મ અલગ હતો. આમિર ખાનના આ બીજા લગ્ન છે. આમિર ખાને આ પહેલા રીના દતા સાથે પરિવારની વિરુધ્ધ થઈને લવ મરેજ કર્યા હતા. પરંતુ થોડા વર્ષો બાદ બન્ને વચ્ચે તિરાડ પડવા લાગી હતી. તે સમય દરમિયાન આમિર ખાનનું નામ પ્રીતિ ઝિન્ટા સાથે જોડવામાં આવ્યું હતું. 2002માં આમિર ખાન અને રિનાના  તલાક થયા હતા. આ માટે આમિરે 50 કરોડ જેટલી તોતિંગ રકમ ચૂકવી હતી. એક ઇન્ટરવ્યૂમાં આમિરે જણાવ્યું હતું હતું કે,”ફિલ્મ ‘લગાન’ દરમિયાન કિરણ તે ફિલ્મની આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી.રિના સાથે તલાક બાદ આમિર ડિપ્રેશનનો ભોગ બની ગયો હતો. તે સમયે કિરણનો ફોન આવ્યો અને 30 મિનિટ સુધી વાત કરી. અને વાત કર્યા બાદ મને સારું લાગ્યું ત્યારથી ડેટ કરવાનો ફેંસલો કર્યો હતો.” લાંબા સમય સુધી દોસ્તી રહ્યા બાદ 2005માં લગ્ન કર્યા હતા.

જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાબોલીવુડની સૌથી ક્યુ કપલમાં એનું નામ મોખરે છે. બોલીવુડના યંગેસ્ટ કપલમાં રિતેશ અને જેનેલિયા બ્રેકઅપના દાયરામાં પ્યારની સાચી મિશાલ છે. રિતેશ અને જેનેલિયા પહેલી વાર 2002માં ‘તુજે મેરી કસમ’ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા.ત્યારે રિતેશની ઉંમર 24  વર્ષ જયારે જેનેલિયાની 16 વર્ષ હતી. હૈદરાબાદમાં શૂટિંગ પુર્ણ થયા બાદ રિતેશ ઘર પાછો ફર્યો તો તેને જેનેલિયાની કમી મહેસુસ થવા લાગી હતી.જયારે બીજી તરફ જેનેલિયા પણ રિતેશથી આકર્ષિત થઇ ગઈ હતી. 10 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 3 ફેબ્રુઆરી 2012માં બન્નેએ લગ્ન કરી લીધા હતા.જેનેલિયા ખ્રિસ્તી હતી જયારે રિતેશ મહારાષ્ટ્રીયન હતો. બન્નેએ ચર્ચમાં અને મહારાષ્ટ્રીયન રીત-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતા.

અમૃતા અરોરા અને શકીલ લદાક

ફિલ્મ એક્ટર્સ મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાએ ફિલ્મ કરિયરની શરૂઆત 2002માં ‘કિતને દૂર કિતને પાસ’થી કરી હતી. પરંતુ ફિલ્મમાં કરિયર બનાવી શકી ના હતી.અમૃતા અરોરાનું નામ ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે જોડાયું હતું ચાર વર્ષ સુધી સંબંધ રાખ્યો હતો. ત્યારબાદ તિરાડ પડી હતી.ત્યારબાદ શકીલ લદાક સાથે 6 મહિના ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા. શકીલ લદાક મુંબઈની કન્સ્ટ્રક્શન કંપની રેડસ્ટોન ગૃના માલિક અને બિઝનેશ મેન છે. અમૃતા અને શકીલ બન્નેના ધર્મ અલગ છે. શકીલ મુસ્લિમ પરિવારમાંથી છે. જયારે અમૃતા પંજાબી પરિવારમાંથી છે. બન્નેએ ખ્રિસ્તી ધર્મથી લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Exit mobile version