મનોરંજન

PM મોદીના ચાહક છે આ 7 બૉલીવુડ સિતારા, 7 તસ્વીરોએ આખી દુનિયામાં ચર્ચા જગાવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય લોકોની સાથે બોલીવુડ સ્ટાર્સના જીવનનો પણ મહત્વનો ભાગ છે. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે આપણે બધાએ બોલિવૂડ સ્ટાર્સને જુદા જુદા કારણોસર પીએમ મોદી સાથે સમય વિતાવતા અને મળતા જોયા છે.

અક્ષય કુમારનું પીએમ મોદીનો ઇન્ટરવ્યૂ કરવો હોય કે સલમાન ખાન સાથે પતંગ ઉડાવવી હોય, વડા પ્રધાન મોદી ઘણા અવસરો પર બોલિવૂડ સ્ટાર્સ સાથે જોવા મળ્યા છે. ત્યારે આજે નજર કરીએ વડાપ્રધાન મોદીની બોલિવૂડ સ્ટાર્સ સાથે વિતાવેલી કેટલીક ક્ષણો પર –

અક્ષય કુમાર –

Image Source

અક્ષય કુમારે ઘણા પ્રસંગોએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ચુક્યા છે. તેમણે થોડા સમય પહેલા જ પીએમ મોદીનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો, જેમાં તેમણે મોદીને કેટલીક રસપ્રદ વાતો પૂછી હતી.

સની દેઓલ –

Image Source

અભિનેતા સની દેઓલ 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉભા રહયા હતા. ગુરદાસપુરની બેઠક પર જીત મેળવ્યા બાદ સનીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બાદમાં બંનેએ ટ્વીટ કરીને એકબીજાની પ્રશંસા પણ કરી હતી.

શિલ્પા શેટ્ટી –

Image Source

વડા પ્રધાન મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને ભારતમાં શરૂ કરી હતી. આ સમય દરમિયાન, તેમની મુલાકાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે થઇ, જે સોશિયલ મીડિયા દ્વારા લોકોને ફિટ જીવન જીવવા પ્રેરણા આપતી રહે છે. આ કાર્યક્રમમાં શિલ્પાએ પીએમ મોદીના આશીર્વાદ પણ લીધા હતા.

સલમાન ખાન –

Image Source

વડા પ્રધાન મોદી અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન વચ્ચે ઘણી સારી મિત્રતા છે. બંનેએ મકરસંક્રાંતિના દિવસે સાથે પતંગ ઉડાડી હતી. આટલું જ નહીં, જ્યારે વડા પ્રધાન મોદીની આંગળી પર ઈજા થઇ હતી ત્યારે સલમાને તેમને બેન્ડએડ પણ લગાવી આપી હતી.

અનુષ્કા શર્મા –

Image Source

અભિનેત્રી અનુષ્કા શર્મા, લગ્ન પછી તેના પતિ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી સાથે નરેન્દ્ર મોદીને રિસેપ્શનનું આમંત્રણ આપવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ બંનેને લગ્નની શુભેચ્છાઓ જ ન આપી, પરંતુ રિસેપ્શનમાં બંનેને આશીર્વાદ આપવા પણ પહોંચ્યા હતા.

અમિતાભ બચ્ચન –

Image Source

ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદી બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને મળવા પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો હેતુ ગુજરાત ટુરિઝમને પ્રોત્સાહન આપવા બદલ અમિતાભનો આભાર માનવાનો હતો.

પરિણીતી ચોપડા –

Image Source

પરિણીતી ચોપડા અભિનેતા કાર્તિક આર્યન, ડિરેક્ટર રોહિત શેટ્ટી અને રેપર બાદશાહ સાથે નરેન્દ્ર મોદીને મળી હતી. આ પ્રસંગે મોદી તેમની સાથે હાથ મેળવવાના હતા અને પરિણીતીએ મોદીને બે હાથ જોડીને નમસ્કાર કહ્યું. આ કારણે પરિણીતીની ખૂબ મજાક ઉડી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks