મનોરંજન

ફિલ્મી પડદા પર હજુ સુધી કેમ સાથે નજરે નથી ચડી આ જોડીઓ, ક્યારે જોવા મળશે આમિર-ઐશ્વર્યા અને દીપિકા-ઋતિક

બોલીવુડમાં ઘણી જોડીઓ ઓન સ્ક્રીન ઘણી સારી લાગે છે. બોલીવુડની ઘણી જોડીઓ એવી છે જે ઘણી હિટ રહ્યા બાદ અથવા હિટ રહેલા સેલેબ્સ સાથે કામ નથી કર્યું. આજે અમે તમને જણાવીશું કે, એક્ટર-એક્ટ્રેસ ઘણા હિટ છે પરંતુ હજુ સુધી તેને સાથે કામ નથી કર્યું.

 આવો જાણીએ જોડીઓ વિષે: 

આમિર ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન

Image Source

આમિર ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન બન્ને કમાલના એક્ટર છે. બન્ને છેલ્લા ઘણા વર્ષોથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે, આ બંનેએ કોઈ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું તો હાલમાં બન્નેની કોઈ ફિલ્મ પણ નથી આવી રહી. જણાવી દઈએ કે, આમિર ખાન હોલીવુડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગંપ’ની હિન્દી રીમેકમાં વ્યસ્ત છે. બીજી તરફ ઐશ્વર્યા રાય મેલીફીસેન્ટ-2માં એજીલીનાના રોલમાં અવાજ આપી રહી છે.

રણબીર-રણવીર અને કંગના રનૌત

Image Source

કંગના રનૌત આજે બોલીવુડનો જાણીતો ચહેરો છે. કંગના ના તો ફક્ત તેની બેબાક રાય માટે જાણતી છે પરંતુ તે તેની એક્ટિંગને લઈને પણ જાણીતી છે. બોલીવુડના ચાર્મિંગ એક્ટર રણવીર સિંહ અને રણબીર કપૂર પણ કોઈ પ્રસિદ્ધિના મોહતાજ નથી. આ બન્ને એક્ટરોએ ઘણી એક્ટ્રેસ સાથે કામ કર્યું છે, પરંતુ એ લિસ્ટમાં કંગના શામેલ નથી.

દીપિકા પાદુકોણ અને સલમાન ખાન

Image Source

સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં છે, સલમાન ખાનને બોલીવુડમાં દબંગ ખાન અને ભાઈ જાન તરીકે ઓળખવામાં આવે છે. દીપિકા પાદુકોણે પણ ગણતરીના વર્ષોમાં જ મોટો મુકામ હાંસિલ કરી લીધો છે. જણાવી દઈએ કે, આજ દિવસ સુધી દીપિકા પાદુકોણ અને સલમાન ખાને સાથે કામ નથી કર્યું. બન્ને તેની હિટ ફિલ્મોને કારણે જાણીતા છે.

આમિર ખાન અને શાહરુખ ખાન

Image Source

બોલીવુડના કિંગ ખાન અને બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ બન્ને બોલીવુડમાં રાજ કરે છે. બન્નેની કોઈ પણ ફિલ્મ મોટા પડદા પર આવે છે તો બોક્સ ઓફિસ પર છવાઈ જાય છે. બધા લોકો બન્ને એકટરની ફિલ્મોની રાહ જોતા હોય છે. પરંતુ બંને લીડ રોલમાં ક્યારે પણ સાથે જોવા નથી મળ્યા. જણાવી દઈએ કે, ફિલ્મ ‘પહેલા નશા’ના એક સીનમાં આમિર ખાન અને શાહરૂખખાન સાથે જોવા મળ્યા હતા. પરંતુ આ બન્નેના રોલને લીડ રોલ ના કહી શકાય.

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ

Image Source

દીપિકા પાદુકોણે ફક્ત સલમાન ખાન સાથે જ કામ કર્યું નથી એવું નથી પરંતુ બૉલીવુડ ગ્રીક ગોડ ઋતિક રોશન સાથે પણ હજુ સુધી કામ નથી કર્યું. જણાવી દઈએ કે, ઋતિકની હાલમાં જ ફિલ્મ ‘વોર’ 300 કરોડ ક્લબમાં શામેલ થઇ હતી. તો હાલમાં દીપિકા તેની આગામી ફિલ્મ ‘છપાક’ માં વ્યસ્ત છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.