દેશના પહેલા CDS બિપિન રાવતના નિધન પર બોલિવુડમાં શોક, સેલેબ્સે આપી આવી રીતે શ્રદ્ધાંજલિ

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના નિધન બાદ દેશભરમાં શોકની લહેર છે. બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નૂરમાં બિપિન રાવતને લઈ જતું એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત  તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોના મોત થયા હતા. બિપિન રાવતના નિધનના સમાચાર આવતા જ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બોલિવૂડમાં પણ શોકનો માહોલ છે. ઘણા સેલેબ્સે આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

CDS બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કરતા અભિનેતા અનુપમ ખેરે ટ્વિટર પર લખ્યું, CDS બિપિન રાવત અને તેમની પત્ની તેમજ 11 વધુ સૈન્ય અધિકારીઓના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. જનરલ રાવતને ઘણી વખત મળવાનું સૌભાગ્ય મળ્યું. તેમના વ્યક્તિત્વમાં અદ્ભુત હિંમત અને દેશ પ્રત્યે અથાગ પ્રેમ હતો. એમની સાથે હાથ મિલાવીને દિલ અને મોઢામાંથી ‘જય હિંદ’ આપોઆપ નીકળી જતું !

બિપિન રાવતના નિધનથી સલમાન ખાનને પણ આઘાત લાગ્યો હતો. ટ્વિટર પર શોક વ્યક્ત કરતા તેમણે લખ્યું, ‘આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું કે આ દુર્ઘટનામાં અમે જનરલ બિપિન રાવત અને તેમની પત્ની અને અન્ય સેના અધિકારીઓને ગુમાવ્યા છે. મારી પ્રાર્થના અને સંવેદના તેમના પરિવારના સભ્યો સાથે છે.

કંગના રનૌતે પણ બિપિન રાવતના નિધન પર ઇન્સ્ટા સ્ટોરી પર તેમની તસવીર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેણે લખ્યું કે આ વર્ષના સૌથી દુખદ સમાચાર એ છે કે જ્યારે બિપિન રાવત અને તેમની પત્નીનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયુ. બિપિન રાવતની સેવા માટે દેશ હંમેશા આભારી રહેશે. ઓમ શાંતિ, જય હિન્દ!

ઉર્મિલા માતોંડકરે બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ‘જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય 11 લોકોની આત્માને શાંતિ મળે. હું પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.’

કમલ હાસને ટ્વીટ કર્યું, ‘ત્રણ સેનાના કમાન્ડર ઈન ચીફ બિપિન રાવત સહિત આર્મી અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર કુન્નૂરની પહાડીઓમાં ક્રેશ થયું. પીડિતોના પરિવારો અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

સોનુ સૂદે પણ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી હતી.

લતા મંગેશકરે પણ બિપિન રાવત અને અન્ય પ્રત્યે શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતુ.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે લખ્યું, ‘સૈનિકોના પરિવારો અને રાવત પરિવાર માટે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ઓમ શાંતિ.’

કરણ જોહરથી લઈને યામી ગૌતમ સુધી, ઘણી હસ્તીઓએ બિપિન રાવતને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી.

Shah Jina