આજકાલ ટેટુ બનાવવું ઘણું લોકપ્રિય છે, પછી તે સામાન્ય માણસ હોય કે પછી બૉલીવુડ સેલેબ્સ, બોલીવુડની ઘણી એક્ટ્રેસોએ તેના શરીરના વિભિન્ન અંગો પર ટેટુ કરાવ્યું છે, એક્ટ્રેસો તેના ટેટુના કારણે ઘણી ચર્ચામાં રહે છે. ઘણી એક્ટ્રેસોએ ફિલ્મ માટે ટેટુ બનાવ્યું છે તો ઘણી એક્ટ્રેસોએ તેના પ્રેમનો ઈઝહાર કરવા માટે ટેટુ કરાવ્યું છે.
આવો જાણીએ કંઈ-એક્ટ્રેસોએ ક્યાં ટેટુ કરાવ્યું છે અને શું લખાવ્યું છે.
1. આલિયા ભટ્ટ

ફિલ્મોમાં એક્ટિંગ કરીલોકોના દિલમાં જગ્યા બનાવનારી આલિયા ભટ્ટ પણ એક શાનદાર ટેટુ કરાવ્યું છે. આ ટેટુમાં તેને લખાવ્યું છે ‘પટાકા’

2. અક્ષય કુમાર
અક્ષય કુમારે પણ પોતાની પત્ની ટ્વિન્કલ ખન્નાનાં નામનું ટીના નામથી સોલ્ડર પર ટેટુ બનાવ્યું છે. સાથે જ પીઠ પર તેણે પોતાના દીકરા આરવનાં નામનું ટેટુ પણ બનાવળાવ્યુ છે.
3. રાખી સાવંત

વિવાદોનું બીજું નામ કહી શકાય તો તે છે રાખી સાવંત. રાખી સાવંત કોઈને કોઈ કારણે વિવાદમાં શામેલ થઇ જજ જાય છે. રાખીએ તેના શરીર પર સૌથી વધુ ટેટુ કરાવ્યા છે. આ મામલે તે ટોપ પર છે.
4. ઈશા દેઓલ

હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરી ઈશા દેઓલએ પણ ટેટુ કરાવ્યું છે. ઈશા દેઓલે તેની પીઠ પર ગાયત્રી મંત્રનું ટેટુ કરાવ્યું છે.
5. દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર જયારે ગળાડૂબ પ્રેમમાં હતા ત્યારે દીપિકાએ ગળાના પાછળના ભાગમાં ‘RK’નામનું ટેટુ કરાવ્યું હતું.પરંતુ 2010માં રણબીર સાથે બ્રેકઅપ કર્યા બાદ આ ટેટુને બીજીવાર બીજીવાર ડિઝાઇન કરાવ્યું હતું. આ સિવાય દીપિકાના પગ પર પણ ટેટુ છે.
6. મલાઈકા અરોરા ખાન

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકે અરોરા ખાને પણ આંગળીમાં ટેટુ કરાવ્યું છે. આ ટેટુમાં લખાવ્યું છે કે ‘LOVE .’

7. સંજય દત્ત
સંજય દત્તની પત્ની માન્યતા દત્તની આંગળી અને પીઠ પર ‘સંજય’ નામનું ટેટુ છે. તેણે પોતાના સોલ્ડર, છાતી અને હાથ પર ટેટુ બનાવળાવ્યુ છે.
8. કંગના રનૌત

બૉલીવુડ કવિન કંગના રનૌત તેના અલગ-અલગ અંદાજને કારણે જાણવામાં આવે છે. કંગનાનો આ અંદાજ તેના ટેટુમાં પણ જોવા મળે છે. કંગના રનૌતને 2 ટેટુ બનાવ્યા છે. એક ટેટુ ગરદનના ભાગ પર છે જેમાં લખ્યું છે ‘sword with wings’.અને બીજું પગમાં છે જેમાં લખ્યું છે ‘warrior angel’
9. સુષ્મિતા સેન

બૉલીવુડ એક્ટ્રેસ સુસ્મિતા સેને તેના શરીર પર 4 ટેટુ કરાવ્યા છે. સુષ્મિતા સેને હાથ પર ટેટુ કરાવ્યું છે તેના પર લખ્યું છે ‘Aut viam inveniam aut faciam’. આ સિવાય સુષ્મિતા સેને 3 ટેટુ કરાવ્યા છે.
10. પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા તેના પિતાને કેટલો પ્રેમ કરતી હતી. તેથી તેને કાંડા પર એક ટેટુ કરાવ્યું હતું. જેમાં લખાવ્યું હતું ‘ડેડીઝ લિટલ ગર્લ.’
11. શ્રુતિ હાસન

શ્રુતિ હાસને પણ ગળાના ભાગે ટેટુ કરાવ્યું છે. આ ટેટુમાં તેને મ્યુઝિકનો સિમ્બોલ કરાવ્યો છે.
12. સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા પણ ટેટુ કરાવવામાંથી બાકાત નથી રહી. સોનાક્ષી સિંહાએ પણ ગળાના ભાગે સ્ટાર કરાવ્યો છે.