બોલિવૂડની હસ્તીઓ તેમના બાળકોની કેવી રીતે કાળજી રાખે છે ? તમે પણ તેની પેરેન્ટિંગ ટિપ્સને અનુસરી શકો છો. સેલિબ્રિટી શબ્દ સાંભળતા જ આપણા મગજમાં ફેમ અને લાઇમલાઇટથી ભરેલી દુનિયા આવે છે. પરંતુ આ બધા સિવાય ઘણી હસ્તીઓ તેમના જીવનમાં માતા-પિતાની ભૂમિકા ભજવે છે.
1.કરીના કપૂર ખાન : માતા બનવાની સાથે સાથે કરીના કપૂર ખાન પોતાની કારકિર્દીને પણ સારી રીતે સંભાળી રહી છે. કરીના કપૂરને લાગે છે કે વર્કિંગ મધર માટે સૌથી મહત્વની બાબત એ છે કે પોતાની જાત પર વિશ્વાસ રાખવો. જણાવી દઇએ કે, કરીના કપૂરને બે બાળકો છે. તેનો મોટો દીકરો તૈમુર અને નાનો દીકરો જેણે તેણે ગયા વર્ષે જ જન્મ આપ્યો છે તે જેહ. જેહ અને તૈમુર બંને એવા સ્ટારકિડ છે, જેમની પોપ્યુલારિટી ખૂબ જ છે અને તેમના નામે ઘણા સોશિયલ મીડિયા પેજ પણ છે.
2.મલાઈકા અરોરા : ફેશન સેન્સેશન મલાઈકા અરોરા માને છે કે ઘણી માતાઓ તેમના પરિવારની સંભાળ રાખવાનો પ્રયાસ કરતી વખતે પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. આવી સ્ત્રીઓ નિઃસ્વાર્થ બની જાય છે. મલાઈકા કહે છે કે દરેક મહિલાઓ સારા અર્થમાં થોડી સ્વાર્થી હોવી જોઈએ. જણાવી દઇએ કે, મલાઇકા હાલ અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. આ પહેલા તેના લગ્ન અરબાઝ ખાન સાથે થયા હતા, આ લગ્નથી મલાઇકાને એક દીકરો છે, જેનું નામ અરહાન ખાન છે.
3.ઐશ્વર્યા રાય બચ્ચન : મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન માત્ર તેના અભિનયમાં જ નહીં પરંતુ પેરેન્ટિંગમાં પણ પરફેક્ટ છે. ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયેલા અહેવાલ મુજબ ઐશ્વર્યાનું કહેવું છે કે તે માત્ર તેની પુત્રીને ખુશ અને સ્વસ્થ જોવા માંગે છે. જણાવી દઇએ કે, એશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે અને આ લગ્નથી તેને એક દીકરી છે, જેનું નામ આરાધ્યા બચ્ચન છે. આરાધ્યા પોપ્યુલર સ્ટારકિડમાંની એક છે.
4.ટ્વિંકલ ખન્ના : ટ્વિંકલ ખન્ના પેરેન્ટ્સને સવાલ કરે છે કે અમે અમારા બાળકોને સખત અભ્યાસ કરવાનું શીખવીએ છીએ અને સફળ થવાનો પ્રયાસ કરીએ છીએ. પણ શું આપણે તેમને શીખવીએ છીએ કે નાપાસ થવું ખોટું નથી? ટ્વિંકલ ખન્ના બોલિવુડના ખેલાડી અક્ષય કુમારની પત્ની છે. તેમને બે બાળકો છે. એક દીકરો આરવ અને એક દીકરી નિતારા.
5.નેહા ધૂપિયા : નેહા ધૂપિયાના મતે, જે માતા જન્મ આપ્યા પછી ઘરે રહેવાનો નિર્ણય લે છે તેટલો જ સુંદર છે જેટલો તેનો કામ કરવાનો નિર્ણય છે. જણાવી દઇએ કે, નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યા છે. આ લગ્નથી તેને બા બાળકો છે. તેણે થોડા સમય પહેલા જ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. આ પહેલા તેને એક દીકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ મહેક છે.