મનોરંજન

આર્યન ખાનના બચાવમાં ઉતરી બોલિવુડ ઇન્ડસ્ટ્રી, શાહરૂખ ખાન સાથે દેખાડી એકતા

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન આ સમયે NCBની કસ્ટડીમાં છે. તેની NCBએ એક ક્રૂઝ પર અવૈદ્ય પાર્ટીના ભાંડાફોડ બાદ ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદથી કેટલાક લોકો શાહરૂખ ખાન અને તેના પરિવાર પર નિશાનો સાધી રહ્યા છે, તો કેટલાક લોકો અને બોલિવુડ સેલેબ્સ શાહરૂખ ખાનને સપોર્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે. આર્યનની ધરપકડની ખબર સાંભળતા જ અભિનેતા સલમાન ખાન શાહરૂખ અને તેના પરિવારને મળવા ‘મન્નત’ પહોંચ્યા હતા. ત્યારે બાદ કેટલાક સેલેબ્સ શાહરૂખ ખાનના સપોર્ટમાં આવ્યા છે.

બોલિવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ આર્યનની ધરપકડ બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. પૂજા ભટ્ટ, સુચિત્રા કૃષ્ણમૂર્તિ અને નફીસા અલીએ પણ આર્યનનો બચાવ કર્યો છે. આ ઉપરાંત મીકા સિંહે પણ ટ્વીટ કરી હતી.

પૂજા ભટ્ટે ટ્વીટ કરી કહ્યુ કે, હું તમારી સાથે એકજુથતાથી ઊભી છુ શાહરૂખ ખાન. માત્ર એ માટે નહિ કે આની તમને જરૂર છે પરંતુ હું કરુ છુ. આ સમય પણ વીતી જશે.

ડાયરેક્ટર હંસલ મેહતાએ પણ શાહરૂખ ખાનની સ્થિતિને લઇને દુખ જતાવ્યુ છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ કે, આ હંમેશા પેરેન્ટ્સ માટે મુશ્કિલ હોય છે. જયારે તેમના બાળકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. આ ઘણુ દુુખદ હોય છે કે કાનૂન કોઇ નિર્ણય કરે કે ના કરે પરંતુ એ પહેલા જ લોકો તેમનુ જજમેંટ આપવા લાગી જાય છે. પેરન્ટ્સ તથા બાળકના સંબંધો માટે આ અપમાનજનક તથા અનુચિત છે. હું શાહરુખની સાથે છું.

દિગ્ગજ અભિનેત્રી નફીસા અલીએ પણ આર્યન ખાનનો બચાવ કર્યો છે. તેમણે લખ્યુ કે, આર્યન યુવાન છે અને તેના માટે પ્રાર્થના કરું છું. અત્યારે તેને મદદની જરૂર છે, તેને બરબાદ ના કરો અને એ રીતનું ઉદાહરણ ના આપો.

હ્રતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યુ હતું, ‘મને લાગે છે કે વાત માત્ર આર્યન ખાનની નથી, કારણ કે દુર્ભાગ્યથી તે ખોટા સમય પર ખોટી જગ્યાએ પર હતો. આ ઘટના એક ઉદાહરણ તરીકે જોઈ શકાય છે કે ચાહકો બોલિવૂડ સાથે જોડાયેલા લોકોને સજા કરવામાં લાગી જાય છે. આ બહુ જ દુઃખની તથા ખોટી વાત છે, કારણ કે તે સારો બાળક છે. હું ગૌરી તથા શાહરુખની સાથે છું.

બોલિવુડ સેલેબ્સ સાથે સાથે કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ પોસ્ટ શરે કરી હતી અને લખ્યુ હતું, હું ડ્રગ્સનો પ્રશંસક નથી અને મેં ક્યારેય ડ્રગ્સ લેવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ જે રીતે શાહરુખના દીકરાની ધરપકડ અંગે લોકો ટ્રોલ કરી રહ્યા છે અને પરિવાર પર નિશાન સાધી રહ્યા છે તેનાથી નફરત જેવું લાગે છે. થોડી તો સહાનુભૂતિ રાખો. જાહેરમાં બહુ બદનામી થઈ ચૂકી છે, પોતાની મજા ખાતર 23 વર્ષના દીકરાને આટલું કહેવાની જરૂર નથી.