દેશભરમાં છેલ્લા ત્રણ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, અને ગઈકાલે સોમવારથી લોકડાઉનમાં થોડી છૂટછાટ મળતી જોવા મળી, એ સાથે જ બોલીવુડના સિતારાઓ પણ ઘરની બહાર નીકળ્યા અને કેમેરામાં કેદ થતા જોવા મળ્યા, સરકાર દ્વારા માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે ત્યારે કેટલાક સિતારો માસ્ક વગર પણ જોવા મળ્યા, ચાલો આજે જોઈએ લોકડાઉન ખુલ્યા બાદ કયા કયા સિતારો જોવા મળ્યા.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ તેના ડોગી સાથે જોવા મળી:
અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એંડ્રોનીને માસ્ક સાથે સ્પોટ કરવામાં આવી તે તેના ડોગીને લઈને વોક ઉપર નીકળી હતી.

રકૂલ પ્રીત પણ નીકળી વોક પર:
પોતાના મિત્રો સાથે અભિનેત્રી રકૂલ કૌર પણ વોક ઉપર નીકળી હતી, તેને વોક કરતા વિડીયો પણ બનાવ્યો અને તેના ચાહકોને બહારનો નજારો પણ બતાવ્યો.

અલી ફઝલ પણ થયો સ્પોટ:
મિરઝાપુરનો એક પ્રખયત ચહેરો અલી ફઝલ પણ લોકડાઉન ખુલવાની સાથે એક અનોખી અંદાઝમાં બહાર જોવા મળ્યો હતો.

તૈમુર પણ જોવા મળ્યો સૈફ સાથે:
કરીના કપૂર, સૈફ અલી ખાન અને તૈમુર પણ મરીન ડ્રાઈવ ઉપર વોક કરતા જોવા મળ્યા હતા. લોકડાઉન ખુલવાની સાથે જ તે દીકરા તૈમુરને લઈને વોક ઉપર નીકળી ગયા પરંતુ તેમને માસ્ક નહોતું પહેર્યું, સૈફ કરીના આને તૈમુરે પણ નહિ જેના કારણે સોશિયલ મીડિયામાં તે ઘણા જ ટ્રોલ થઇ રહ્યા છે. લોકોએ તેમને માસ્ક પહેરવાની પણ સલાહ આપી.

તારા પણ મળી જોવા:
સ્ટુડન્ટ ઓફ ધ યરની અભિનેત્રી તારા સુતરીયા પણ પણ ઘરથી બહાર માસ્ક લગાવીને નીકળેલી જોવા મળી હતી. તેની પણ ઘણી જ તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી.

આ બધા સિતારાઓ પણ મળ્યા વોક કરતા:
લોકડાઉનના કારણે છેલ્લા ઘણા સમયથી બોલીવુડના સિતારો પણ પોતાના ઘરમાં જ હતા અને ગઈકાલે છૂટ માલ્ટા જ તે પણ ઘરની બહાર વોક કરવા માટે આવી ગયા હતા. તેમાં રિયા ચક્રવર્તી અને નુસરત ભરૂચા જેવી અભિનેત્રીઓ પણ સામેલ હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.