જામનગર ફરી એકવાર બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, એરપોર્ટ પર સલમાન, હેલન, રિતેશ દેશમુખ સહિતના સિતારાઓનું ઢોલ નગારાં સાથે સ્વાગત, આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન

જામનગરમાં અંબાણી પરિવારના આંગણે ફરી એકવાર મોટો જલસા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. 28મી ડિસેમ્બરે રિલાયન્સ રિફાઈનરીના સ્થાપક સ્વ.ધીરૂભાઈ અંબાણીના 93માં જન્મ દિવસ અને રિલાયન્સ રિફાઈનરીની સ્થાપનાને 25 વર્ષ પુર્ણ થવા નિમિત્તે અંબાણી પરિવારની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈ જામનગર એરપોર્ટ ખાતે બોલીવુડ સ્ટારનું છેલ્લા 3 દિવસથી આગમન થઈ રહ્યું છે.

જામનગરમાં કયા સ્ટાર્સ પહોંચ્યા?

અંબાણી પરિવારના કાર્યક્રમને પગલે ફરી એકવાર જામનગરમાં બોલિવૂડ સ્ટાર્સની મહેમાનગતિ થઈ રહી છે. ત્યારે જામનગર એરપોર્ટ પર સોહેલ ખાન, હેલન, સહિત સલમાન ખાનનો પરિવાર, રીતેશ દેશમુખ, જેનિલિયા વગેરે આવી પહોંચ્યા હતા. તેમજ બાબા સિદ્દીકીનો પુત્ર ઝીશાન સિદ્દીકી પણ એરપોર્ટ ખાતે જોવા મળ્યો હતો. ત્યારે તમામ મહેમાનોનું ઢોલ અને નગારા સાથે પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તા.27મીએ સલમાનના બર્થ ડેની જામનગરમાં ભવ્ય ઉજવણી થઈ હતી.

તો બે દિવસ પહેલા અન્ય બોલિવૂડ કલાકારો જેવા કે સારા અલી ખાન, ઈબ્રાહિમ ખાન, ખુશી કપૂર, ઓરી, સિંગર યોયો હની સિંહ, જાવેદ જાફરીનો પુત્ર મિર્ઝાન અને બોલિવૂડનો હિરો અર્જુન કપૂર જામનગર પહોંચ્યા હતા. ત્યારે હવે વધુ બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી રહ્યા છે. રિલાયન્સ પરિવારના મુકેશ અંબાણી, આકાશ અંબાણી, કોકીલાબેન અંબાણી, નિતા અંબાણી, શ્લોકા અંબાણી સહિતના પરિવારો પણ પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, રિતેશ દેશમુખ પરિવાર સાથે રિલાયન્સ ગ્રીનમાં રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Twinkle