ફિલ્મી દુનિયા

હાથરસ ગેંગરેપ ઉપર નીકળ્યો બોલીવુડનો ગુસ્સો, અક્ષયથી કંગના સુધી એક સૂરમાં દોષીઓને સજા-એ-મોતની માંગણી

દર્દનાક ગેંગરેપ પર બોલીવુડના આ 7 સેલિબ્રિટીઓએ દુઃખ જતાવ્યું, જુઓ શું શું કહ્યું

દેશભરમાં થોડા થોડા સમયે બળાત્કારના કિસ્સાઓ આવે છે અને દેશ આવી ઘટનાઓ બાદ વિરોધોના વંટોળો લઈને ન્યાયની માંગણી માટે જાગે છે. પરંતુ થોડા જ સમયમાં બધું જ શાંત ફરી પછી એક બળાત્કારની ઘટના આવે છે અને પાછો દેશ જાગે છે. હજુ ઉન્નાવ રેપ કેસનું દુઃખ ભુલાયું નહોતું ત્યાં હાથરસની અંદર કેટલાક હેવાનોએ એક 19 વર્ષની યુવતી સાથે સામુહિક બળાત્કાર કર્યો. જેનો ગુસ્સો આજે આખા દેશમાં વ્યાપી ગયો છે.

Image Source

14 સપ્ટેમ્બરે થયેલા આ સામુહિક બળાત્કાર બાદ 15 દિવસ સુધી એ યુવતી જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ લડી અને અંતે તે ગઈકાલે 29 સપ્ટેમ્બરના રોજ દુનિયાને અલવિદા કહીને ચાલી ગઈ. આ મામલામાં હવે આખો દેશ એકસૂરે ન્યાયની માંગણી કરી રહ્યો છે. બોલીવુડમાં પણ આ યુવતીના ન્યાય માટે અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ફરહાન અખ્તર અને ઉર્મિલા સમેત ઘણા સેલેબ્સ સામે આવ્યા છે.

સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈને બોલીવુડના કલાકારો પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અક્ષય કુમારે લખ્યું કે: “ગુસ્સામાં અને નિરાશ છું. હાથરસ ગેન્ગરેપમાં કેટલી ક્રૂરતા થઇ છે. અને છલ્લે આ ક્યાં જઈને રોકાશે? આપણા કાયદા અને તેને લાગુ કરવા વાળાને સાચે જ કઠોર થવું પડશે. જેના કારણે સજા વિશે વિચારીને જ બળાત્કારીઓ કંપવા લાગે. આરોપીઓને ફાંસી આપો. દીકરીઓ અને બહેનોની સુરક્ષા માટે ઓછામાં ઓછા આપણે અવાજ તો ઉઠાવી શકીએ છીએ.”

રિતેશ દેશમુખે પણ આ મુદ્દે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું હતું કે: “આ ક્રૂરતા અને ભયાનક અપરાધના આરોપીઓને સાર્વજનિક રૂપે ફાંસી આપી દેવી જોઈએ.”

ફરહાન અખ્તરે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે: “દુઃખદ દુઃખદ દિવસ, આને કેટલા દિવસ સુધી ચાલવા દેવામાં આવી શકે છે. #હાથરસ.”

તો બૉલીવુડ અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે પણ ટ્વીટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું: “દુઃખદ, અમાનવીય, બહુ જ બહુ જ દુઃખદ, આપણે અસફળ રહ્યા.”

અભિનેત્રી નગ્માએ લખ્યું: કેટલી શરમની વાત છે. હાથરસની દીકરીને ન્યાય ના મળ્યો, તેનો સામુહિક બળાત્કાર થયો, તેને અધમરી મરવા માટે છોડી દીધી, હવે તેના ઉપર પડદો પાડી રહી છે ઉત્તર પ્રદેશની સરકાર.”

તો હુમા કુરેશીએ પણ લખ્યું કે: “આપણે ક્યાં સુધી આ ક્રૂર આરોપોને સહન કરવા પડશે. આ ભયાવહ અપરાધ ના આરોપીઓને સજા મળવી જોઈએ. #હાથરસ”

અભિનેત્રી કંગના રનૌતે પણ ટ્વીટ કરીને ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું: “આ બળાત્કારીઓને સાર્વજનિક રૂપથી ગોળી મારી દો. આ સામુહિક દુષ્કર્મોનું શું સમાધાન છે, જેની સંખ્યામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે? આ દેશ માટે કેટલો દુઃખ અને શરમજનક દિવસ છે. અમે શર્મિંદા છીએ કારણ કે આપણે આપણી દીકરીની સુરક્ષામાં વિફળ રહ્યા છીએ. #RIPManishaValmiki'”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.