મનોરંજન

દિલીપકુમારથી લઈને શાહરૂખ ખાન સુધી,આ 6 બોલિવૂડ સેલેબ્સનો પાકિસ્તાન સાથે જોડાણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય મતભેદ છે, પરંતુ એક સામાન્ય ભાષા અને સંસ્કૃતિને શેર કરવા ઉપરાંત પણ એક વસ્તુ છે. જે આપણે શેર કરીએ છીએ તે છે, અને તે છે ફિલ્મો પ્રત્યેનો પ્રેમ. આપણા ઘણા બોલિવૂડ સેલેબ્સની મૂળિયા પાકિસ્તાનમાં છે. દિલીપકુમારથી લઈને શાહરૂખ ખાન સુધી, આ બોલિવૂડ સેલેબ્સનો પાકિસ્તાન સાથે જોડાણ છે. આવો તો તે સેલિબ્રિટીના નામ અને ક્યા શહેરમાં રહેતા હતા, તે જાણીએ.

કપૂર પરિવાર – પેશાવર

Image Source

કપૂર પરિવારની પણ પાકિસ્તાનમાં એક હવેલી છે. આઇએમજીસી ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ઇમારતને નવીનીકરણ માટે લેવામાં આવી હતી અને હવે તે સંગ્રહાલયમાં રૂપાંતરિત થઈ છે. આ હવેલી કુલ 40 ઓરડાઓ સાથે કલાનો એક વિશાળ માસ્ટરપીસ હતો. ખૈબર પખ્તુનખ્વા સરકારે આ નવીનીકરણ માટેની નાણાંકીય સંભાળ લીધી હતી. તે પેશાવરમાં સ્થિત છે. ઉલ્લેખનીય છે કે કપૂર પરિવારની હવેલી નજીકમાં શાહરૂખ અને દિલીપકુમારની સંપત્તિ આવેલી છે.

દેવ આનંદ – લાહોર

Image Source

દેવ આનંદનો જન્મ શાકરગ્રહમાં થયો હતો, તેમ છતાં તેનો પરિવાર બાદમાં લાહોરના આ મકાનમાં ગયો જ્યાં તેણે તેમના કિશોરવસ્થાના મોટાભાગના દિવસો ગાળ્યા હતા. તેમણે લાહોરની સરકારી કોલેજમાંથી અંગ્રેજીમાં સ્નાતક પૂર્ણ કર્યું. તે હંમેશા લાહોરને તેના જીવનનો મહત્વપૂર્ણ ભાગ માનતા હતા. વર્ષ 1999માં, દેવ સાહેબ લાહોર ખાતે આવેલા પોતાના પૂર્વજોના ઘરે પણ ગયા હતા.

રાજેશ ખન્ના – બુરેવાલા

Image Source

બોલિવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના જન્મસ્થળ પર હંમેશા મૂંઝવણ રહે છે. કારણ કે કેટલાક કહે છે કે તેમનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો, જ્યારે કેટલાક કહે છે કે તેનો જન્મ પાકિસ્તાનના બુરેવાલામાં થયો હતો. તેમના પિતા લાલા હિરાનંદ ખન્ના એમસી સ્કૂલ, બુરેવાલા ખાતે શિક્ષક હતા. 1948માં, તેમના પિતા પરિવાર સાથે અમૃતસર આવીને વસી ગયા.

સંજય દત્ત – જોલમ

Image Source

સુનીલ દત્તનો જન્મ જોલમમાં થયો હતો અને નરગિસ દત્ત રાવલપિંડીનો છે. જોકે હવે આ સંપત્તિ સંજુબાબાની નથી, તેમ છતાં તે એક વખત તે સ્થળની મુલાકાત લીધી હતી. ત્યાં રહેતા પરિવારે તેના માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. સંજુ બાબાના પાકિસ્તાનના ઘરે જે પરિવાર રહે છે, તે પરિવાર ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે અંબાલાથી પાકિસ્તાન આવ્યાં, અને પાકિસ્તાનમાં રહેતો દત્ત પરિવાર અંબાલા રહેવા ગયો.

શાહરૂખ ખાન – પેશાવર

Image Source

બોલિવુડના કિંગ ખાન પણ મૂળ પાકિસ્તાનના છે. શાહરુખના પિતા તાજ મોહમ્મદ ખાનનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. જે ઘરમાં તેના પિતાએ તેમના જીવનના દિવસો પસાર કર્યા તે હજી પણ છે. હકીકતમાં તે મકાનમાં શાહરુખનો કઝીન રહે છે.

દિલીપકુમાર – પેશાવર

Image Source

યુસુફ ખાનનો જેમને આપણે દિલીપકુમાર તરીકે ઓળખીએ છીએ. દિલીપ સાહેબનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમનો પૂર્વજ મકાન જ્યાં તેમણે તેમના બાળપણના દિવસો ગાળ્યા હતા. વર્ષ 2013માં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે રાષ્ટ્રીય ધરોહર મંત્રાલયને બિલ્ડિંગનો કબજો મેળવવા અને તેને પુનર્સ્થાપિત કરવા આદેશ આપ્યો હતો. એક વર્ષ પછી, આ ઇમારતને હેરિટેજ સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. જો કે,વર્ષ 2017માં ઘરનો એક ભાગ તૂટી ગયો હતો અને હાલમાં તે પાડોશના લોકો દ્વારા ડમ્પિંગ ગ્રાઉન્ડનો ઉપયોગ થઇ રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.