ખબર મનોરંજન

સિદ્ધૂ મૂસેવાલાની હત્યા પર ખૂબ રડ્યુ બોલિવુડ, કપિલ શર્માથી લઇને અજય દેવગન અને રણવીર સિંહનું દુઃખ છલકાયું

સિદ્ધુ મૂસેવાલાની મોતથી બોલિવુડ માયૂસ, શહેનાઝ ગિલથી લઇને અજય દેવગન સુધી અનેક સેલેબ્સે જતાવ્યુ દુ:ખ

પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાની રવિવારે 29 મેના રોજ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેના અન્ય બે સાથીઓ હુમલામાં ઘાયલ થયા હતા. સિદ્ધુ મુસેવાલાના નિધનના સમાચાર સાંભળીને પંજાબી ઇન્ડસ્ટ્રી સહિત બોલિવુડમાં પણ શોકનો માહોલ છે. બોલિવુડ સેલેબ્સ રંગના રનૌત, અજય દેવગન, રણવીર સિંહ સહિત કોમેડિયન કપિલ શર્મા અને શહનાઝ ગિલ જેવા અનેક સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યુ છે, જ્યારે ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર મળ્યા બાદ શોક વ્યક્ત કરી રહ્યા છે.

સિદ્ધુ મુસેવાલાના હજારો ચાહકોએ ટ્વિટર પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. સિદ્ધુએ સિંગિંગની શરૂઆત ‘ઝી વેગન’ ગીતથી કરી હતી. તેણે 2017માં રિલીઝ થયેલા ગીત ‘સો હાઈ’થી લોકપ્રિયતા મેળવી હતી. તે 28 વર્ષનો હતો. તેમને યુટ્યુબ પર 10.7 મિલિયન લોકો ફોલો કરે છે. શહનાઝ ગિલ, કપિલ શર્મા, અજય દેવગન જેવા સ્ટાર્સે તેને શ્રદ્ધાંજલિ આપી છે. કપિલ શર્માએ ટ્વીટ કર્યું, ‘સતનામ શ્રી વાહેગુરુ. ખૂબ જ આઘાતજનક અને ખૂબ જ દુઃખદ સમાચાર.

એક મહાન કલાકાર અને અદ્ભુત માનવી, ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. આ દુઃખની ઘડીમાં વાહેગુરૂ તેમના પરિવારને શક્તિ આપે.’ બિગબોસ ફેમ શહેનાઝે પણ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યુ હતુ કે, જો કોઈનો યુવાન પુત્ર આ દુનિયા છોડીને જાય તો આનાથી મોટું દુ:ખ આ દુનિયામાં કોઈ હોઈ શકે નહીં…’ અભિનેતા શરદ કેલકરે લખ્યું, ‘સિદ્ધુ મુસેવાલાના નિધન વિશે સાંભળીને આઘાત લાગ્યો. પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.’

સંગીતકાર વિશાલ દદલાનીએ મુસેવાલાને “સાચા આધુનિક કલાકાર” ગણાવ્યા અને કહ્યું કે તેમની હિંમત અને વારસો ક્યારેય ભૂલાશે નહીં. બિગબોસ ફેમ અને હાલ રિયાલીટી શોમાં હોસ્ટ તરીકે જોવા મળતા અભિનેતા કરણ કુન્દ્રાએ ટ્વીટ કરી લખ્યુ, પંજાબમાંથી દુઃખદ સમાચાર.. સિદ્ધુ મુસેવાલાની આત્માને શાંતિ મળે. ગુસ્સે અને દુઃખી.” અભિનેત્રી હિમાંશી ખુરાનાએ લખ્યું, ગાયકના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી તેના મોંમાંથી શબ્દો નીકળી શકતા નથી.

મ્યુઝિક કમ્પોઝર અરમાન મલિકે ટ્વીટ કરીને કહ્યું કે તે આઘાતમાં છે. સિંગર હર્ષદીપ કૌરે ટ્વિટ કરીને કહ્યું કે, દુઃખદ સમાચાર. મુસેવાલા વિશે જાણીને સિદ્ધુ ચોંકી ગયા હતા. તેમના આત્માને શાંતિ મળે.” ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મુસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ મુસેવાલા પોતાના બે સાથીઓ સાથે કારમાં જઈ રહ્યા હતા. ત્યારબાદ કારમાં બેઠેલા બે શખ્સોએ 30થી40 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સિદ્ધુ મુસેવાલાની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં હુમલાના એક દિવસ કાપ મુકવામાં આવ્યો હતો.અગાઉ સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં 4 જવાનો તૈનાત હતા. પરંતુ એક દિવસ પહેલા જ તેને ઘટાડીને 2 કરવામાં આવ્યા હતા. મુસેવાલાની હત્યા માટે જવાબદાર કોણ છે? આ સવાલ હાલ ઊભો થઇ રહ્યો છે. હુમલા સમયે સુરક્ષાકર્મીઓ કેમ હાજર ન હતા? સિદ્ધુ મુસેવાલાએ સુરક્ષાકર્મીઓને પોતાની સાથે કેમ ન લીધા? બુલેટપ્રૂફ વાહન હોવા છતાં તે તેમની સાથે કેમ ન ગયા અને જ્યારે તેમના જીવને જોખમ હતું ત્યારે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ ?

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

હાલમાં પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે સુરક્ષામાં ખામી ક્યાં રહી અને સિદ્ધુ મુસેવાલાની હત્યાનો સાચો જવાબદારી કોણ છે.પંજાબના ડીજીપી વીકે ભાવરાએ સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ અંગે મોટી માહિતી જાહેર કરી છે. તેમણે જણાવ્યુ કે મુસેવાલાની સુરક્ષા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી નથી. તેની સુરક્ષા ચાર પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી બે કમાન્ડોને હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાના દિવસે તે પોતાની સાથે બે કમાન્ડોને લઈ ગયો ન હતો. આ સિવાય તે પોતાની પાસેનું બુલેટ પ્રુફ વાહન લઈને પણ નીકળ્યો ન હતો.