ફિલ્મી દુનિયા

આપણે તો એક લગ્નમાં ફીણ આવી ગયા અને આ બોલિવૂડના 10 સ્ટાર્સ 3-3 વાર ઘોડીએ ચઢ્યાં

જાએ આજે આપણા દેશમાં પણ વિદેશની જેમ છૂટાછેડા કરવા એ સામાન્ય વાત થઇ ગઈ છે. આજે એવા બનાવો પણ સામે આવતા હોય છે કે, બપોરે લગ્ન થયા હોય સાંજે રિસેપ્સન થયું હોય અને મોડીરાતે છુટાછેડા થઇ ગયા હોય.એવું નથી કે સામાન્ય માણસ જ બે વાર લગ્ન કરી શકે છે. બોલીવુડમાં પણ ઘણા એવા બૉલીવુડ સેલેબ્સ છે જેને એક કે 2 વાર નહો પરંતુ ત્રણથી ચાર વાર લગ્ન કર્યા છે. સ્ટાર્સ પણ છે જેને પોતાનાથી 10 થી 12 વર્ષ નાના કે 10 કે 12 વર્ષ મોટા સાથે લગ્ન કર્યા છે. બોલીવુડમાં એવા પણ ઘણાસેલેબ્સ છે જેને 3 વાર લગ્ન કરવા છતાં ટક્યા નથી.

આવો જાણીએ ક્યાં બોલિવુસ સેલિબ્રિટીએ 3થી વધુ વાર લગ્ન કર્યા છે.

સિદ્ધાર્થ રોય કપૂર

Image Source

સિદ્ધાર્થ રોય કપૂરે પણ તેની જિંદગીમાં ત્રણ લગ્ન કર્યા છે. સિદ્ધાર્થ રોય કપૂરે સૌ પહેલા તેની બાળપણની મિત્ર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પણ લાંબો સમય સુધી ટક્યા ના હતા અને તૂટી ગયા હતા. આ બાદ સિદ્ધાર્થ જાણીતી ટીવી પ્રોડ્યુસર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન જીવનમાં પણ 2011માં તિરાડ પડી ગઈ હતી. આ બાદ 2012માં સિદ્ધાર્થ બૉલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.

સંજય દત્ત

 

View this post on Instagram

 

A post shared by Maanayata Dutt (@maanayata) on

સંજયે દત્તે રિચા શર્મા સાથે 1987માં લગ્ન કર્યા હતા. રિચા શર્માનું 1996માં બ્રેઈન ટ્યુમરના કારણે નિધન થયું હતું. આ લગ્ન જીવનથી સંજય દત્તને એક દીકરી છે ત્રિશાલા. જે ન્યુયોર્કમાં રહે છે. આ બાદ સંજયે મોડેલ રેહા પિલ્લાઈ સાથે 1998માં બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પણ લાંબો સમય સુધી ટકી શક્યા ના હતા અને 2008માં અલગ થઇ ગયા હતા. રેહાએ સંજય દત્તથી અલગ થયા બાદ ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યાં હતાં પરંતુ આ લગ્ન પણ ટક્યા નહોતાં. તો સંજય દત્તે રેહાથી અલગ થયા બાદ માન્યતા સાથે લગ્ન કર્યા હતા. આ બંનેને ટ્વીન્સ દીકરો અને દીકરી છે.

કિશોર કુમાર

Image Source

કિશોર કુમારે તેના જીવનમાં 1 કે 2 વાર નહીં પરંતુ 4 વાર લગ્ન કર્યા હતા. કિશોર કુમારે સૌ પહેલા 1950માં રુમા ગુહા સાથે લગ્ન કર્યા બાદ પરંતુ લગ્નના 8 વર્ષ બાદ બંને અલગ થઇ ગયા હતા. રૂહાથી અલગ થયા બાદ કિશોરકુમારે 1960માં મધુબાલા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા ના હતા. લગ્નના નવ વર્ષ બાદ એટલે કે, 1969માં મધુબાલાનું નિધન થઇ ગયું હતું. આ બાદ યોગિતા બલી સાથે 1976માં લગ્ન કર્યા પરંતુ 2 વર્ષના સમયગાળામાં એટલે કે, 1978માં અલગ થઇ ગયા હતા. આ બાદ યોગીતાએ મિથુન ચક્રવતી સાથે લગ્ન કર્યા હતા. કિશોર કુમારે યોગિતાથી અલગ થયા બાદ લીના ચંદાવરકર સાથે 1980માં કર્યા હતા. કિશોર કુમાર અને લીનાને એક પુત્ર પણ છે સુમિત કુમાર.

નીલિમા અઝીમ

Image Source

શાહિદ કપૂરની માતા નીલિમાએ પણ ત્રણ વાર લગ્ન કર્યા છે. સૌ પહેલા તેને પંકજ કપૂર સાથે લગ્ન કર્યા જેનાથી તેને શાહિદને જન્મ આપ્યો હતો. આ બાદ તેને એક્ટર રાજેશ ખટ્ટર સાથે બીજા લગ્ન કર્યા હતા, જેમાં ઈશાન ખટ્ટરનો જન્મ થયો હતો. આ બાદ નીલિમાએ ક્લાસિકલ વોકાલિસ્ટ ઉસ્તાદ રઝા અલી ખાન સાથે 2004માં લગ્ન કર્યાં હતાં. આ બાદ 2009માં પણ આ લગ્નનો અંત આવી ગયો હતો.

કરણ સિંહ ગ્રોવર

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu) on

એવું નથી કે બૉલીવુડ એક્ટરે જ 2 કે 3 વાર લગ્ન કર્યા હતા પરંતુ ટીવીના એક્ટર કરણ સિંહ ગ્રોવરે પણ 3 લગ્ન કર્યા છે. કરણસિંહ ગ્રોવરે 2008માં લગ્ન ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યાં હતા. પરંતુ આ લગ્ન થોડા જ મહિનામાં તૂટી ગયા હતા. કરણે શ્રદ્ધાથી અલગ થયા બાદ જેનિફર વિંગેટ સાથે 2012માં લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ 2 વર્ષ એટલે કે 2014માં તૂટી ગયા હતા. આ બાદ કરણે 2016માં બૉલીવુડ એક્ટ્રેસ બિપાસા બાસુ સાથે લગ્ન કર્યા હતા.

લકી અલી

Image Source

સિંગર અને એક્ટર લકી અલીએ સૌ પહેલા ન્યુઝીલેન્ડની મોડેલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનથી તેને 2 બાળકો થયા હતા. બંને ‘ઓ સનમ’ મ્યૂઝિક વીડિયોમાં સાથે જોવા મળ્યાં હતાં. પરંતુ કોઈ કારણોસર બંને અલગ થઇ ગયા હતા. આ બાદ લકી અલીએ બીજી વાર ઇનાયા સાથે લગ્ન કર્યા હતા.આ લગ્નથી પણ તેને 2 સંતાન છે. આ બાદ લકી અલીએ 2010માં બ્રિટિશ મોડેલ એલિઝાબેથ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.

વિધુ વિનોદ ચોપરા

Image Source

બોલીવુડના જાણીતા વિધુ વિનોદ ચોપરા સૌ પહેલા ફિલ્મના એડિટર રેણુ સલુજા સાથે લગ્ન કર્યા હતા. આ બાદ આ લગ્ન કોઈ કારણસર ચાલ્યા ના હતા. આ બાદ તેને શબનમ સુખદેવ સાથ બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નજીવનમાં પણ તિરાડ પડી ગઈ હતી. આ બાદ વિધુએ ફિલ્મ ક્રિટીક અને રાઇટર અનુપમા ચોપરા સાથે 1990માં લગ્ન કર્યા હતા.

કમલ હાસન

Image Source

કમલ હાસને સૌ પહેલાથી 1978માં ક્લાસિકલ સિંગર વાણી ગણપતિ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન જીવનમાં તિરાડ પડતા 10 વર્ષ બાદ બંને અલગ થઇ ગયા હતા. વાણીહી અલગ થયા બાદ કમલ હસન સારિકા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. આ બાદ સારિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીને જન્મ આપ્યા બાદ કમલ હાસને સારિકા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નનો પણ અંત આવ્યો હતો. આ બાદ કમલ હાસને ગૌતમી સાથ ત્રીજી વાર લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ 2016માં તૂટી ગયા હતા.

કબીર બેદી

 

View this post on Instagram

 

A post shared by Kabir Bedi (@ikabirbedi) on

બોલીવુડના જાણીતા એક્ટર કબીર બેદીએ સૌથી પહેલા બંગાળી ડાન્સર પ્રોતિમા બેદી 1969માં લગ્ન કર્યાં હતાં. પરંતુ આ લગ્ન 1974માં તૂટી ગયા હતા. આ બાદ કબીર બેદીએ બ્રિટિશ ફેશન ડિઝાઈનર સુસાન સાથે પણ લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન તૂટી ગયા હતા. આ બાદ કિરણે ટીવી પ્રેઝન્ટર નીક્કી સાથે 1992માં લગ્ન કર્યા હતા, આ લગ્ન પણ 2005માં તૂટી ગયા હતા, કબીર બેદીએ આ બાદ 71 વર્ષની ઉંમરે પરવીન દોસાંજે સાથે ચોથા લગ્ન કર્યા હતા.જણાવી દઈએ કે, કબીરની દીકરીની ઉંમર 49 વર્ષ છે જયારે તેની ચોથી પત્ની પરવીન દોસાંજની ઉંમર 44 વર્ષ છે. આ પરથી કહી શકાય કે કબિરની પત્ની તેની સાવકી દીકરી કરતાં પાંચ વર્ષ નાની છે.

અદનાન સામી

 

View this post on Instagram

 

A post shared by Adnan Sami (@adnansamiworld) on

અદનામ સામીએ સૌથી પહેલા લગ્ન ઝેબા બખ્તિયાર સાથે 1993માં કર્યા હતા. આ લગ્ન 1997માં તૂટી ગયા હતા. આ બાદ અદનાન સામીએ દુબઈની યુવતી સબાહ ગલદારી સાથે બીજા લગ્ન 2001માં કર્યા હતાં. આ બાદ તેને 2004માં
અલગ થઇ ગયા હતા. આ બાદ તેને રોયા ફરયાબી સાથે ત્રીજા લગ્ન 2010માં કર્યા હતા. આ બંનેને દીકરી મેદીના છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.