40 વર્ષની ઉંમર પાર પણ બોયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનમાં રહે છે આ હીરોઇનો
બોલિવુડ હિરોઇનો પડદા પરથી અલગ બધા મામલે ટ્રેંડ સેટ કરવા માટે ઓળખાય છે. જયાં સોસાયટીમાં છૂટાછેડા એક મોટો મુદ્દો માનવામાં આવે છે ત્યાં બી ટાઉનની એવી હિરોઇનો છે લગ્ન કર્યા પહેલા કે છૂટાછેડા બાદ પ્રેમની શોધમાં બોયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનમાં કંફર્ટેબલ ફીલ કરે છે.આજે અમે તમને એવી બી-ટાઉનની અભિનેત્રીઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે 40ની ઉંમર પાર પણ બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહે છે. તેમાંથી કેટલીકે પતિને છૂટાછેડા આપ્યા છે તો કોઇએ લગ્ન કર્યા વગર જ બાળકને પણ જન્મ આપી દીધો છે.
1.મલાઇકા અરોરા : બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા 48 વર્ષની છે. મલાઇકા તેની પ્રોફેશનલ લાઇફથી વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. મલાઇકા અરબાઝ ખાન સાથેના તલાક બાદ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે. અર્જુન મલાઇકા કરતા 11 વર્ષ નાનો છે. જણાવી દઇએ કે, મલાઇકા અને અરબાઝનો એક દીકરો પણ છે, જેનું નામ અરહાન ખાન છે અને તે હાલ વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે.
2.સુસ્મિતા સેન : બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેને ઘણા સમય પહેલા જ રોહમન સાથેના તેના રિલેશનને ઓફિશિયલ કરી દીધુ છે. સુસ્મિતા હાલ તેની બંને દીકરીઓ અને રોહમન સાથે એક ફેમીલીની જેમ રહે છે. સુસ્મિતા અને રોહને હજી સુધી લગ્ન નથી કર્યા. સુસ્મિતા 45 વર્ષની છે.
3.નરગિસ ફખરી : 42 વર્ષિય નરગિસ ફખરી એ બોલિવુડ સેલિબ્રિટીમાંની એક છે જેની લવ લાઇફ ઘણી ઉતાર-ચઢાવ વાળી રહી છે. નરગિસે વિદેશી બોયફ્રેન્ડ જસ્ટિન સેંટોસ સાથેના તેના રિલેશનને કંફર્મ કરી દીધુ હતુ અને તે લિવ ઇન રિલેશનશિપમાં હતી. જો કે, છેલ્લા દિવસોમાં નરગિસના બ્રેકઅપની ખબરો આવી હતી.
4.શિબાની દાંડેકર : અભિનેત્રી શિબાની દાંડેકર 41 વર્ષની છે અને તે અભિનેતા ફરહાન અખ્તર સાથે પોતાનું લિવ ઇન રિલેશન એન્જોય કરી રહી છે. શિબાની અને ફરહાન એકબીજા સાથે રહે છે. પરંતુ બંનેએ હજી સુધી લગ્ન નથી કર્યા અને તેમને આ વાતની કોઇ જલ્દી પણ નથી. ચાહકોને પણ આ જોડી ઘણી પસંદ આવે છે.
5.કિમ શર્મા : મોહબ્બતેં ફેમ કિમ શર્મા 41 વર્ષની છે અને તેણે હજી સુધી લગ્ન કર્યા નથી. કિમ શર્મા કેટલાક દિવસ પહેલા ટેનિસ પ્લેયર લિએંડર પેસ સાથે તેના રિલેશનને ઓફિશિયલ કરી ચૂકી છે. કિમ અને લિએંડર હાલ એકબીજા સાથે સારો સમય વીતાવી રહ્યા છે.