બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજકાલ ભારતમાં તેના મિત્રોને મળી રહી છે. આ અઠવાડિયું બોલીવુડના સ્ટાર્સ માત્રે ઘણું વ્યસ્ત રહ્યું છે. અઠવાડિયાના છેલ્લા દિવસે બૉલીવુડ સેલેબ્સે પાર્ટી કરી હતી.

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ બાલા’ સફળ થવા પર અને કાર્તિક આર્યનના બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ બધા સ્ટાર્સ રોહિણી અય્યરના ઘરે પહોંચી હતી.

બોલીવુડના સેલેબ્સની સાથે-સાથે પ્રિયંકા ચોપરા અને કેટરીના કૈફ પણ મસ્તી કરવા માટે અને મિત્રો સાથે સમય વીતાવવા માટે ત્યાં પહોંચ્યા હતા.

આ પાર્ટીમાં પ્રિયંકા અને કેટરીના સિવાય એકતા કપૂર, આયુષ્માન ખુરાના, તાહિરા કશ્યપ, હુમા કુરૈશી, કૃતિ સેનન અને ભૂમિ પેડનેકર સાથે અન્ય લોકો પણ હતા.

આ પાર્ટીમાં બધાએ ખુબ જ મસ્તી કરી હતી. પ્રિયંકા ચોપરાએ મિત્રો સાથે મળીને બોલીવુડના સોન્ગ પર ડાન્સ કર્યો હતો.

આ પાર્ટીમાં કૃતિ સેનન અને તેની બહેન નૂપુર સેનન સાથે પહોંચી હતી. બન્ને બહેનોએ પ્રિયંકા સાથે તસ્વીર ખેંચાવી હતી.

આ પહેલા કૃતિ સેનન અને પ્રિયંકા ચોપરાની મુલાકાત ન્યુયોર્કમાં થઇ હતી, જ્યાં કૃતિ સેનનન્યુયોર્ક ફેશન વીકનો હિસ્સો લેવા ગઈ હતી.

આ પાર્ટીમાં ડ્રિમ ગર્લના બન્ને સ્ટાર્સ આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાનું પણ આ પાર્ટીમાં રીયુનિયન થયું હતું.

પરંતુ પાર્ટીમાં સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું તો તે હતી કેટરીના અને પ્રિયંકા. ઘણા સમય બાદ બન્ને સાથે જોવા મળતા બન્નેનું બોન્ડીગ સારું લાગતું હતું.

પ્રિયંકા અને કેટરીના કૈફ સાથે અર્પિતા ખાન પણ જોવા મળી હતી. આ ત્રણેય ઘણા ખુશ લાગી રહ્યા હતા. સોશિયલ મીડીયામાં શેર કરી હતી. આ તસ્વીરમાં કેટરીના કૈફ બ્લેક ડ્રેસમાં ખુબસુરત લાગી રહી હતી.

પ્રિયંકા આ પાર્ટીમાં યલો ડ્રેસમાં જોવા મળી હતી, આ વચ્ચ અર્પિતા પિન્ક ડ્રેસમાં જોવા મળી હતી. કેટરીનાએ અર્પિતાને હગ કરેલી જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’નું શૂટિંગ કરી રહી છે. કેટરીના કૈફ જલ્દી જ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં નજરે આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.