આજે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આખા દેશની અડનાર આજે ભક્તિ ગણપતિ બાપ્પાની સ્થાપના કરી રહ્યા છે, ત્યારે સેલેબ્રિટીઓ પણ આજે તેમના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી છે. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે. સાથે જ તેઓ પોતાના ચાહકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ આપી રહ્યા છે.
સૈફ અલી ખાન અને કરીના કપૂરે પણ તેમના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી છે. કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ગણેશજીની પૂજા કરવા દરિયાનની તસવીરો પણ શેર કરી છે. જેમાં તેનો લાડલો દીકરો તૈમુર તેના પિતા સૈફ સાથે બે હાથ જોડીને બાપ્પાની પૂજા કરી રહ્યો છે. આ સાથે જ કરીનાએ તૈમુર દ્વારા બનાવવામાં આવેલા ગણપતિની પણ તસ્વીર શેર કરી છે જે ખુબ જ ક્યૂટ છે.
કરીનાની નણંદ એટલે કે સૈફ અલી ખાનની બહેન અભિનેત્રી સોહા અલી ખાને પણ તેના ઘરમાં ગણપતિનું સ્વાગત કર્યું છે. સોહાએ તેના ઘરે માટીના ગણપતિની ક્યૂટ મૂર્તિની સ્થાપના કરી છે. સાથે જ તેને તસ્વીર શેર કરી અને શુભકામનાઓ પણ પાઠવી છે.
ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રીધ્ધીમા કપૂરે પણ તેના ઘરે ગણપતિનું સ્વાગત કર્યું છે. રીધ્ધીમાએ તેના ઘરની અંદર વિશાળ ગણપતિની મૂર્તિની ઝલક બતાવતા ચાહકોને પણ શુભકામનાઓ પાઠવી છે.
શિલ્પા શેટ્ટી તેના ઘરે દર વર્ષે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરે છે. શિલ્પા ભલે હાલમાં તેના પતિના કારણે મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહી હોય પરંતુ તેને ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં કોઈ કસર નથી છોડી.
View this post on Instagram
શિલ્પાની જેમ જ અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ ગણેશ ચતુર્થીના અવસર ઉપર ગણપતિનું સ્વાગત ખુબ જ ધામધૂમથી કર્યું છે. આ વખતે તેને ગણપતિની પહેલી ઝલક શેર કરવાનું સાથે જ લોકોને ગણેશ ચતુર્થી પણ વિશ કરી છે.
સોનુ સુદે પણ તેણ ઘરે રિદ્ધિ સિદ્ધિના દાતા અને શુભલાભના પ્રદાતા ગણેશજીનું સ્વાગત કર્યું છે અને બધાને સ્વસ્થ જીવન માટે આ શુભ દિવસના અવસર ઉપર ગણપતિ પાસે પ્રાર્થના પણ કરી છે.
નીલ નીતિન મુકેશે પણ તેમના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરી છે. જેની તસ્વીર પણ સામે આવી છે જેમાં તે શોરૂમમાંથી ગણપતિ બાપ્પાને ઘરે લઇ જતા જોવા મળી રહ્યા છે.
અભિનેતા આયુષમાન ખુરાનાએ પણ ગણપતિ બાપ્પાનું સ્વાગત ખુબ જ ધામધૂમથી કર્યું છે, જેની તસ્વીર પણ સામે આવી છે.
તો ફિલ્મ અને ટીવી પ્રોડ્યુસર એકતા કપૂરે પણ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગણપતિનું સ્વાગત કર્યું છે. એકતાએ તેના લાડલા દીકરા સાથે ગણેશ ભગવાનની ઝલક તેના ચાહકો સાથે શેર કરી છે.
View this post on Instagram