મનોરંજન

હકીકતે પણ ભાઈ-બહેન છે આ 10 બોલિવૂડ સેલીબ્રીટીસ, જાણીને ચોક્કસથી તમને વિશ્વાસ નહિ આવે!!!

બોલિવૂડમાં અત્યાર સુધીમાં આપણે બધાએ જ પ્રેમ-સંબંધો અને પતિ-પત્નીના સંબંધો વિશે ઘણું સાંભળ્યું છે. પરંતુ એવા ઘણા કલાકારો છે, જેમને ક્યાં તો પરિવાર દ્વારા દૂરના સંબંધો થાકી ભાઈ-બહેન છે અથવા તો લાંબા સમયથી એકબીજાને ભાઈ-બહેન માનતા આવે છે, અને આ સંબંધ નિભાવતા આવે છે. તો આજે એવા જ ભાઈ-બહેનોને મળીએ કે જે દૂરના ભાઈ-બહેન છે અથવા તો માનેલા ભાઈ-બહેન છે.

Image Source

મોહનીશ બહલ અને કાજોલ

ઘણા ઓછા લોકોને ખબર હશે કે અભિનેત્રી કાજોલ અને અભિનેતા મોહનીશ બહલ ભાઈ-બહેન છે. મોહનીશ બહલની માતા નૂતન અને કાજોલની માતા તનુજા બંને સગી બહેનો છે. આ હિસાબે કાજોલ અને મોહનીશ બહલ માસિયા ભાઈ-બહેન છે.

Image Source

ઇમરાન હાશમી અને આલિયા ભટ્ટ

અભિનેતા ઇમરાન હાશમી અને અભિનેત્રી આલિયા ભટ્ટ ભાઈ-બહેન છે, એ જાણીને તમે ચોક્કસથી જ ચોંકી ગયા હશો. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ ઇમરાન હાશમીના સંબંધમાં મામા થાય છે.

Image Source

રણવીર સિંહ અને સોનમ કપૂર

અભિનેત્રી સોનમ કપૂર અને અભિનેતા રણવીર સિંહ એકબીજાના ભાઈ-બહેન છે. રણવીરના દાદા અને સોનમ કપૂરની નાની બંને ભાઈ-બહેન છે. એટલે આ નાતે રણવીર અને સોનમ ભાઈ બહેન છે.

Image Source

અર્જુન કપૂર અને કેટરીના કૈફ

બૉલીવૂડ અભિનેતા અર્જુન કપૂર અભિનેત્રી કેટરીના કૈફને પોતાની બહેન માને છે. કહેવામાં આવે છે કે બોલિવૂડમાં આવ્યા બાદથી જ કેટરીના અર્જુન કપૂરને પોતાનો ભાઈ માને છે.

Image Source

ઐશ્વર્યા રાય બચ્ચન અને સોનૂ સૂદ

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અભિનેતા સોનૂ સૂદને પોતાનો ભાઈ માને છે. નોંધનીય છે કે ફિલ્મ જોધા અકબરમાં પણ બંનેએ ભાઈ-બહેનનું પાત્ર ભજવયયું હતું અને ત્યારથી જ સોનૂ સૂદ અને ઐશ્વર્યાના સંબંધો ભાઈ બહેનના છે.