રેખાથી લઇને વરુણ ધવન અને નોરા ફતેહી-સની લિયોન સુધી, પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં પહોંચ્યા આ સ્ટાર્સ- જુઓ તસવીરો

જુઓ Video: રેખાથી લઈને વરુણ ધવન સુધી..આ સિતારાઓએ પ્રિયંકા ચોપરાની સિરિઝ ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં આપી હાજરી

અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની અપકમિંગ હોલીવુડ વેબ સીરીઝ ‘સિટાડેલ’ને લઈને ઘણી ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા આ સિરીઝના પ્રમોશન માટે ભારત આવી છે. આ દરમિયાન સીરીઝનું પ્રીમિયર રાખવામાં આવ્યુ હતુ, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.આ ઈવેન્ટ માટે પ્રિયંકાએ બ્લુ ઓફ શોલ્ડર થાઇ-હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો.

આ સાથે તેણે બ્લેક હીલ્સ મેચ કરી હતી. આ સાથે તેણે તેના સિગ્નેચર મેકઅપ લુક સાથે બોલ્ડ અને ગોર્જિયસ લુક કેરી કર્યો હતો. પ્રિયંકાના આ સિન્ડ્રેલા લુકને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.પ્રીમિયર નાઇટમાં રિચર્ડ મેડન સાથે પોઝ આપતા અભિનેત્રી અને તેના સહ-અભિનેતાની કેમિસ્ટ્રી સિઝલિંગ હતી.

આ પ્રીમિયર નાઇટમાં નોરા ફતેહીથી લઈને રેખા અને વરુણ ધવન સુધી અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ સિવાય બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા પણ ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં ખૂબ જ અનોખો ડ્રેસ પહેરી પહોંચી હતી. નેહા અને આઇશા એટલે કે શર્મા સિસ્ટર પણ આ પ્રીમિયર નાઇટમાં પહોંચ્યા હતા અને તેમના લુકની ચાહકો દ્વારા ઘણી પ્રશંશા કરવામાં આવી છે.

તેમની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. OTTની દુનિયામાં ધૂમ મચાવનાર અલી ફઝલ પણ ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન અલી ફઝલ ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. સની લિયોન ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. સની લિયોનીનો આ લુક જોઈને ફેન્સ દંગ રહી ગયા હતા.

રકુલ પ્રીત સિંહ ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં શોર્ટ ડ્રેસમાં તેના લેગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. બોલિવૂડ એકટર વરુણ ધવન ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં શાનદાર લુકમાં જોવા મળ્યો હતો. વરુણ ધવનનો આ લુક સોશિયલ મીડિયા પર સામે આવતા જ તે વાયરલ થઈ ગયો. પોતાના લુક અને ડ્રેસને લઈને ચર્ચામાં રહેતી અભિનેત્રી નોરા ફતેહી પણ ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં પહોંચી હતી,

આ દરમિયાન તેણે ટાઇટ બોડી હગિંગ ડ્રેસ સાથે હાથમાં એક નાની બેગ કેરી કરી હતી. બોલિવૂડની જાણીતી અભિનેત્રી રેખા ‘સિટાડેલ’ના પ્રીમિયરમાં તેના એવરગ્રીન લુકમાં જોવા મળી હતી. રેખાએ બ્રાઉન સિલ્કની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રેખાએ પેપરાજીને ઘણા પોઝ આપ્યા અને હાથ જોડીને અભિવાદન કર્યું.

ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર અને અનુભવ સિન્હા પણ સિટાડેલના પ્રીમિયરમાં પહોંચ્યા હતા. જ્યારે અભિનેત્રી અદિતિ રાવ હૈદરી, અનુષા દાંડેકર, હર્ષવર્ધન કપૂર, સયાની ગુપ્તા, કુબ્રા સૈત, અનુષ્કા સેન, સાન્યા મલ્હોત્રા, શ્વેતા ત્રિપાઠી અને અનુભવ સિંહ બસ્સી જેવા અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરાના પરફોર્મન્સે સૌને આકર્ષ્યા હતા.

દેશી ગર્લ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરાની હોલીવુડ વેબ સીરિઝ ‘સિટાડેલ’ 28 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઇ રહી છે અને આ દિવસોમાં તે સિટાડેલના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે તેના પતિ નિક જોનસ અને દીકરી માલતી મેરી સાથે ભારત પણ આવી પહોંચી છે. આ સીરિઝ હિન્દીમાં પણ રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina