મનોરંજન

એમેઝોનના CEO ની ઇવેન્ટમાં બૉલીવુડ સેલેબ્સનો જમાવડો, જુઓ 20 તસ્વીર એક ક્લિકે

એમેઝોનના ફાઉન્ડર અને સીઈઓ જેફ બેઝોસ ગુરુવારે મુંબઈમાં ગર્લફ્રેન્ડ સાથે લોરેન સાંચેઝ સાથે એમેઝોનના પ્રાઈમ વિડીયો ઇવેન્ટમાં પહોંચ્યા હતા. ત્રણ દિવસના ભારતના પ્રવાસમાં છેલ્લા દિવસે આ ઇવેન્ટમાં એક્ટર શાહરુખ ખાન અને જોયા અખ્તર સાથે સ્ટેજ શેર કરી ભારતમાં વિડીયો કન્ટેન્ટને લઈને એમેઝોન પ્રાઈમને લઈને ઘોષણા કરી હતી.
બેઝોસે કહ્યું હું કે, છેલ્લા 2 વર્ષમાં ભારતમાં એમેઝોન પ્રાઈમ વિડીયોનો વોચ ટાઈમ 6 ગણો વધી ગયો છે. તેથી અમે નક્કી કર્યું છે કે, અમે આ પ્લેટફોર્મ પર 2 ગણું વધુ રોકાણ કરીશું.

ત્રણ દિવસીય ભારત પ્રવાસને લઈને બેઝોસે કહ્યું હતું કે, આગલા 5 વર્ષમાં 71 હજાર કરોડ રૂપિયાની મેક ઈન ઇન્ડિયા પ્રોડક્ટ એક્સપોર્ટ કરશે. દેશના નાના-મોટા ઉદ્યોગોને ડિજિટાઇઝ કરવા માટે 7,100 કરોડ રૂપિયાનું રોકાણ પણ કરવામાં આવશે.

આ ઇવેન્ટમાં જેઝ બેઝોસ સિવાય બોલીવુડના ઘણા સિતારાઓ પહોંચ્યા હતા.
આ ઇવેન્ટમાં આશુતોષ ગોવારિકર તેના પુત્ર સાથે નજરે આવ્યો હતો.
આ ઇવેન્ટમાં ભૂમિ પેડણેકર ખાસ અંદાજમાં જોવા મળી હતી.

ફરહાન અખ્તર પણ ગર્લફ્રેન્ડ શિબાની સાથે આ ઇવેન્ટમાં પહોંચ્યો હતો.

અરશદ વરસી પણ તેની પત્ની સાથે પહોંચ્યો હતો.

આ ઇવેન્ટમાં એક્ટ્રેસ વિદ્યા બાલન પણ તેના પતિ સાથે પહોંચી હતી.

સાઉથ ઇન્ડિયન સુપર સ્ટાર કમલ હાસન પણ આ ઇવેન્ટમાં પહોંચ્યો હતો.

ટી-સિરીઝના ભૂષણ કુમાર તેની પત્ની દિવ્યા કુમાર ખોસલા સાથે પહોંચ્યા હતા.

રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા સાથે આ ઇવેન્ટમાં પહોંચ્યો હતો.

નિર્દેશક ગુનીત મોંગા પણ આ ઇવેન્ટમાં નજરે આવ્યો હતો.

એક્ટ્રેસ હંસિકા મોટવાણી આ પાર્ટીમાં જોવા મળી હતી.

રાજકુમાર રાવ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે જોવા મળ્યા હતા.

વિવેક ઓબેરોય ઇવેન્ટમાં નજરે આવ્યા હતા.

એક્ટ્રેસ કીર્તિ કુલ્હાડી પણ બોલ્ડ અંદાજમાં આ ઇવેન્ટમાં પહોંચી હતી.

નેહા ધૂપિયા પણ પતિ અંગદ બેદી સાથે પહોંચી હતી.

ઋચા ચડા અને આલી ફઝલ ઓનબ આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા.

આ ઇવેન્ટમાં માનવી ગાગરું પણ હાજર રહી હતી.

કબીર ખાન તેની પત્ની સાથે હાજર રહ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.