ખબર ફિલ્મી દુનિયા

વીરુ દેવગનની અંતિમ યાત્રા: પિતાની અર્થીને કાંધ આપતો નજર આવ્યો અજય, થોડીક જ વારમાં થશે અંતિમ સંસ્કાર

બોલીવૂડના સિંઘમ અજય દેવગણના પિતા અને પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર વીરુ દેવગણનું સોમવારે સવારે 77 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. વીરુ દેવગણના નિધનના સમાચાર સાંભળીને આખું બોલિવૂડ શોકમાં છે. તેઓ ખૂબ જ પ્રખ્યાત સ્ટન્ટ ડિરેક્ટર હતા. તેમના મૃત્યુ પર બોલીવૂડના તમામ સેલિબ્રિટીઓ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહયા છે. અને તેમના નિધનના સમાચાર બાદ બોલીવૂડના સ્ટાર્સ અજય દેવગણ અને કાજોલના ઘરે આવી રહયા છે.

સાંજે 6 વાગે મુંબઈમાં વિલેપાર્લેમાં વીરુ દેવગણના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સાન્તાક્રુઝનાં સૂર્યા હોસ્પિટલમાં એડમિટ હતા. તેઓનું નિધન કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું. પોતાની કારકિર્દીમાં તેમને 80થી વધુ ફિલ્મોમાં સ્ટન્ટ અને એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ સિવાય બોલિવૂડની ફિલ્મોમાં તેમને એક્ટર, ડિરેક્ટર, રાઇટર, પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

#shahrukhkhan arrives at #ajaydevgn house post his father’s demise today #rip #veerudevgan #instadaily #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

છેલ્લા કેટલાક સમયથી તેઓની ખરાબ તબિયતને કારણે તેઓએ ફિલ્મી પાર્ટીઓમાં જવાનું બંધ કરી દીધું હતું. તેઓએ પોતાના દીકરા અજય દેવગણની ઘણી ફિલ્મોના એક્શન સીનને ડિરેક્ટ કર્યા હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ બની ગયો છે.

 

View this post on Instagram

 

#sunnydeol #BobbyDeol snapped at#ajaydevgn house today #rip #veerudevgan #instadaily #manavmanglani @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા માટે શાહરુખ ખાનથી લઈને સની દેઓલ જેવા તમામ સેલીબ્રીટીસ અજય દેવગણના ઘરે પહોંચી રહયા છે.

 

View this post on Instagram

 

#kajol seen at her residence managing the preparation of last rites of her father in law #veerudevgan whompassed away today morning

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા માટે અજય દેવગણના ઘરે સંજય દત્ત અને શાહરુખ ખાન પણ પોતાની પત્ની ગૌરી સાથે પહોંચ્યા.

સની દેઓલના નાના ભાઈ અભિનેતા બોબી દેઓલ પણ વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા માટે અજય દેવગણના ઘરે પહોંચ્યા.

 

View this post on Instagram

 

#twinklekhanna baby Nitara and #akshaykumar today at the private airport #airportdiaries @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ સિવાય ટ્વિકંલ ખન્ના, મહેશ ભટ્ટ, અયાન મુખર્જી, હર્મન બાવેજા, હેરી બાવેજા પણ વીરુ દેવગણને શ્રદ્ધાંજલિ આપવા માટે અજય દેવગણના ઘરે પહોંચી ચુક્યા છે. માહિતી અનુસાર, વીરુ દેવગણની છેલ્લી ક્ષણોમાં તેમના દીકરા અજય દેવગણ તેમની સાથે ન હતા.

 

View this post on Instagram

 

#maheshbhatt Arrives to pay last respect to #veerudevgan who has passed away today morning. #rip @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અજય દેવગણ તેમની આગામી ફિલ્મ તાનાજીના શૂટિંગમાં વ્યસ્ત હતા. છેલ્લા સમયમાં કાજોલ જ પોતાના સસરા વીરુ દેવગણને હોસ્પિટલ લઇ ગઈ હતી. જ્યા કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું.

 

View this post on Instagram

 

#ayanmukerji Arrives to pay last respect to #veerudevgan who has passed away today morning. #rip @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks