ફિલ્મી દુનિયા

શું કરણ જોહરની પાર્ટીમાં બૉલીવુડ સેલેબ્સ હતા નશામાં ધૂત ? વીડિયોથી ઉઠ્યો સવાલ, સત્ય હતું કંઈક આવું- વાંચો સમગ્ર વિગત એક ક્લિકે

બૉલીવુડ સેલેબ્સ તેની ગ્લેમરસ પાર્ટીમાં બહુજ એન્જોય કરતા નજરે પડે છે.  કરણ જોહર ઘણી વાર તેના મિત્રોને પાર્ટી આપે છે. ગયા શનિવારે કરણ જોહરના ઘરે થયેલી હાઉસ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીઝના બધા જ યંગ એક્ટ્રેસ નજરે આવે છે. જેના દીપિકા પાદુકોણથી, મલાઈકા અરોરા, વરુણ ધવન, શાહિદ કપૂર, જોયા અખ્તર, અયાન મુખર્જી અને વિકિ કૌશલ સુધી બધા લોકોએ પાર્ટી એન્જોય  કરી હતી. કરણે ખુદે આ વીડિયો સોશિયલ મીડિયા શેર કર્યો છે. અને ફેન્સ સેલેબ્સને ટ્રોલ કરવા લાગ્યા છે. સાથે જ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં બધા નશામાં ધૂત હતા.

આ વીડિયોમાં કરણ તેના ઘરની પાર્ટીનો નજારો બતાવે છે.  ત્યારબાદ આ બધા સ્ટાર્સને જોઈને યુઝર્સએ કહે છે કે, બધા કોઈને કોઈ છુપાવે છે. વિક્કી કૌશલનો ફોટો શેર કરતા યુઝર્સે કહ્યું હતું કે, લાગી રહ્યું છે કે ડ્રગ લઈને બેઠો છે. અને જલ્દી જ સંજુ-2  ફિલ્મનું શૂટિંગ કરશે.

કમાલ ખાને તેના  કેઆરકે બોક્સ ઓફિસ નામના ટ્વિટર એકાઉન્ટથી આ પાર્ટીનો વિડીયો શેર કરતા લખ્યું હતું કે, બોલીવુડના ટોપ સુપરસ્ટાર્સ કરણ જોહરની પાર્ટીમાં બધા નશામાં હતા. અમેં તે કહી ના શકીએ કે અમે બધાએ દારૂ પીધો હતો કે નશો કર્યો હતો. પરંતુ બધા નાક સાફ કરી રહ્યા હતા.
ભાજપ નેતા મનજીંદર સિંહ સિરસાએ આ વીડિયો પર ઉડતા પંજાબ લખીને શેર કર્યો હતો. સિરસાએ લખ્યું હતું કે, જુઓ બોલીવુડના સ્ટાર નશાની હાલતમાં જોવા મળે છે. જેનો હું સખ્ત વિરોધ કરું છું.

ભાજપના નેતા મનજીંદર સિંહના આ ટ્વીટ પર કોંગ્રેસ નેતા મિલિન્દ દવેએ જવાબ આપ્યો હતો. તેઓએ તેના ટ્વીટમાં જણાવ્યું હતું કે, તે સાંજે મારી પત્ની પણ તે પાર્ટીમાં હતી. ત્યાં કોઈ નશાની હાલતમાં ના હતું. ખોટું બોલીને તે લોકોને બદનામ કરવાનું બંધ કરી તે લોકોની માફી માંગો.

આ મામલો અહીં થી જ પૂરો નથી થયો. એક્સ કપલ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર પણ એક સાથે જોવા મળતા તેના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks