સમગ્ર વિશ્વમાં નવું વર્ષ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ચારે બાજુ ખુશીનું વાતાવરણ છે. બધા જ એકબીજા માટે નવા વર્ષ નિમિતે પ્રાર્થના કરી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
અમિતાભ બચ્ચને પરિવારના સભ્યો સાથેની તસ્વીર શેર કરી હતી. જેમાં જયા બચ્ચન, નવ્યા નવેલી નંદા, અગસ્ત્ય નંદા અને આરાધ્યા બચ્ચન છે. અમિતાભે કેપ્શનમાં લખ્યું હતું- ‘વર્ષ નવ હર્ષ નવ જીવન ઉત્કર્ષ નવ’.
T 3597 -” वर्ष नव हर्ष नव जीवन उत्कर्ष नव ” ~ बच्चन pic.twitter.com/4YtqCRJpBG
— Amitabh Bachchan (@SrBachchan) December 31, 2019
અનુષ્કાએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા એક તસ્વીર શેર કરી હતી જેમાં વિરાટ કોહલી, સૈફ અલી ખાન, કરીના કપૂર, વરૂણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ જોવા મળી હતી. આ બધા સ્ટાર્સ આજકાલ સ્વિટ્ઝરલેન્ડમાં છે.
View this post on Instagram
સારા અલી ખાને નવા વર્ષની શુભેચ્છાઓ આપતી ઘણી તસ્વીરો શેર કરી છે જેમાં તે મંદિર, ગુરુદ્વારા અને ચર્ચમાં જોવા મળી રહી છે.
View this post on Instagram
પ્રિયંકા ચોપડાએ લખ્યું છે- ‘એક વધુ વર્ષ, એક વધુ ગિફ્ટ, ભગવાનનો અને બધા લોકોનો આભાર.’
View this post on Instagram
સોનમ કપૂર નવા વર્ષની ઉજવણી કરવા ઇટાલીના રોમમાં છે. તેણે પતિ આનંદ આહુજા સાથે લિપલોક કરતો વીડિયો શેર કર્યો છે.
View this post on Instagram
શાહરૂખ ખાને તેના તમામ ચાહકો માટે દુવા માંગતા તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.
View this post on Instagram
સુષ્મિતા સેને એક તસ્વીર શેર કરી છે જેમાં તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ અને બંને પુત્રી રેને અને અલીશા છે.
View this post on Instagram
તાપસી પન્નૂ નવા વર્ષની ઉજવણી માટે મોરેશિયસમાં છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.