મનોરંજન

બોલિવુડના કરોડોપતિ સુપરસ્ટાર ગણાતા આ 18 સિતારાને આ ટોટકા પર છે આંધળો વિશ્વાસ..

એક ફિલ્મ રિલિઝ થતા પહેલા જાય છે સિદ્ધિવિનાયકના દર્શને, જેને તેઓ પોતાનો લક્કી ચાર્મ પણ માને છે!

ઘણા લોકો ઘરની બહાર નીકળતા પહેલા ભગવાનના મંદિરે દર્શન કરીને જાય છે, ઘણા વીંટી પહેરતા હોય છે તો કોઇક સારુ કામ કરતા પહેલા કોઇ ચોક્કસ સ્થળે જરુર જાય છે. આવી વાત સાંભળીને નવાઇ પણ લાગે અને હસવુ પણ આવે પરંતુ આ હકીકત છે. આપણા બોલિવુડના સ્ટાર્સ પણ આ અંધવિશ્વાસમાં માને છે. જી, હાં આને તમે ટોટકા કહો કે પછી તેમનો લકી ચાર્મ પણ મોટા ભાગના સ્ટાર્સ આમાં માને છે. તો આવો ક્યા સ્ટાર્સનો અંધવિશ્વાસ કઇ વાતમાં છે તેના વિશે જાણીએ…

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન અને 555 નંબરની વાત કરીએ તો એમ લાગે કે શાહરૂખની માનીતી બ્રાન્ડની સિગારેટનું નામ હશે. ખરેખર 555 નામની સિગારેટ આવે છે, પરંતુ શાહરૂખ ખાન એ સિગારેટ નથી પીતો. શાહરૂખ ખાન આ નંબરને પોતાના માટે લકી માને છે. એટલે એની દરેક કારનો નંબર 555 છે. અરે એની ખાસ બાઈક જે ચેન્નાઈ એક્સપ્રેસમાં બતાવવામાં આવી હતી તેનો નંબર પણ 555 હતો એ ફિલ્મના દ્રશ્યોમાં જોવા મળે છે.

શિલ્પા શેટ્ટી
શિલ્પા જ્યારે પણ આઇપીએલ જોવા જાય ત્યારે ત્યારે તે પોતાના કાંડા પર 2 ઘળિયાળ પહેરે છે તે માને છે આમ કરવાથી તેની ટીમ સારુ રમે છે.

સંજય દત્ત
અત્યારે સિનેજગતમાં પોતાની બીજી ઈનિંગ્સ શરૂ કરવા મથી રહેલા સંજય દત્તને 4545 નંબરનું વળગણ છે. ફિલ્મ લગે રહો મુન્નાભાઈમાં અક્ષર અને આંકડાની માયાજાળ વડે ઉદ્યોગપતિને ભરમાવતા જ્યોતિષિ સામે બંડ પોકારતા સંજય દત્તને 4545 આંકડા વગર ચાલતું નથી. તેના દરેક વાહનની નંબરપ્લેટ તેની દરેક લકઝુરિયસ ગાડીઓમાં જોવા મળે છે. એમાં 4545 નંબરન્ એટલા માટે છે કે સંજય દત્તને માત્ર ૯ના આંકડાથી પ્રેમ છે. 4545 નંબરનો સરવાળો 9 થતો હોવાથી એ નંબર બધા વાહનો માટે મેળવે છે.

સલમાન ખાન
સલમાન ખાન તેના પિતા સલીમ ખાને આપેલુ બ્રેસ લેટને લકી માને છે, તે કોઇ પણ ફિલ્મ માટે ક્યારેય પણ સલમાન આ બ્રેસલેટ ઉતારતો નથી. ઘણી વખત તેના ફેન્સને તેણે બ્રેસલેટ ગિફ્ટ પણ કર્યું છે, પરંતુ તરત બીજુ બ્રેસલેટ પહેરી લીધું છે.

બિપાશા બાસુ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સ્વતંત્ર અને આધુનિક મહિલા તરીકે ઓળખાય છે. લોકો તેના વિશે એવું વિચારતા હશે કે તે કોઈપણ જાતની અંધશ્રદ્ધામાં નહીં માનતી હોય.પણ ના, એય અંધશ્રદ્ધામાં માને જ છે. તે દર શનિવારે લીંબુ અને મરચાં તેની ગાડીમાં બાંધે છે. જેથી તે દુર્ઘટના અને દુરાત્માઓથી બચી શકે.

વિદ્યા બાલન
વિદ્યા બાલનનું વળગણ અંધશ્રદ્ધાના વર્ગમાં આવે કે નહીં એ સવાલ છે. પણ એ વાત સાચી છે કે તેપાકિસ્તાની બ્રાન્ડનું કાજલ આંખમાં આંજ્યા વગર કોઈ દિવસ ઘરની બહર નીકળતી નથી.

અમિતાભ બચ્ચન
અમિતાભની દરેક આંગળી પર એક એક વીંટી જોવા મળે છે. અનેક આંગળી ઉપર તો બે વીંટી જોવા મળે છે. અમિતાભને એ વીંટીઓ પહેરવા પાછળ કોઈ અંધશ્રદ્ધા છે કે નહીં એ વાત જવા દઈએ તો પણ એ ફૂટકોલ અને ક્રિકેટ જોવાના શોખીન છે અને એ બાબાતે ગજબની અુધશ્રદ્ધા ધરાવે છે. એક વખત મેચ જોવા જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભા થતા નથી. એ માને છે કે ઊભા થઈ જવાથી નસીબ ફરી જશે અને એમની માનીતી ટીમ હારી જશે.

રનબીર કપૂર
એક બીજી સેલિબ્રેટી રનબીર કપુર પણ આંકડામાં વિશ્વાસ ધરાવે છે. તે પોતાના દરેક વાહન માટે 8 નંબરની પ્લેટ પસંદ કરે છે. બને એટલી બાબતોમાં 8 નો આંકડો જાળવવા પ્રયાસ કરે છે. કારણ કે એ માને છે કે આ આંકડો તેના માટે નસીબદાર છે. આ આંક તેની મમ્મી નીતૂ કપૂરની જન્મતારીખનો છે.

અજય દેવગન
અજયને કોઈ અંકવિજ્ઞાનનીએ તેને સલાહ આપી ત્યારથી તેણે પોતાના નામના અંગ્રેજી સ્પેલિંગમાં ફેરફાર કર્યો છે. તેની અટક ‘દેવગન’ના સ્પેલિંગમાંથી ‘એ’ કાઢી નાંખ્યો છે તેથી હવે તેની અટક ‘દેવજ્ઞા’ વંચાય છે. અજય માને છે કે એ પછી જ એની સળંગ બધી ફિલ્મો હિટ થવા લાગી છે.

રિતિક રોશન
`કહોના પ્યાર હૈ’ના રિતિક રોશનને આપણે સૌ જાણીએ છીએ. પહેલીવાર જ્યારે તેને આ ફિલ્મમાં જોવામાં આવ્યો ત્યારે દર્શકોમાં ચર્ચા હતી કે એને જમણા હાથમાં ડબલ અંગૂઠા છે કે નહીં. આજના જમાનામાં રિતિક ચાહે તો તેના ડબલ અંગૂઠા ઓપરેશન કરીને આરામથી દૂર કરી શકાય. પરંતુ આ અભિનેતા પોતાનો વધારાનો અંગૂઠો દૂર કરવા માંગતો નથી. રિતિક માને છે કે એ વધારાનો અંગૂઠો એના માટે નસીબદાર છે. રિતિકને ખબર નથી કે એનો અંગૂઠો નહીં, એ જે પરિવારમાં જન્મ્યો છે એના કારણે તેનું નસીબ ચમકતું રહે છે.

અક્ષય કુમાર
ખેલાડી કુમારની વાત કરીએ તો આ અભિનેતા ફિલ્મમાં તનતોડ મહેનત કર્યા પછી ફિલ્મ રજુ થવાની હોય ત્યારે વિદેશ ફરવા જતો રહે છે. ફિલ્મના પ્રીમિયરમાં હાજર રહેતો નથી. એ માને છે કે તેની હાજરીથી એની ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થવાને બદલે પીટાઈ જાય છે.

એકતા કપૂર
જો એકતા કપૂરની ટીવી સીરિયલનાં નામ સાંભળીએ તો ખ્યાલ આવે કે તેમાં એક અંધશ્રદ્ધા સમાયેલી છે. તેની દરેક સીરિયલનું ટાઈટલ `K’ થી શરૂ થાય છે. એકતા માને છે કે અંગ્રેજીનો ‘કે’ અક્ષર તેના માટે લકી છે. નસીબજોગે એની કેથી શરૂ થતા નામવાળી સીરીયલો એક પછી એક હિટ થવા લાગી એટલે એકતા માટે આ અંધશ્રદ્ધા પાકી બની ગઈ.

રાકેશ રોશન
એકતા કપૂરની જેમ રાકેશ રોશન પણ ‘કે’ અક્ષર પરથી તેની ફિલ્મના નામ શરુ થાય છે, કોયલા, કોઇ મિલ ગયા, કહોના પ્યાર હૈ, કરન-અર્જુન, ક્રિશ વગેરે ફિલ્મોની જેમ તેની દરેક ફિલ્મનો અક્ષર ‘કે’ પરથી જ શરુ થાય છે.

આમિર ખાન
આમિર ખાન માટે આવી કોઈ અંધશ્રદ્ધાની વાત જાણવા મળતી નથી. પરંતુ એક વાતે એ પણ અંધશ્રદ્ધા જરૂર ધરાવે છે. આખા વિશ્વમાં નાતાલ ઉજવાતી હોય અને લોકો પોતના ઘર તથા ઉજવણીમાં વ્યસ્ત હોય ત્યારે આમિરખાન પોતાની નવી ફિલ્મ રજુ કરે છે. એ માને છે કે ક્રિસમસ પર ફિલ્મ રીલીઝ કરવાથી સુપરહિટ થાય છે.

દીપિકા પદુકોણ
દીપિકા પદુકોણ હાલ ટોચની અભિનેત્રીમાંની એક છે. દીપિકા માને છે કે જો તે કોઇ ફિલ્મના રિલિઝ થતા પહેલા સિદ્ધિવિનાયકના દર્શને અચુક જાય છે.

રણવીર સિંહ
રણવીર સિંહ વારંવાર બીમાર પડી જતો હતો. શરૂઆતમાં માનવામાં આવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામના વધુ પડતા ભારને કારણે તેને વારંવાર ગંભીર બીમારીનો સામનો કરવો પડતો હશે. પર એવું નથી, તેની મમ્મી માને છે કે રણવીર પર કોઈ દુષ્ટ આત્માની અસર થઈ જાય છે એટલે તે માંદો પડી જાય છે. જેથી તેની મમ્મીએ તેને પગમાં પર એક કાળો દોરો બાંધી દીધો. જે હાલમાં રણવીર સિંહના પગ પર બંધાયેલો છે. રણવીરસિંહ કહે છે કે તે કાળા દોરાના ચમત્કારમાં નથી માનતો, પરંતુ માનું દિલ દુખાવવા નથી માગતો એટલે દોરો પહેરી રાખ્યો છે.

કેટરિના કૈફ
બોલિવૂડ બ્યુટી કેટરિના કૈફ કોઈ વીંટી, દોરા-ધાગા કે નંબરમાં માનતી નથી. એ માત્ર એક જ અંધશ્રદ્ધા ધરાવે છે. એની કોઈપણ ફિલ્મ રજુ થવાની હોય એ પહેલાં એક વખત એ રાજસ્થાનમાં અજમેર શહેરમાં જઈ ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તીની દરગાહ પર ચાદર ચઢાવી આવે છે. કેટરિના માને છે કે આમ કરવાથી તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થાય છે.

કરિના-સૈફ
કરીનાની બર્થ ડે (સપ્ટેમ્બર 21) – 2 + 1 = લકી નંબર 3 સૈફ અલી ખાનની બર્થ ડે(ઓગષ્ટ 16) – 6 + 1 = લકી નંબર 7 છે તેથી તેઓ કોઇ પણ કાર ખરીદે ત્યારે 3 અને 7 તેની નંબર પ્લેટ પર અચુક હોય છે.