મનોરંજન

બોલિવુડના આ 16 સ્ટાર્સને આ વસ્તુથી લાગે છે ડર? કોઇને સાપ તો કોઇને અંધારી રાતનો છે ફોબિયા..!

દરેક વ્યક્તિને કોઇને કોઇ વસ્તુનો ફોબિયા હોય છે. કોઇને કોકરોચ, ઉંચાઇ તો કોઇને પાણીથી ડર લાગે છે. તેમાં જો આપણે બોલિવુડ સ્ટાર્સની વાત કરીએ તો બોલિવુડ સ્ટાર્સને પણ ડર લાગે છે. તો આવો બોલિવુડ સ્ટાર્સ અને તેમના ફોબિયા વિશે જાણીએ.

1.આલિયા ભટ્ટ

બોલિવૂડના કલાકારોને શૂટિંગ માટે ગમે તે સ્થળે જવું પડે છે અને ગમે તે સમયે પૂરું થાય તેનું નક્કી હોતું નથી. તેમને ફિલ્મ માટે અંધારામાં હાઈવે પર પણ શૂટિંગ કરવું પડે છે. ત્યારે આલિયાને બહુ જ બીક લાગે છે. તેને અંધારાથી ડર લાગે છે. તેના ઘરમાં પણ તે ક્યારેય લાઈટો બંધ કરવા દેતી નથી.

2.દીપિકા પદુકોણ

દીપિકાને સાપથી ડર લાગે છે. તેને જ્યારે પણ સાપોની સાથે શૂટિંગ કરવાનું આવે ત્યારે દીપિકાના જાણે હોશ ઊડી જતા હોય એમ લાગે છે. તે શૂટિંગ સ્થળ પર એકદમ ડરતી ડરતી ફરતી હોય તેવુ લાગે છે.

3.શાહરુખ ખાન

બોલિવૂડના બાદશાહને પણ ડર લાગે છે. શાહરૂખ ખાનને કરિયરની શરૂઆતમાં જે કામ કરવું પડતું હતંુ. તેનાથી તેને ખૂબ જ બીક લાગતી હતી. ફિલ્મ બાઝિગર અને કરણ- અર્જુન ફિલ્મમાં તેને ઘોડેસવારી કરવી પડતી. તે સમયે કિંગ ખાનને પરસેવા છૂટી ગયા હતા. તેને જ્યારે પણ ઘોડા સાથે શૂટિંગ કરવાનું થાય છે ત્યારે તે એવોઈડ કરતો હોય એવું લાગે છે.

4.પ્રિયંકા ચોપરા

દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને ઘોડાથી ડર લાગે છે. તેને હોર્સ રાઇડિંગનો ફોબિયા છે. તે ફિલ્મમાં પણ આ પ્રકારનો સીન આપવા માટે તૈયાર થતી નથી.

5.સોનમ કપૂર

સોનમને લિફ્ટથી ડર લાગે છે. તેથી તે બને તો સીડી ચઢવી જ પસંદ કરે છે. પરંતુ જો એવુ હોય કે લિફ્ટનો ઉપયોગ કરવો જ પડે એમ હોય તો તે લિફ્ટના ખૂણામાં ઉભી રહીને પોતાનો ફ્લોર આવવાની જ રાહ જુએ છે.

6.વિદ્યા બાલન

વિદ્યા બાલનને બિલાડીથી ખૂબ જ ડર લાગે છે. જો તે દૂરથી પણ બિલાડી જોઇ જાય કે તેનો અવાજ પણ સાંભળે તો તે ખૂબ જ ગભરાઇ જાય છે.

7.રણબીર કપૂર

રણબીરને વંદાથી બીક લાગે છે. રણબીરને જ્યારે પણ વંદો દેખાય તે ત્યાંથી તરત ભાગી જાય છે. તેને વંદાની તો બીક લાગે જ છે, સાથે સાથે કરોળિયાથી પણ ડરે છે. તે કહે છે કે મારા ઘરમાં ડાયરેક્ટર, પોડયૂસર્સ બધાને આવવાની છૂટ છે, પણ કરોળિયાની નો-એન્ટ્રી છે. કરોળિયાને જોતાં જ તેને ધ્રાસકો પડે છે. આ વાતનો અંત અહીંયા જ નથી આવતો તેને પાણીનો પણ ડર લાગે છે. રણબીરને પાણીમાં કૂદકો મારવાનું કહેવામાં આવે તો તેને પરસેવો છૂટી જાય છે. અનજાના અનજાની ફિલ્મમાં તેને સમુદ્રમાં કૂદવામાં હતું જેનું શૂટિંગ તેણે માંડ પૂરું કર્યું હતું.

8.અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનને ફ્રૂટથી ડર લાગે છે. જી, હાં મોટાભાગના સ્ટાર્સ પોતાના ડાયેટમાં ફ્રૂટ્સને સ્થાન આપે છે. જ્યારે અભિષેકને ફ્રૂટથી ડર લાગે છે. તે ક્યારેય ફ્રૂટ ખાતો નથી.

9.અર્જૂન કપૂર

અર્જુનને જેનાથી ડર લાગે તે સાંભળીને બધાને ખૂબ નવાઈ લાગશે. દરેક ઘરમાં સીલિંગ હોય અને સીલિંગમાં પંખો તો હોવાનો જ. પણ અર્જુનના ઘરમાં એક પણ સીલિંગ ફેન નથી. તેને સીલિંગ ફેનથી ડર લાગે છે. તેને લાગે છે કે પંખો તેના પર પડશે. તેને એટલે સુધી બીક લાગે છે કે જે રૂમમાં પંખો હોય તે રૂમમાં જવાનું પણ પસંદ કરતો નથી. આ જાતના ડરને ફોબિયા કહેવાય છે.

10.અજય દેવગન

અજય દેવગનને જમતી વખતે ખરાબ હાથ હોવાનો ફોબિયા છે. તેથી અજય જમતી વખતે હાથ બરાબર ક્લિન કરે છે. ઉપરાંત તે હંમેશા જમતી વખતે કાંટા અને ચમચીથી જમે છે.

11.અનુષ્કા શર્મા

અનુષ્કાની પહેલી ફિલ્મ તો તમને યાદ જ હશે. રબને બનાદી જોડી જેમાં તે શાહરુખની બાઇક પાછળ બેસેલી બતાવે છે. પરંતુ અનુષ્કા તે માંડ માંડ કર્યુ હતું. કારણ કે તેને બાઇક રાઇડનો ફોબિયા છે.

12.કેટરિના કૈફ

કેટરિનાને ટામેટાંથી બીક લાગે છે. કેટરિનાને પહેલાથી જ ટામેટાંથી ડર લાગતો હતો, પણ તે ડર હવે વધી ગયો છે. કારણ કે ફિલ્મ ઝિંદગી ના મિલેગી દોબારામાં એક ગીત હતું જેમાં ટામેટાં એકબીજાને મારવાના હોય છે. તેથી કેટરિનાનો આ ફોબિયા એટલો વધી ગયો છે કે તે ટામેટાંને પોતાની પાસે પણ આવવા નથી દેતી કે કોઈપણ વસ્તુ જે ટામેટાંની બનાવી હોય તો તે જમતી પણ નથી. માનવામાં ન આવે પણ કેટરિનાએ એક જાહેરાતમાં કામ કરવાની એટલા માટે ના પાડી હતી, કારણ કે તે સોસની જાહેરાત હતી. શૂટિંગ તેણે ટામેટાં સાથે કરવાનું હોવાથી. તે જાહેરાતથી તેને કરોડો રૂપિયા મળે તેમ હતા તે છતાં પણ તેનો સ્વિકાર કર્યો નહોતો. તેને ઊંચાઈથી પણ બીક લાગે છે. કેટરિના જ્યારે પણ ઘર ચેન્જ કરે છે ત્યારે તે ખાસ ધ્યાન રાખે છે કે તે ઘર વધારે પડતું ઊંચાઈ પર તો નથી ને!

13.બિપાશા બાસુ

દરેકને કોઇને કોઇ વસ્તુથી અણગમો હોય કે ડર લાગતો હોય પરંતુ બિપાશાને તો પોતાની સ્માઇલથી જ ડર લાગે છે. બિપાશા પોતાને પોતાનો હાસ્યનો ફોબિયા છે. એકલામાં જો તેને હસુ આવે તો તે જાતે જ ડરવા લાગે છે.

14.તનિષા મુખર્જી

તનિષાની કરિયર કોઇ ખાસ રહી નથી. પરંતુ તેને સ્ટેજ પર્ફોમન્સની ઘણી વખત ઓફર થઇ છે. પરંતુ તે ક્યારેય લાઇવ ઓડિયન્સની સામે પર્ફોમ કરી શકતી નથી. જી, હાં તેને લાઇવ ઓડિયન્સનો ડર લાગે છે.

15.સેલિના જેટલી

રંગબેરંગી પંતગિયુ તો કોને ના ગમે, ગાર્ડનમાં ઉડતા પંતગિયાને જોઇને મન પ્રભાવિત થાય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે સેલિનાને પંતગિયાનો ફોબિયા છે. જી, હાં તેને પંતગિયાથી ખૂબ જ ડર લાગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.