ફિલ્મી દુનિયા

માત્ર આલિયા ભટ્ટ – રણબીર કપૂર જ નહીં પરંતુ આ 5 સેલિબ્રિટીઝના પણ 2020માં થઇ શકે છે લગ્ન

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને કેટલીય વાર અટકળો લગાવાઈ ચુકી છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટની ખૂબ જ સારી મિત્ર દીપિકા પાદુકોણે પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યા હોવાના સંકેત આપ્યા છે. નોંધનીય છે કે, આલિયા અને રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આવ્યા બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન કઈંક આવું જ સાંભળવા મળ્યું છે. આ વાત દીપિકા પાદુકોણે પોતે કહી છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વિજય દેવેરાકોન્ડા સાથે હતા. એમાં એક સવાલના જવાબમાં વિજયે જણાવ્યું હતું કે દીપિકા અને આલિયા બંને મારા ક્રશ રહી ચુક્યા છે. પરંતુ હવે કઈ કરી શકાય એમ નથી, દીપિકાના લગ્ન થઇ ચુક્યા છે. વિજયે આટલું જ કહ્યું ત્યાં દીપિકા વચમાં જ બોલી પડી હતી કે અને આલિયાના થવાના છે. જો કે દીપિકાના આટલા જ બોલવાની સાથે આલિયા ભટ્ટે કહ્યું, દીપિકા મારા લગ્નની જાહેરાત કેમ કરી રહી છે. ત્યારે દીપિકાએ કહ્યું કે હું તો માત્ર પ્રતિક્રિયા જોવા માંગતી હતી.

Image Source

ભલે આલિયા અને રણબીર કશું કહે કે નહિ પણ બંને રિલેશનશિપમાં છે અને જલ્દી જ લગ્ન કરવાના છે, જે વાત તો તેમની દરેક ઇવેન્ટમાં સાથે ક્લિક થયેલી તસ્વીરો જ સાબિત કરી દે છે. પણ માત્ર આલિયા ભટ્ટ અને રણબીર જ નહિ, પણ બોલીવૂડના કેટલાક બીજા સેલિબ્રિટીઝ છે કે જેઓ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

– અર્જુન રામપાલ અને ગેબ્રિએલા

Image Source

હાલમાં જ અર્જુન રામપાલ અને તેમની પહેલી પત્ની મેહર જેસિયાએ લાંબી લડાઈ બાદ એક બીજાને છૂટાછેડા આપી દીધા છે. જણાવી દઈએ કે અર્જુન રામપાલ અને મેહરના છૂટાછેડાનું કારણ અર્જુનની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાનું છે. ગેબ્રિએલા એક દક્ષિણ આફ્રિકાની મોડલ છે અને હવે તે અર્જુન રામપાલના બાળકની માતા પણ છે. ગેબ્રિએલા અર્જુન રામપાલથી 14 વર્ષ નાની છે. અર્જુન રામપાલે ગેબ્રિએલા સાથે બાકીનું જીવન પસાર કરવા માટે પોતાના 21 વર્ષના લગ્ન તોડી નાખ્યા છે. બની શકે કે અર્જુન વર્ષ 2020માં ગેબ્રિએલા સાથે લગ્ન કરી શકે છે.

– ફરહાન અખ્તર અને શિબાની

Image Source

ફરહાન અખ્તરે પણ છૂટાછેડા લીધેલ છે અને 2 દીકરીઓના પિતા છે. હવે તે તેની નવી ગર્લફ્રેન્ડ શિબાની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે. વર્ષ 2017માં ફરહાન અખ્તરે પત્ની અધુનાથી છૂટાછેડા લીધા હતા. જોકે, પત્નીને છૂટાછેડા આપવાનું કારણ શિબાની નહિ, પણ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હતી. જણાવી દઈએ કે ફરહાન અખ્તરને છૂટાછેડા આપ્યા બાદ અધુના તેની બંને દીકરીઓ સાથે અલગ રહે છે. છેલ્લા 4 વર્ષોથી ફરહાન અને શિબાની એકબીજાને ઓળખે છે, અને તેઓએ જાહેરમાં તેમના સંબંધોની વાતને સ્વીકારી લીધી છે. કદાચ વર્ષ 2020માં બંને એકબીજાની સાથે લગ્ન કરી શકે છે.

– વરુણ ધવન અને નતાશા દલાલ

Image Source

વરુણ ધવન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એક સફળ અભિનેતા છે અને સાથે જ એક એલિજિબલ બેચલર પણ છે. વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વિશે બધાને ખબર છે.જણાવી દઈએ કે નતાશા વરુણ ધવનનો બાળપણનો પ્રેમ છે. તે બંને ખુલ્લેઆમ ઘણા ફંક્શનમાં એકસાથે જોવા મળે છે. વરૂણને ઘણી વાર પૂછવામાં પણ આવ્યું છે કે તે નતાશા સાથે ક્યારે લગ્ન કરશે, પરંતુ તેણે આ સવાલનો ક્યારેય સાચો જવાબ આપ્યો નથી. એવામાં આપણે અંદાજો લગાવી શકીએ કે વર્ષ 2020માં બંને લગ્ન કરી શકે છે.

– અર્જુન કપૂર અને મલાઈકા અરોરા

Image Source

નોંધનીય છે કે મલાઈકા અરોરા બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની પૂર્વ પત્ની છે. હવે બંનેના છૂટાછેડા થઇ ચુક્યા છે. જ્યારે બંનેના છૂટાછેડા થયા, ત્યારે ઘણી બધી વાતો અમે આવી હતી.

પરંતુ હવે બંને પોતપોતાના જીવનમાં ખુશ છે. મલાઇકા અરોરાનું અર્જુન કપૂર સાથે અફેર છે અને છેલ્લા ઘણા સમયથી આ બંનેના લગ્નની ચર્ચા જોર પર છે. જણાવી દઈએ કે અર્જુન કપૂર અગાઉ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો બોયફ્રેન્ડ હતો. પરંતુ તે બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. જો કે હવે અર્પિતાના લગ્ન થઇ ચુક્યા છે અને હવે તે પોતાના પરિવારમાં ખુશ છે. અર્જુન અને મલાઈકાના અફેરની વાત પણ હવે તો જગજાહેર છે. બંને જલ્દી જ લગ્ન પણ કરી શકે છે. બની શકે છે કે વર્ષ 2020માં બંને લગ્ન કરી લે.

– અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાની

બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન પોતાની પહેલી પત્ની મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લિડા બાદ ઇટાલિયન મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. જ્યોર્જિયા અને અરબાઝ ઘણી ઇવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. જ્યોર્જિયા સાથે લગ્ન કરવા બાબતે અરબાઝને ઘણીવાર પૂછવામાં આવ્યું છે કે તેઓ ક્યારે લગ્ન કરશે, પણ તેમને એ અંગે કશું જણાવ્યું નથી. પરંતુ જે રીતે બંને બધે જ એક સાથે જોવા મળે છે, એના પરથી અટકળો લગાવી શકાય કે કદાચ બંને જલ્દી જ લગ્ન કરી લેશે.

મલાઈકા અરોરાથી તલાક લીધા બાદ અરબાઝ ખાન આજકાલ ઇટાલિયન મોડેલ જોર્જિયા એડ્રિયાનીને ડેટ કરે છે. અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

What were you saying ?? #candid #shot #me #yo photographed by @sancha_sancha

A post shared by Giorgia Andriani (@giorgia.andriani22) on

બન્ને સાથે ઈવેન્ટ્સ અને પારિવારિક કાર્યક્રમમાં નજરે આવે છે. હાલમાં જ આ જોડી ફરી એકવાર નજરે આવી છે.

 

View this post on Instagram

 

Part 3. designed by @srstore09 styled by @devs213 assisted by @_mohanasree_ #styleoftheday #me

A post shared by Giorgia Andriani (@giorgia.andriani22) on

હાલમાં જ જોર્જિયા એડ્રિયાનીએ ગ્લેમરસ ફોટો શૂટ કર્યું છે. જેને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ફોટો જોર્જિયા એડ્રિયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

 

View this post on Instagram

 

Part 2. designed by @srstore09 styled by @devs213 assisted by @_mohanasree_ #bodysuit #styleoftheday

A post shared by Giorgia Andriani (@giorgia.andriani22) on

આ ફોટો શૂટમાં જોર્જિયા એડ્રિયાનીઆવે કાળા કલરની મોનાકીની પહેરી છે. જે વધારે ચમક આપી રહી છે. જોર્જિયા એડ્રિયાનીઆ ડ્રેસ એસઆર સ્ટોરે ડિઝાઇન કરી છે. આ સિવાય તેની આ સ્ટાઇલ દેવકીબીએ કર્યું છે.

 

View this post on Instagram

 

#i #love #fitness @prashantsixpack

A post shared by Giorgia Andriani (@giorgia.andriani22) on

જોર્જિયા એડ્રિયાનીના બોલ્ડ ફોટો ફેન્સને વધારે પસંદ આવે છે. હાલમાં તેનું લેટેસ્ટ ફોટો શૂટ ચર્ચામાં છે. જોર્જિયા એડ્રિયાની એટલા માટે ચર્ચમાં છે કારણકે તે અરબાઝ ખાનને ઘણા મહિનાઓથી ડેટ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.