મનોરંજન

ફક્ત લક્ઝુરિયસ કાર જ નહીં બૉલીવુડના આ 6 સિતારાઓને છે સસ્તી કારનો પણ શોખ, કોઈ પાસે છે ટાટા નેનો તો કોઈ પાસે છે મહિન્દ્રા જીપ

ફક્ત લક્ઝુરિયસ કાર જ નહીં બૉલીવુડના આ સિતારાઓને છે સસ્તી કારનો પણ શોખ, કોઈ પાસે છે ટાટા નેનો તો કોઈ પાસે છે મહિન્દ્રા જીપ

બોલીવુડના સિતારાઓની ચમક દમક આપણે પડદા ઉપર જોઈએ છીએ તો તેમના વૈભવી જીવન વિશે  પણ આપણે જાણીએ છીએ. બોલીવુડના સિતારાઓ પાસે એકથી એક ચડિયાતી કાર છે. લક્ઝુરિયસ કારના મામલામાં બોલીવુડના સિતારાઓ ખુબ જ આગળ છે, પરંતુ શું તમે જાણો છો, માત્ર લક્ઝુરિયસ જ નહિ પરંતુ સામાન્ય કારના પણ આ બૉલીવુડ સિતારાઓ શોખીન છે, તો ચાલો જોઈએ આજે કે ક્યાં સિતારા આ કારની લિસ્ટમાં સામેલ છે.

Image Source

1. ટાટા હેરિયર:
દેશની સૌથી મોટી વાહન બનાવનાર કંપની ટાટા મોટર્સે ગયા વર્ષે જ બજારમાં પોતાની એક એસયુવી કાર ઉતારી. જેનું નામ છે ટાટા હેરિયર. બોલીવુડમાં દંગલ ગર્લના નામે ઓળખાતી અભિનેત્રી ફાતિમા શના શેખે હાલમાં જ આ એસયૂવીને પોતાના કલેક્શનમાં ઉમેરી છે. આ એસયુવી એક ડીઝલ એન્જીન સાથે બજારમાં ઉપલબ્ધ છે.

Image Source

2. ટોયોટા ઇનોવા:
જાપાની વાહન નિર્માતા કંપની ટોયોટાની પ્રખ્યાત એમપીવી ઇનોવા દેશ ભરમા પોતાના ખાસ કેબીન સ્પેસ અને આરામ દાયક સફર માટે જાણીતી છે. આ કારને બોલીવુડના પ્રખ્યાત કલાકાર મલાઈકા અરોરા અને જેકી શ્રોફ પસંદ કરે છે. તેમની પાસે આ કાર છે. આ ઉપરાંત ધકધક ગર્લ માધુરીએ પણ આ કાર ખરીદી છે. જેને ડીસી ડિઝાઇન દ્વારા કસ્ટમાઈઝડ કરવામાં આવી છે.

Image Source

3. મારુતિ સુઝુકી જીપ્સી:
ભારતની જ સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝીકી કંપનીની પ્રખ્યાત ઓફ રાઇડિંગ એસયુવી જીપ્સી યુવાનોની પહેલી પસંદ છે. પોતાના રેસિંગ શોખ ના કારણે બોલીવુડમાં હન્ક તરીકે ઓળખાતા અભિનેતા જોન ઇબ્રાહિમ પાસે આ કાર છે. તે ઘણીવાર આ કાર સાથે જોવા પણ મળ્યો છે.

Image Source

4. ટોયોટો ફોર્ચ્યુનર:
ટોયોટા ફોર્ચ્યુનર પણ દેશની સૌથી પ્રખ્યાત કાર છે. બોલીવુડમાં પણ આ એસયુવી ખુબ જ પ્રખ્યાત છે. આમિર ખાનથી લઈને બિપાસા બાસુ સુધીના કલાકારો પાસે આ કાર રહેલી છે.  જો કે તેમની પાસે બીજી પણ ઘણી લક્ઝુરિયસ કાર છે. પરંતુ ટોયોટા ફોર્ચ્યુનર સાથે તેમને ઘણીવાર સ્પોટ કરવામાં આવ્યા છે.

Image Source

5. મહિન્દ્રા જીપ:
90ના દશકમાં ભારતીય બજારમાં મહિન્દ્રા જીપ ખુબ જ પ્રખ્યાત હતી. આજે પણ આ કાર નાના શહેરોમાં જોવા મળે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે બોલીવુડના ખ્યાતનામ અભિનેતા નાના પાટેકર પાસે આજે પણ જીપ છે. આ ઉપરાંત તેમને રોયલ ઈનફિલ્ડનો પણ શોખ છે. નાના પાટેકર પણ ઘણીવાર આ ગાડી સાથે સ્પોટ થયા છે.

Image Source

6. ટાટા નેનો:
દેશની સૌથી સસ્તી કાર તરીકે ટાટા નેનોને બજારમાં ઉતારવામાં આવી હતી. જ્યાં બોલીવુડના કલાકારો મોંઘી અને લક્ઝુરિયસ કારના શોખીન છે ત્યાં અભિનેત્રી કિમ શર્માએ આ ટાટા નેનોને પસંદ કરી હતી.  ઘણી જગ્યાએ તે આ કાર સાથે જોવા મળી હતી.