મનોરંજન

આ 12 બોલિવુડ સ્ટાર્સે પોતાના નામ પાછળથી હટાવી દીધી પોતાની સરનેમ, તો કોઇએ પોતાના નામને ટુંકુ કર્યું!

આ 12 સ્ટાર્સે પોતાના નામના દમ પર જ ઓળખ બનાવીને બોલિવુડના ટોચના કલાકારો થયા સામેલ

પહેલાના સમયમાં કોઇને ફેવરિટ એક્ટર-એક્ટ્રેસના નામ પુછીએ તો ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, શ્રીદેવી કે પછી રેખા તો જવાબમાં મળે જ. જો 90ના દાયકામાંથી પુછવામાં આવે તો ગોવિંદા, કાજોલ કે પછી તબ્બુ નામ સંભળાય છે પરંતુ આજના સમયમાં રણવીર સિંહ કોઇને ન ગમતો હોય એવુ તો ભાગ્યે જ સાંભળવા મળે. પરંતુ શું તમને ખબર આ તમામ એક્ટર્સ જે 80-90ના દાયકાના છે પરંતુ આ બધા વચ્ચે એક વસ્તુ એક સરખી છે. જી,હાં આ કોઇ સ્ટાર્સ ક્યારેય પોતાની સરનેમનો ઉપયોગ કર્યો નથી અને તેમ છતાં આજે પણ બોલિવુડના ટોચના સિતારામાં તેઓ સામેલ છે. તો આવો આવા જ કેટલાક સિતારાનું નામ સરનેમ સાથે જાણીએ.

રેખા
રેખા તેની ફેમિલીને લઇને હંમેશા ચર્ચાનો વિષય બને છે. પરંતુ ભાગ્યે જ કોઇ જાણતું હશે કે રેખા તમિલ સુપરસ્ટાર ગેમિનિ ગનેશાન અને અભિનેત્રી પુષ્પાવતીની દીકરી છે. રેખાનું આખું નામ ભાનુરેખા ગનેશાન છે. પરંતુ રેખાએ બોલિવુડમાં પોતાની સરનેમ કે ફૂલનેમનો ક્યારેય ઉપયોગ કર્યો નથી.

રણવીર સિંહ
રણવીર સિંહનું આખુ નામ રણવીર સિંહ ભવનાની છે. પરંતુ રણવીર પોતાના નામ સાથે ફક્ત મિડલ નેમનો જ ઉપયોગ કરે છે. ઘણા લોકોને તેની સરનેમ જ ખબર નહીં હોય. રણવીર સિંહ ભવનાની સિધીં ફેમિલીમાંથી બિલોંગ કરે છે, તેણે સરનેમ વિના જ પોતાના ટેલેન્ટના દમ પર પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે.

તબ્બુ
તબ્બુને જોઇએ તો એવરગ્રીન એક્ટ્રેસ લાગે છે. તે પહેલાની જેમ આજે પણ એટલી જ સુંદર દેખાય છે. તથા તેની એક્ટિંગ વધુને વધુ ગ્રેસફૂલ જોવા મળે છે. તબ્બુનું આખું નામ તબ્સુમ હાશ્મી છે. તબ્બુએ ક્યારેય પોતાનું આખું નામ જાહેરમાં લીધું જ નથી.

ધર્મેન્દ્ર
જ્યારે બોલિવુડમાં ધરમપાજીના દીકરા સનીએ પગ મુક્યો ત્યારે લોકોને ધર્મેન્દ્રની અટક એટલે કે સરનેમ દેઓલ છે તે ખબર પડી હતી. ધર્મેન્દ્રએ બોલિવુડમાં કોઇ પણ ફિલ્મ માટે પોતાની સરનેમનો ઉપયોગ કર્યો જ નથી.

શ્રીદેવી
શ્રીદેવીનું નામ શ્રી છે. જી, હાં તેનું આખું નામ શ્રી અમ્મા યંગર ઐયપન(Shree Amma Yanger Ayyapan)છે. પરંતુ આટલું લાંબુ નામ ફિલ્મની અભિનેત્રીનું ન ચાલે તેથી તેણે પોતાના નામ શ્રીની પાછળ દેવી લગાવી દીધું. અને શ્રીદેવી તરીકે લાખો દિલો પર રાજ કર્યું. જો કે તેણે બોની કપૂર સાથે લગ્ન બાદ પોતાનું નામ શ્રીદેવી કપૂર કરી લીધું હતું.

જીતેન્દ્ર
ફેમસ એક્ટર જીતેન્દ્રનું પણ કંઇક એવુ જ છે. જ્યારે એકતા અને તુષાર ઇન્ડરસ્ટ્રીમાં આવ્યા ત્યારે ખબર પડી  કે જીતેન્દ્રની અટક કપૂર છે. જીતેન્દ્રનું નામ રવિ કપૂર છે પરંતુ ફિલ્મોમાં કામ કરવા માટે તેણે નવું નામ એડોપ કર્યુ હતું.

કાજોલ
કાજોલે પોતાની માતા તનુજાની જેમ પોતાની સરનેમનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. કાજોલ જાણીતી અભિનેત્રી તનુજા અને ડાયરેક્ટર પ્રોડ્યુસર સોમુ મુખર્જીની દીકરી છે. તે નાની હતી ત્યારે જ તેના માતા-પિતા અલગ થઇ ગયા હતા તેથી તે ટીનએજમાં જ કોમ્ફિડન્ટ અને ઇનડિપેન્ડેટ બની ગઇ હતી. કાજોલે પોતાના પિતાની સરનેમનો બોલિવુડમાં ઉપયોગ ન કરીને પોતાની ઓળખ પોતાના નામથી જ બનાવી.

ગોવિંદા
ગોવિંદા પોતાનું નામ આખું લખતો નથી. જી હાં બહુ ઓછા લોકો જાણે છે કે ગોવિંદાનું આખુ નામ ગોવિંદઅરુણ અહુજા છે. પરંતુ તેણે પોતાનું નામ ગોવિંદા જ રાખ્યું છે. પણ તેની દીકરી નર્મદા અહુજા જ લખાવે છે.

અસિન
ગજની ગર્લ ફેમ અસિનનું આખુ નામ અસિન થોત્તુમ્કલ છે. પરંતુ અટપટી સરનેમ હોવાના કારણે તેણે પોતાનું નામ અસિન જ રાખી લીધું. અસિને બોલિવુડમાં ગણતરીની જ ફિલ્મોમાં કામ કર્યુ છે. પણ તે સાઉથની ટોચની અભિનેત્રીમાંની એક છે. હાલ, તેણે જાણીતા બિઝનેસમેન સાથે લગ્ન કરીને બોલિવુડને અલવિદા કહી દીધું છે.

શાન
ધ ફેમસ સિંગર શાન પણ પોતાના મેડલ નેમનો જ ઉપયોગ કરે છે. જી હાં, શાનનું આખું નામ શાંન્તનુ મુખર્જી છે. પરંતુ તેણે જ્યારથી સિંગિગ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારથી પોતાનું નામ શોર્ટ કરીને શાન તરીકે જ ઓળખાવું પસંદ કરે છે.

હેલન
બોલિવુડમાં 70ના દાયકાની સૌથી ફેમસ ડાન્સર હેલનનું આખું નામ હેલન જયરાજ રિચર્ડસન છે. હેલન બોલિવુડ સ્ટાર સલમાન ખાનની સ્ટેપ મોમ પણ છે. જી હાં હેલને જાણીતા ફિલ્મ રાઇટર સલીમ ખાન સાથે લગ્ન કર્યા છે.

રજનીકાંત
રજનીકાંતનું સાચુ નામ શિવાજી રાવ ગાયકવાડ છે. પરંતુ તેણે પોતાની કરિયર સાઉથની ફિલ્મોથી કરી તેથી તેણે પોતાનું નામ રજનીકાંત કર્યુ હતું.