કરીનાના દીકરાને જોવા માટે જામ્યો બોલીવુડના સીતારાઓનો જમાવડો, મલાઈકા- અર્જુન જોવા મળ્યા સાથે, જુઓ તસવીરો

અભિનેત્રી કરીના કપૂરે રવિવારના રોજ એક દીકરાને જન્મ આપ્યો છે, જેની ખુશી કપૂર અને ખાન બંને પરિવારમાં છે. કરીના કપૂર જ્યાં બીજીવાર માતા બની છે ત્યારે સૈફ અલી ખાન ચોથી વાર પિતા બન્યો છે. ગઈકાલે કરીનાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને તે પોતાના ઘરે પહોંચી હતી ત્યારે હવે કરીનાના લાડલાને જોવા માટે બોલીવુડના સીતારાઓનો જમાવડો જામ્યો હતો.

કરીના કપૂરની ખાસ દોસ્ત જે કરીનાની પ્રેગ્નેન્સીના દિવસોમાં પણ તેની સાથે સતત જોવા મળી હતી તે બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા પણ કરીનાના દીકરાને જોવા માટે તેના ઘરે કાલે રાત્રે પહોંચી હતી.

પરંતુ આ દરમિયાન મલાઈકા એકલી જોવા નહોતી મળી. તેની સાથે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ સાથે જ હતો. કરીનાના ઘરે જતા સમયે જ તેની આ તસવીર ક્લિક કરવામાં આવી હતી.

કરીનાને કાલે જેવી હોસ્પિટલમાંથી રજા મળી કે તેની બહેન અને અભિનેત્રી કરિશ્મા કપૂર પણ પોતાના ભાણિયાને જોવા માટે કરીનાના ઘરે પહોંચી હતી.

કરિશ્મા પણ એકલા કરીનાના ઘરે નહોતી પહોંચી. તેની સાથે તેની દીકરી પણ જોવા મળી હતી. તેમને પણ ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.

તો કરીનાની નણંદ સોહા અલી ખાન પોતાના ભત્રીજાને જોયા વિના કેમ રહી શકે ? તે પણ પોતાના પતિ અને અભિનેતા કુણાલ ખેમુ સાથે કરીનાના ઘરે પહોંચી હતી.

કરિનાની ખાસ દોસ્ત અને અભનેત્રી મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા કરીનાના ઘરે સૌથી પહેલા પહોંચી હતી.

કરીના, મલાઈકા અને અમૃતા ત્રણેય ખુબ જ ખાસ દોસ્ત છે. તે ત્રણેય સાથે પાર્ટી કરતા પણ ઘણીવાર સ્પોટ થયા છે.

Niraj Patel