લોકસભા ચૂંટણી 2019 ચાલી રહી છે, ત્યારે તેના ચોથા ચરણમાં મહારાષ્ટ્રની 17 લોકસભા સીટો પર આજે વોટિંગ ચાલી રહ્યું છે. જેમાંથી 6 સીટો મુંબઈની પણ છે, એ માટે બધા જ મુંબઈકર વોટ આપવા પહોંચ્યા હતા. ત્યારે મુંબઈકરો સાથે બોલિવૂડની હસ્તીઓ પણ વોટિંગ કરવા પહોંચી હતી.

બચ્ચન પરિવારમાંથી અમિતાભ બચ્ચન પત્ની જ્યા બચ્ચન, દીકરો અભિષેક બચ્ચન અને વહુ ઐશ્વર્યા બચ્ચન સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વોટિંગ કરવા આવ્યા હતા.
બોલિવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ પોતાનો મત આપવા પહોંચી હતી.
આ સિવાય, ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાન, બોલિવૂડની ક્વીન કંગના રનૌત, બેગમ ખાન કરીના કપૂર ખાન, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, ભૂમિ પેડનેકર પણ મત આપવા પહોંચ્યા હતા.
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ પોતાના પરિવાર સાથે મત આપવા પહોંચ્યા હતા.
પોતાના ભાઈના લગ્ન માટે ભારત પહોંચેલી પ્રિયંકા ચોપરાએ પણ મત આપવામાંથી બાકાત નથી રહી. તેને પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વોટ આપ્યા પછીની તસ્વીર શેર કરી હતી.
View this post on Instagram
This is the moment that matters…. Every vote is a voice that counts. #LokSabhaElections2019
અર્જુન રામપાલ પણ પોતાનો વોટ આપવા માટે પહોંચ્યા હતા. અને વોટ કર્યા પછીની તસ્વીર શેર કરી હતી.
બોલીવૂડના દબંગ ખાન સલમાને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું હતું, “I have voted…. have u? #VoteKarMumbai”
વરુણ ધવને પણ વોટ કર્યો હતો અને તસ્વીર શેર કરીને લખ્યું હતું, “BE COOL GO VOTE #jaihind”
અભિનેતા રાહુલ બોઝ પણ હૈદરાબાદથી પોતાના શૂટિંગમાંથી આવીને વોટ આપવા ગયા હતા, તેમને લખ્યું હતું ‘Have you? Returned from shooting in Hyderabad for this. Catching a ✈️ out in two hours. The only time I dance #DanceOfDemocracy #MayTheBestIdeasWin’
બોલિવૂડની ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત પણ વોટ આપવા પહોંચી હતી અને લખ્યું હતું કે “વોટ કરવો આપણો અધિકાર છે. તેનો સારી રીતે ઉપયોગ કરીએ. દેશનું ભવિષ્ય આપણા હાથમાં છે. આપણી ફરજ કરીએ અને વોટ કરીએ.”
અભિનેતા આર માધવન પણ પોતાની પત્ની સાથે સવાર-સવારમાં જ વોટ કરવા પહોંચ્યા હતા અને લાઈનમાં ઉભા રહીને તેમને વોટ કર્યો હતો. તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં તેમને લોકોને વોટ કરવા માટે અરજી કરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks