હાર બાદ સ્મૃતિ ઇરાનીએ શેર કરી ભાવુક પોસ્ટ, સપોર્ટમાં ઉતર્યા સોનૂ સુદ, મૌની રોય, નીના ગુપ્તા સહિત અનેક સેલેબ્સ
વર્ષ 2019માં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને જોરદાર પરાજય આપનાર બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાની 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનો જાદુ બતાવી શક્યા નહિ. આ વર્ષે તે કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા સામે 1,67,196 મતોના માર્જીનથી હારી ગયા. અમેઠીમાં સ્મૃતિ ઇરાનીના હાર બાદથી બધા આશ્ચર્યમાં છે. ત્યારે પૂર્વ અભિનેત્રી અને બીજેપી સાંસદ સ્મૃતિ ઈરાનીએ હવે પોતાની હાર સ્વીકારી લીધી છે.
ચૂંટણી હાર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે ભવિષ્યમાં પણ અમેઠીના લોકોની સેવા કરતી રહેશે. આ સિવાય તેણે પોતાની હાર સ્વીકારતા સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે. આ સાથે તેણે જનતાનો આભાર વ્યક્ત કર્યો અને વિપક્ષને તેની જીત પર અભિનંદન આપ્યા. આ પોસ્ટ પર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી લઈને ફેન્સ સુધી દરેક સ્મૃતિ ઇરાનીના સમર્થનમાં આવ્યા છે.
સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટમાં લખ્યું- “જીવન આવું છે…એક દાયકાથી વધુ સમયથી મેં એક ગામથી બીજા ગામ જઈને લોકોની સેવા કરી. મેં લોકોનું જીવન સુધારવાનો પ્રયાસ કર્યો, તેમની આશાઓ અને આકાંક્ષાઓને વળગી રહેવા માટે મેં રસ્તાઓ, ગટર, બાયપાસ, મેડિકલ કોલેજ અને ઘણું બધું કામ કર્યું છે જેઓ આજે જશ્ન મનાવી રહ્યા છે તેમને શુભકામનાઓ… અને જેઓ પૂછે છે કે હવે જોશ કેવો છે? તો હું કહીશ- જોશ હજુ પણ હાઇ છે, સર.”
ભૂતપૂર્વ અભિનેત્રી અને બીજેપી સાંસદની આ પોસ્ટ પર મનોરંજન જગતના ઘણા લોકોએ તેમને ટેકો આપ્યો છે. સ્મૃતિ ઇરાનીના સમર્થનમાં ટીવી અને બોલિવુડ એક્ટ્રેસ મૌની રોય પણ સામે આવી છે. તેણે પૂર્વ અભિનેત્રીના સમર્થનમાં કહ્યું- ‘હું હંમેશા તમારી સાથે ઉભી છું.’ ‘પંચાયત’ અભિનેત્રી નીના ગુપ્તાએ પોસ્ટ પર લખ્યું – ‘બસ મહેનત કરતા રહો’. અભિનેતા સોનુ સૂદે પણ હાર્ટ ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી, આ સિવાય ટીવી શો અનુપમામાં વનરાજ શાહની ભૂમિકા ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડેએ પણ સાંસદનું સમર્થન કર્યું અને લખ્યું- ‘તમે હંમેશા ભારતને ગૌરવ અપાવ્યું છે. તમે કરોડો મહિલાઓ માટે પ્રેરણા છો.
તમે ચોક્કસપણે શ્રેષ્ઠ શક્ય રીતે પાછા બાઉન્સ કરશે. જય મહાકાલ.’ ટીવી ઈન્ડસ્ટ્રીના બીજા ઘણા સેલેબ્સે પણ સ્મૃતિ ઈરાનીને સપોર્ટ કર્યો છે. જણાવી દઇએ કે, રાજકારણમાં આવતા પહેલા સ્મૃતિ ઈરાની ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂક્યા છે. તેમણે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, તીન બહુરાનિયાં, વિરુધ, મણિબેન ડોટ કોમ જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.