મનોરંજન

બોલીવુડની સેલિબ્રિટીઓએ કંઈક આ રીતે મનાવી હોળી, ઇન્સ્ટાગ્રામ ઉપર ફોટો થઇ રહ્યા છે વાયરલ, તમે પણ જુઓ

દેશમાં હોળીનો પર્વ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, ગામડાથી લઈને શહેર સુધી મોટાભાગના લોકોએ આ તહેવારની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરી ત્યારે બોલીવુડની સેલિબ્રિટી આ ઉજવણીમાં કેમ પાછી રહી જાય. તેમને પણ આ પર્વની ઉજવણી ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરી હતી, અને પોતાના ફોટો પણ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કાર્ય હતા.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટી:
બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજકાલ તેની માતા બનાવ ઉપર ચર્ચામાં છે ત્યારે તેને પણ હોળીના પર્વની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરી, શિલ્પાએ સુક્કા સારંગ સાથે આ તહેવારને મનાવ્યો સાથે ટીક ટોકના વિડીયો બનાવીને પણ આ રંગના ઉમંગને વધુ મઝાનો બનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહા કક્ક્ડ:
ઇન્ડિયન આઇડલ સીઝન-11માં ઘણી જ ચર્ચા માં રહ્યા બાદ ગાયિકા નેહા કક્કડે પણ હોળીની તહેવારની ઉજવણી કરતી જોવા મળી હતી. નેહાએ આ તહેવારની ઉજવણી ખુબ જ સાદગીથી કરી હતી, અને તેની સાદગીના જ લોકો દીવાના પણ બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

હાર્દિક પંડ્યા અને નતાશા:
હાર્દિક પંડ્યા અને નતાશા પણ આજે હોટ ફેવરિટ બની ગયા છે. રંગોના આ પર્વની ઉજવણી હાર્દિકે પોતાની મંગેતર નતાશા સાથે કરી હતી અને તેને પણ પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા હતા. અને આ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

દીપિકા પાદુકોણ:
જયારે હોળીના રંગે બધા જ રંગાતા હોય ત્યારે બોલીવુડની પ્રખ્યાત અને સૌથી લોકપ્રિય અભિનેત્રી દીપિકા કેમ બાકાત રહે? દીપિકાએ પણ આ પર્વની ઉજવણી તેના આગવા અંદાઝમાં કરી હતી, તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અમિતાભ બચ્ચન:
અમિતાભ બચ્ચન બોલીવુડમાં એક આગવી પ્રતિભા ધરાવે છે ત્યારે તેમને હોળીના પર્વને ખુબ જ સાદગીથી ઉજવ્યો હતો. પોતાના પરિવાર સાથે તેમને આ પર્વની ઉજવણી કરી હતી. ફોટોમાં દેખાઈ શકે છે અમિતાભ બચ્ચન કેટલા સાદગી પૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ:
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા પણ પતિ નિક સાથે મુંબઈમાં હોળી મનાવવા પહોંચી ગઈ હતી, તે લોકોએ શહેરથી થોડે દૂર એક ફાર્મ હાઉસમાં જઈને આ પર્વની ઉજવણી કરી હતી, પ્રિયંકા અને નિક દ્વારા આ તહેવારમાં ભંગ પણ પીવામાં આવી હતી. તેમના ફોટો પણ ઇન્સ્ટાગ્રામમાં લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

શાહરુખ ખાન:
બોલીવુડના કિંગખાન એટલે કે શાહરુખ ખાનના હોળી રમતા કોઈ ફોટો તો સામે નથી આવ્યા પરંતુ તેને એક પોસ્ટ કરી અને આ પર્વની શુભકામનાઓ જરૂર પાઠવી હતી. આ પોસ્ટમાં શાહરૂખે પોતાનો એક ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે: “અને અહીંયા, અજવાળાના જે પણ રંગો દેખાઈ રહ્યા છે, તમને બધા જ રંગોથી ખુશી મળે, તમારી ખુશી જીવંતતા અને પાગલપનના રંગોથી ભરેલી રહે, હેપ્પી હોળી અને સુરક્ષિત રહો.”

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia) on

નેહા ધૂપિયા:
અભિનેત્રી નેહા ધૂપિયાએ પણ પોતાની દીકરી સાથે હોળી રમતા એક ફોટો શેર કરયૉ હતો, જેમાં તેની નાની દીકરી પિચકારી સાથે રમી રહી છે અને નેહા પણ રંગોમાં રંગાયેલી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

મીરા રાજપુત:
અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ હોળીના પ્રેમાળ રંગમાં રંગાયેલી જોવા મળી, મીરાંએ પોતાની ડોક ઉપર sk લખ્યું હતું જેનો મતલબ શાહિદ કપૂર થાય છે સાથે એક દિલ પણ બનાવ્યું હતું જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તહેવાર દ્વારા મીરા શાહિદ પ્રત્યેનો પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

વરુણ ધવન:
બોલીવુડના સ્ટાઈલિશ અભિનેતા વરુણ ધવને પણ હોળીની ઉજવણી કરી, વરુણે પોતાની પ્રેમિકા સાથે આ પર્વની ઉજવણી કરી હતી, જેનો ફોટો વાયરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.