મનોરંજન

નવું વર્ષ આ સિતારાઓ માટે લઈને આવશે ખુશીઓ, કરીનાથી લઈને અનુષ્કા સુધીના ઘરમાં ગૂંજશે કિલકારીઓ

2021 માં આ 5 અભિનેત્રીઓ મમ્મી બનશે અને ઘરમાં ગુંજશે કિલકારી

વર્ષ 2020 તો કોરોનામાં જ વીતી ગયું, સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ સુધી પોતાના ઘરમાં જ મોટાભાગનો સમય વિતાવ્યો, પરંતુ આ સમય દરમિયાન બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીએ કેટલીક ખુશખબરીઓ પણ આપી. ઘણી અભિનેત્રીઓએ પોતાની પ્રેગ્નેન્સીની ખબરો આપી. 2021માં આ સેલેબ્રિટીઓના ઘરમાં કિલકારીઓ ગુંજવાની છે. ચાલો અમે તમને જણાવીએ એ લિસ્ટમાં કઈ કઈ સેલિબ્રિટીઓ છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

1. અનુષ્કા શર્મા:
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અને ખ્યાતનામ અભિનેત્રી અનુષ્કા શર્મા આ લિસ્ટમાં સૌથી પહેલા છે. અનુષ્કાએ પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત ઓગસ્ટ મહિનામાં જ કરી હતી. જેને જોતા અંદાજો લગાવી શકાય છે કે તે જાન્યુઆરી 2021માં જ પોતાના બાળકને જન્મ આપશે. વિરાટ અને અનુષ્કા પહેલીવાર માતા-પિતા બનવાના હોવાથી બધી જ બાબતોનું પૂરતું ધ્યાન રાખે છે.

2. કરીના કપૂર ખાન:
બોલીવુડની બેબો કરીના કપૂર બીજીવાર માતા બનવા જઈ રહી છે. કરીનાએ પણ લોકડાઉન દરમિયાન જ પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. કરીનાને હાલ 7મોં મહિનો ચાલી રહ્યો છે, તે ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે તે ફેબ્રુઆરી અંતમાં અથવા તો માર્ચની શરૂઆતમાં બાળકને જન્મ આપશે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

3. અનિતા હસનંદાની:
ટીવી ધરાવાહિકનું ખુબ જ ખ્યાતનામ અભિનેત્રી અનિતા હસનંદાની અને તેનો પતિ રોહિત શેટ્ટી લગભગ 7 વર્ષ બાદ માતા પિતા બનવા જઈ રહ્યા છે. હાલમાં જ એકતા કપૂરે તેના બેબી શૉવર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. તે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં માતા બનવાની ખુશ ખબરી આપી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Jankee Parekh Mehta (@jank_ee)

4. નકુલ મહેતા-જાનકી:
ટીવીના અભિનેતા નકુલ મહેતાની પત્ની અભિનેત્રી જાનકી મહેતા પણ પ્રેગ્નેટ છે. જાનકી પણ પોતાના બાળકને 2021ના ફેબ્રુઆરી મહિનામાં પોતાના બાળકને જન્મ આપી શકે છે. તેમને પણ પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shirwaikar Malik (@additemalik)

5. અદિતિ મલિક- મોહિત મલિક:
અદિતિ અને મોહિત લગ્નના 10 વર્ષ પછી માતા પિતા બનવા જઈ રહ્યા છે, થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા દ્વારા તેમને આ જાણકારી આપી હતી. અદિતિ મે 2021માં બાળકને જન્મ આપી શકે છે.