મનોરંજન

બોલીવુડમાં 5 અભિનેત્રીઓ ફ્લોપ રહી, બે અક્ષય કુમાર સાથે તો એક આમિર ખાન સાથે કરી ચુકી છે કામ

સુંદરતા અને કાતિલ ફિગર હોવા છતાંય ફ્લોપ રહી, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

બોલીવુડમાં ઘણા નવા ચહેરા આવૅ છે અને ઘણા ખોવાઈ પણ જાય છે, એવા ઘણા ચેહરા છે જે વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે. ઘણા ચહેરા ઇન્ડસ્ટ્રીનો એક ભાગ જરૂર હોય છે પરંતુ તેમને જોઈએ એવી નામના નથી મળી શકતી.

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ આવી અને ચાલી પણ ગઈ જે સુંદરતામાં અને અભિનયમાં ખુબ સારી હતી, ટેલેન્ટેડ પણ હતી છતાં પણ તે બોલીવુડમાં પોતાનો સિક્કો ના ચલાવી શકી.

માંથી ઘણી અભિનેત્રીઓએ બોલીવુડના દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું છે. આજે આપણે એવી જ 5 ફ્લોપ અભિનેત્રીઓ વિષે જાણીશું.

Image Source

1. ટીસ્કા ચોપડા:
અભિનેત્રી ટીસ્કા ચોપડા સુંદરતાના મામલામાં આજની અભિનેત્રીઓને પણ પાછળ મૂકી દે તેવી હતી છતાં પણ તે બોલીવુડમાં ચાલી નહીં. ફિલ્મ “પ્લેટફોર્મ” દ્વારા તેને પોતાના કેરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે ફિલ્મ :તારે જમીન પર”માં ઈશાનની માતાના કિરદારમાં જોવા મળી. આ ફિલ્મમાં તેને આમિર ખાન સાથે પણ કામ કર્યું છતાં તે મોટી અભિનેત્રી ના બની શકી, આ ઉપરાંત તેને હોસ્ટેસીઝ અને ગુડ ન્યુઝ જેવી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.

Image Source

2. હુમા કુરૈશી:
અભિનેત્રી હુમા કુરૈશીનું નામ પણ આ લિસ્ટમાં જોડાયેલું છે તેને અક્ષય કુમાર અને ઇમરાન હાશ્મી જેવા દિગ્ગ્જ કલાકારો સાથે પણ કામ કર્યું છે. “ગેંગ ઓફ વાસેપુર” દ્વારા તેને ઓળખ મળી હતી પરંતુ આજે સફળતા માટે તેનો સંઘર્ષ ચાલુ જ છે.

Image Source

3. નિમ્રત કૌર:
ફિલ્મ એરલીફ્ટમાં અક્ષય કુમાર સાથે નજર આવી ચુકેલી અભિનેત્રી નિમ્રત કૌર પણ આ લિસ્ટમાં જોડાયેલી છે. નિમ્રતે બોલીવુડમાં વધારે કામ નથી કર્યું છતાં પણ અક્ષય કુમાર સાથે કામ કર્યા બાદ હજુ તે પોતાની એક અલગ ઓળખ બનાવવા માટે મહેનત કરી રહી છે.

Image Source

4. માહી ગિલ:
ફિલ્મ દેવ ડીથી ઓળખ મેળવનારી અભિનેત્રી માહી ગિલ સુંદરતાના મામલામાં પણ શ્રેષ્ઠ છે તે છતાં પણ તે બોલીવુડમાં જોઈએ તેટલું નામ મેળવી શકી નથી. “સાહેબ બીવી ઔર ગેંન્ગસ્ટર” દરેક ભાગ નજર આવનારી માહી હવે આ પ્રકારની ફિલ્મો સુધી જ સીમિત રહી ગઈ.

Image Source

5. રુચા ચડ્ડા:
અભિનેત્રી રુચા ચડ્ડા પણ ખુબ જ ટેલેન્ડટેડ અને ખુબ જ સુંદર છે, અભિનયમાં પણ તે શ્રેષ્ઠ છે, ફિલ્મ ફુકરેમાં રુચાના અભિનયની લોકોએ ઘણી જ પ્રસંશા કરી તે છતાં પણ રુચા બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ ના થઇ શકી.