મનોરંજન

કપડાં ઉતારતી છોકરીઓની આ 7 તસવીરો તમે ખુબ જોઈ હશે…પણ શું તમે જાણો છો કે કોણ છે આ વ્યક્તિ?

કપડાં ઉતારતી છોકરીઓની આ 7 તસ્વીરોની સચ્ચાઈ જાણીને તમારો મગજ હટી જશે

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક તસ્વીર ખૂબ જ વાયરલ થઇ હતી, જેમાં એક સ્ત્રી ઉભેલી છે, જે કપડાં પહેરે અને કાઢે છે અને સામે બે પુરુષો ઉભા છે. આ તસ્વીર વિશે એવું કહેવાય છે કે 50ના દાયકામાં છોકરીઓ આ રીતે ઓડિશન આપતી હતી. તેમને ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સામે કપડાં ઉતરવા પડતા હતા અને જુદા-જુદા કપડાં પહેરીને બતાવવા પડતા હતા. આ વાત સાચી છે અને આ તસ્વીરમાં જોવા મળતા સજ્જન કોણ છે એ વિશે શું તમે જાણો છો?

Image Source

આ તસ્વીરમાં જે ડાયરેક્ટર સાહેબ છે એ છે અબ્દુલ રાશિદ કારદાર, જેમણે કેએલ સહેગલ સાથે ફિલ્મ શાહજહાં બનાવી હતી. મજાની વાત તો એ છે કે તેઓ પાકિસ્તાનના પહેલા ટેસ્ટ કેપ્ટન અબ્દુલ કારદારના સાવકા ભાઈ હતા. લાહૌરથી 1922માં મુંબઈ આવીને અબ્દુલ રાશિદે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ શરુ કર્યું.

Image Source

આ ટેલેન્ટેડ યુવાન એક સારા ચિત્રકાર હતા અને સ્ટીલ ફોટોગ્રાફીના પણ સારા જાણકાર હતા. તેઓ ફોરેન ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર માટે પોસ્ટર મેકર બન્યા અને શારદા સ્ટુડિયોમાં પોસ્ટર બનાવતા, પણ જયારે તેઓ કોઈ પણ ફિલ્મ ડિરેક્ટ ન કરી શક્યા ત્યારે તેઓ લાહૌર પાછા જતા રહયા.

Image Source

તેઓએ કેટલીક મૂંગી ફિલ્મોમાં કામ પણ કર્યું હતું, જેમ કે 1928 માં આવેલી ફિલ્મ ધ ડોટર ઓફ ટુડે, 1929માં આવેલી ફિલ્મ હુસ્ન કા જાદુ અને હીર રાંઝામાં પણ કામ કર્યું. એ જ વર્ષે તેમને હકીમ રામપ્રસાદ સાથે મળીને યુનાઇટેડ પ્લેયર્સ કોર્પ શરુ કર્યું જે પછીથી પ્લેઆર્ટ ફોટોટોન બની ગયું.

Image Source

1933માં કારદાર કલકત્તા જતા રહયા અને ત્રણ વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા ફિલ્મ કંપની માટે ફિલ્મો ડિરેક્ટ કરી. એ પછી તેઓ બોમ્બે પરત ફર્યા અને પોતાનો કારદાર સ્ટુડિયો શરુ કરતા પહેલા રણજિત સ્ટુડિયો અને નેશનલ સ્ટુડિયો માટે ફિલ્મો બનાવી. તેમને કારદાર પ્રોડક્શન નામથી પોતાનું પ્રોડક્શન હાઉસ બનાવ્યું. તેમને કારદાર સ્ટુડિયો બનાવ્યો અને એને શ્રેષ્ઠ સાર-સામાન સાથે સજ્જ કર્યો. આ સ્ટુડિયો વિશે એવું કહેવાય છે કે આ પહેલો એવો સ્ટુડિયો હતો કે જેમાં મેકપરૂમમાં પણ એસી લગાવેલા હતા.

Image Source

ઓનલાઇન પબ્લિશ થયેલા એક જુના ઇન્ટરવ્યૂમાં કારદારની દીકરી યાસ્મીને જણાવ્યું છે કે એ સેન્ટ્રલ મુંબઈના પરેલમાં કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલની નજીકમાં જ બનાવેલો આ સ્ટુડિયો એ સમયનો બેસ્ટ ઇકવીપ્ડ સ્ટુડિયો હતો અને પહેલો એવો સ્ટુડિયો હતો કે જેમાં મેકઅપ રૂમમાં પણ એસી લાગેલા હોય. યાસ્મીને યાદ કરતા જણાવ્યું હતું કે તેમના પિતા એક આર્ટિસ્ટ ડિરેક્ટર હતા અને તેમને બધી જ ફિલ્મો જર્મન પ્રિસિઝન સાથે બનાવી હતી. તે કહે છે કે તેમને ખબર હતી કે તેમને કલાકાર પાસેથી શું જોઈએ છે અને કેવી રીતે તે કરાવવાનું છે.

Image Source

અબ્દુલ રાશિદ કારદાર ઇન્ડસ્ટ્રીમાં મીયાંજી તરીકે ઓળખાતા હતા, તેઓ વી શાંતારામ, સોહરાબ મોદી, વિજય ભટ્ટ, મેહબૂબ ખાન અને રાજ કપૂરની સાથે જ ધ ફિલ્મ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડિંગ મેમ્બર હતા. ત્રણ દાયકામાં કારદાર સ્ટુડીઓએ શાહજહાં, દર્દ, દુલારી, દિલ્લગી, દાસ્તાન, યાસ્મિન, ડો ફૂલ, દિલ દિયા દર્દ લિયા જેવી ફિલ્મો બનાવી હતી. કારદારની મોટા ભાગની ફિલ્મો હોલિવૂડ ફિલ્મો પરથી અથવા અંગ્રેજી લિટરેચર પરથી બનાવવામાં આવી હતી. જેમ કે ફિલ્મ દાસ્તાન અમેરિકન ફિલ્મ એંચન્ટમેન્ટ પરથી અને જાદુ ધ લવ્સ ઓફ કારમેન પરથી બનાવવામાં આવી હતી.

Image Source

કારદારે નાસિર હુસૈન, એમ સાદિક જેવા ફિલ્મ મેકર્સને ચાન્સ આપ્યો હતો. આ સિવાય બીજા ઘણા લોકોને પણ કારદારે ચાન્સ આપ્યો હતો, જેમ કે નૌશાદનું કામ પહેલીવાર કારદારની ફિલ્મ શારદામાં નોંધવામાં આવ્યું હતું, સુરૈયાએ મહેતાબ અને નઈ દુનિયામાં ગીતો ગાયા હતા. કારદારે એક મુશાયરામાં મજરૂહ સુલતાનપુરીને સાંભળ્યા અને તેમનું નામની ભલામણ નૌશાદને કરી. મોહમ્મ્દ રફી પણ દુલારી ફિલ્મના ગીત સુહાની રાત ઢલ ચુકી હૈથી પ્રસિદ્ધ થયા હતા.

Image Source

થોડા સમય પહેલા 1951માં લેવાયેલી તેમની તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ હતી. જેમાં તેઓ આશાસ્પદ યુવા અભિનેત્રીઓના ઓડિશન લેતા જોવા મળે છે. આ તસ્વીરો લાઈફ મેગેઝીનના એક ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવી હતી, જેમાં યુવતીઓ સાડી પહેરતી અને કાઢતી જોવા મળે છે. કારદારે એક કોન્ટેસ્ટ પણ શરુ કર્યો હતો, જેમાં અભિનેત્રી ચાંદ ઉસ્માની અને ગાયક મહેન્દ્ર કપૂર વિજેતા બન્યા હતા અને તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાન્સ મળ્યો હતો.

Image Source

કારદારે માત્ર યુવતીઓને કપડાં જ ઉતારવાનું કહ્યું છે એવું નથી, પણ એમને ઇન્ડસ્ટ્રીને એકથી એક ચડિયાતા લોકો આપ્યા છે. નૌશાદ, મજરૂહ સુલતાનપુરી, સુરૈયા, મોહમ્મદ રફી, મહેન્દ્ર કપૂર જેવા મહાન લોકો પણ આપ્યા છે.