ખબર

આકાશ-શ્લોકાનાં પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં ઉમટી પડ્યા બોલીવૂડના સિતારાઓ, રિસેપ્શનમાં કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશના લગ્ન શ્લોકા સાથે થઇ ચુક્યા છે અને ગઈરાતે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે તેમના લગ્નનું પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું. જેમાં રાજનીતિ, ખેલ અને બોલિવૂડ જગતની હસ્તીઓ હાજર રહી હતી. અક્ષય કુમાર તેમની પત્ની ટ્વિકંલ ખન્ના સાથે પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા, પરંતુ આ ખાસ તો ત્યારે થયું જ્યારે તે ત્યાં સુંદરતાની મિસાલ રેખાને મળ્યા અને ત્રણેએ સાથે મળીને મીડિયાને પોઝ આપ્યો.હંમેશાની જેમ જ રેખાએ આ પ્રસંગે પણ સાડી જ પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.કરિશ્મા કપૂર પણ પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં એક ખાસ ડ્રેસ પહેરીને આવી હતી જેમાં તે ખૂબ જ આકર્ષક દેખાતી હતી.કેન્સરની સારવાર કરાવીને અમેરિકાથી પરત આવેલી સોનાલી બેન્દ્રેએ પણ પતિ ગોલ્ડી બહલ સાથે આ પ્રસંગે હાજર રહી હતી. ત્યારે એકતા કપૂર પણ તેમના પિતા દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર સાથે આકાશ-શ્લોકાને લગ્નની વધામણી આપવા પહોંચી હતી.ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશાની જેમ જ પતિ અભિષેક અને આરાધ્યા સાથે જોવા મળી હતી.નવવિવાહિત આકાશ અને શ્લોકા પણ પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા.આ સિવાય શિલ્પા શેટ્ટી પણ તેમના પતિ રાજ કુન્દ્રા સાથે પહોંચી હતી, ત્યારે જુહી ચાવલા પણ આ પ્રસંગે હાજર રહી હતી.શાહિદ કપૂરે પણ પત્ની મીરા સાથે હાજરી આપી હતી જયારે મલાઈકા અરોરા પણ આ પ્રસંગે હાજર રહી હતી અને અર્જુન કપૂર અલગથી આવ્યો હતો.આ પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશન સાથે જ મંગલપાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશથી આવેલા કલાકારોએ પરફોર્મ કર્યું હતું. સાથે જ મરૂન 5 બેન્ડે પણ પરફોર્મ કર્યું હતું.

લગ્નનું ઉજવણી 12 માર્ચે પણ ચાલુ જ રહેશે અને ભવ્ય રિસેપશન પણ યોજાશે. જેમાં ગીત-સંગીત અને મનોરંજનના ઘણા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks