ખબર ફિલ્મી દુનિયા

સગર્ભા હાથણીના મોઢામાં ફટાકડા ફોડીને લીધો જીવ, શ્રદ્ધા કપૂર અને અથિયા શેટ્ટીએ જતાવી નારાજગી

કેરળમાં વિસ્ફોટક ભરેલા અનાનસ ખાવાથી સગર્ભા હાથણીનું મોત થયા બાદ લોકોનો ગુસ્સો સાતમા આસમાને છે. તેને ન્યાય અપાવવા સોશિયલ મીડિયા પર બધે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. સાથે જ કેટલાક લોકો પ્રાણીઓ સંબંધિત કાયદાને વધુ કડક બનાવવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન, ઘણા મોટા સ્ટાર્સે આગળ આવીને આ માટે એક અભિયાન શરૂ કરી દીધું છે.

Image Source

પશુઓને પ્રેમ કરનારા કોમેડિયન કપિલ શર્મા અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ ઘટનાથી ભારે દુઃખી છે. તેઓએ સગર્ભા હાથણીને ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે.

કપિલ અને શ્રદ્ધાએ ટ્વિટર પર પાંચ લાખ લોકોને પિટિશન પર સહી કરવાની અપીલ કરી છે. બંનેએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આ યોગ્ય સમય છે જ્યારે આ મૂંગા પ્રાણીઓને પણ ન્યાય મળે. લોકો આ પિટિશન સતત સાઈન કરે છે.

શ્રદ્ધા કપૂરે આ ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને ટ્વીટ કર્યું છે કે, ‘આવું કેવી રીતે થઈ શકે છે? શું આ લોકો પાસે દિલ નથી? મારું દિલ તૂટીને વિખેરાઈ ગયું છે. ગુનેગારોને સખત સજા કરવાની જરૂર છે.’

સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પણ આ ઘટનાથી ખૂબ નારાજ છે. તેમણે ટ્વિટ કર્યું, ‘આ બહુ બર્બર છે. કોઈનું પણ આવું કરવાનું મન કેવી રીતે થઇ શકે છે? ખૂબ જ ઘૃણાસ્પદ, મને આશા છે કે કાર્યવાહી કરવામાં આવશે.’

બીજી તરફ બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ આ હાથણી માટે એક બીજી પિટિશન સહી કરવાની અપીલ કરી છે. આમાં તેઓએ આ ઘટનાને અંજામ આપનારા લોકો સામે ફોજદારી કેસની કરવાની માંગ કરી છે. આમાં તેણે ત્રણ લાખ લોકોનું સમર્થન માંગ્યું છે.

ભાજપના સાંસદ મેનકા ગાંધીએ આને હત્યા ગણાવી છે. હાથણીના મૃત્યુ અંગે મેનકા ગાંધીએ કહ્યું, ‘આ હત્યા છે, મલ્લપુરમ આવી ઘટનાઓ માટે કુખ્યાત છે, તે દેશનું સૌથી હિંસક રાજ્ય છે. ઉદાહરણ તરીકે, અહીં લોકો રસ્તાઓ પર ઝેર ફેંકી દે છે, જેના કારણે 300થી 400 પક્ષીઓ અને કૂતરા એક સાથે મૃત્યુ પામે છે.’

Image Source

જણાવી દઈએ કે આ ઘટના ગયા અઠવાડિયાની છે. કેરળના સાયલેન્ટ વેલી ફોરેસ્ટમાં સગર્ભા જંગલી હાથણી માનવ ક્રૂરતાનો ભોગ બની હતી. હાથણી ખોરાકની શોધમાં મલ્લપુરમ જિલ્લામાં શહેર તરફ આવી હતી. કેટલાક લોકોએ તેને ફળોની અંદર છુપાવીને ફટાકડાથી ખવડાવી દીધા હતા. એ બિચારીએ જેવા એ ખાવાની કોશિશ કરી, એના મોઢાની અંદર ધડાકો થઇ ગયો. તે દર્દથી કણસતી અહીં-તહીં ભાગવા લાગી. ધડાકાના કારણે મોંની અંદર ઘણી બધી ઇજાઓ થઈ હતી. તેમ છતાં તેણે કોઈને નુકસાન નહોતું કર્યું. કોઈ પર હુમલો કર્યો ન હતો. ન તો કોઈ ઘર તોડ્યું. જ્યારે દુઃખાવો સહન ન થયો ત્યારે તેને એક નદીમાં પોતાની સૂંઢ નાખીને થોડો આરામ કરવાનો પ્રયાસ કર્યો. તેને બચાવવા વન વિભાગના કર્મચારીઓ પણ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. 27 મેની સાંજે પાણીમાં ઉભા-ઉભા જ હાથણીએ પોતાનો જીવ આપી દીધો.

Image Source

આ ઘટનાથી ખૂબ જ દુઃખી વન અધિકારી મોહન કૃષ્ણને આખી વાર્તા શેર કરી. તેમણે લખ્યું, ‘એને બધા પર વિશ્વાસ કર્યો. જ્યારે તેણે અનાનસ ખાધું, ત્યારે તેને ખબર ન હતી કે તેમાં ફટાકડા છે. તેના મોઢામાં અને જીભને ગંભીર ઇજા થઈ હતી. ભારે દર્દમાં પણ તેણે કોઈને ઈજા પહોંચાડી ન હતી. આખરે તે વેલિયાર નદીમાં આવીને ઉભી રહી ગઈ. વનવિભાગે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને અંદાજો આવી ગયો હશે કે તેનો સમય આવી ગયો છે. તેણે આવું ન કરવા દીધું.’ મોહન કૃષ્ણને કહ્યું કે ‘અમે તેમને આદરણીય વિદાય આપવા માટે ટ્રક મંગાવી. તે જ જંગલમાં અમે તેને અંતિમ વિદાય આપી હતી, જ્યાં તેનું બાળપણ જ્યાં વીતેલું હતું અને તે મોટી થઈ હતી.’

Author: GujjuRocks Team