મનોરંજન

આ 9 અભિનેત્રીઓનો પતિ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિ છે, સંપત્તિ જાણીને હોશ ઉડી જશે

બોલીવુડની 9 અભિનેત્રીનું બૉલીવુડમાં રાજ ન ચાલ્યું, ધનવાન બિઝનેસમેન સાથે પરણી ગઈ જુઓ તસ્વીરો

આપણે સૌ જોઈએ છીએ કે  બૉલીવુડ એક્ટર અને એક્ટ્રેસ  લકઝરીયસ લાઈફ સ્ટાઇલ જીવતા હોય છે.આજે અમે તમને બોલીવુડની આવી 10 એક્ટ્રેસ વિશે જણાવીશું જેમણે ઝાકમજોળ  દુનિયાથી દૂર કોઈ ફિલ્મ સ્ટાર નહીં પરંતુ એક સામાન્ય માણસની પસંદગી કરી છે.

તેમને પણ પોતાના જીવનમાં પણ ઘણી સિધ્ધિઓ હાંસલ કરી છે, પરંતુ તેઓ લાઈમલાઈટથી ખુબ જ દૂર છે. તેમાંના મોટા ભાગના મોટા ઉદ્યોગપતિ છે. જો તમે તેની સંપત્તિ વિશે જાણીને તમને હેરાની થશે.

Image Source

1. અસિન:

સુપરહિટ ફિલ્મ ‘ગજની’થી બોલિવૂડમાંડેબ્યુ કરનારી એક્ટ્રેસ અસિન માત્ર થોડીક જ ફિલ્મોમાં અભિનય કર્યું છે જેમાં તે સલમાન સાથે ‘રેડ્ડી’, અજય દેવગન સાથે ફિલ્મ ‘બોલ બચ્ચન’ અને અક્ષય સાથે ફિલ્મ ‘બોસ’માં જોવા મળી હતી. પરંતુ અસીને વારંવારની ફેલ જતી ફિલ્મોને કારણે લોકપ્રિય કંપની માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા. બહુ ઓછા લોકોને જાણ હશે કે રાહુલની કમાણી 100 અબજ ડોલરથી વધુ છે. એટલું જ નહીં, તેની પાસે ત્રણ એકરનું ફાર્મહાઉસ પણ છે. જણાવી દઈએ કે સૌથી ઝડપી રેસિંગ કાર ઓરેંજ બેન્ટલી અને મર્ક અને બિમર તેના કલેક્શનમાં છે.

Image Source

2. જૂહી ચાવલા:

જૂહી ચાવલા પણ બોલિવૂડની સૌથી સફળ એક્ટ્રેસ પૈકી એક છે. લગ્ન પછી પણ જુહી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જુહીએ મેહતા ગ્રૂપના ઉદ્યમી જય મહેતા સાથે લગ્ન કર્યા છે. મહેતા ગ્રુપ એક જાણીતું નામ છે જે ભારત, આફ્રિકા, કેનેડા અને યુએસ સહિતના દેશોમાં ફેલાયેલું છે.

Image Source

3. અમૃતા અરોરા:

ફિલ્મ એક્ટ્રેસ  મલાઇકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાએ ફિલ્મોમાં ફ્લોપ થયા પછી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. તેણે મુંબઈ સ્થિત કન્સ્ટ્રક્શન કંપની રેડસ્ટોન ગ્રુપના માલિક અને બિઝનેસમેન શકીલ ચિક સાથે લગ્ન કર્યા છે.

Image Source

4. સેલિના જેટલી:

બોલિવૂડમાં કંઇક સારું ન કરી શકનારી એક્ટ્રેસ સેલિના જેટલીએ પણ છેલ્લે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સેલિનાનો પતિ પીટર હોગ ઓસ્ટ્રેલિયથી છે અને તે એક મોટો ઉદ્યોગપતિ અને માર્કેટર છે.

Image Source

5. શિલ્પા શેટ્ટી:

બોલિવૂડની સૌથી પાતળી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આજે પણ પોતાની એક્ટીંગથી દર્શકોને મોહિત કરી રહી છે. શિલ્પાના લગ્ન ભારતીય મૂળના બ્રિટીશ ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે થયા છે. જણાવી દઈએકે કુંદ્રા બ્રિટીશ એશિયન મેગેઝિનમાં 198 નંબર પર પણ આવ્યા હતા. આટલું જ નહીં, 2009માં કુંદ્રા આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સનો સ્પોન્સર પણ રહ્યા હતા.

Image Source

6. આયેશા ટાકિયા:

સુપરહિટ ફિલ્મ વોન્ટેડની સુંદર એક્ટ્રેસ અને સલમાન ખાન સાથે જોવા મળી રહેલી એક્ટ્રેસ આયેશા ટાકિયાએ ફિલ્મોથી અંતર રાખીને રેસ્ટ્રોરેટર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે ફરહાન અબુ આઝમીનો પુત્ર છે.

Image Source

7. વિદ્યા બાલન:

બોલિવૂડની ટોચની એક્ટ્રેસ વિદ્યા બાલન આજે પણ તેની સુંદરતાને કારણે લોકોના હૃદયમાં રાજ કરે છે. તેણે નિર્માતા અને ડિઝની ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ રોય કપુર સાથે લગ્ન કર્યા છે. આશિકી ફિલ્મના એક્ટર  આદિત્ય રોય કપૂર સંબંધમાં વિદ્યાનો દેવર છે.

Image Source

8. રાની મુખર્જી:

યશ ચોપરા પરિવારની મોટી પુત્રી રાની મુખર્જીએ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે 2012 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે આ આદિત્યના બીજા લગ્ન છે. ફિલ્મ ઉદ્યોગમાં આદિત્ય ટોચનાં ફિલ્મ નિર્માતાઓમાં આવે છે અને તેના બેનર હેઠળ વર્ષમાં ઘણી ફિલ્મો નિર્દેશિત થાય છે.

Image Source

9. ટીના મુનિમ:

80 ના દાયકાની સુંદર એક્ટ્રેસ ટીના મુનિમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા છે. અનિલની 2019 ની ફોર્બ્સ બિલિયોનેર સૂચિ મુજબ, નેટવર્થ $ 1.7 બિલિયન હતી. અનિલ અંબાણીનું નામ વિશ્વવ્યાપી છે.